________________
શ્રી સિદ્ધચક્ર
૧૪
આત્માના મુખ્ય ધર્મના ચાર પ્રકારો જણાવેલા છે. તે આત્માના ગુણોનું લક્ષ્ય રાખીને જ દરેક ભવભીરૂ અને શાશ્વતપદની સ્પૃહાવાળા મનુષ્ય પ્રવર્તવાનું
હોય છે.
શ્રીજૈનશાસનનું ક્રીડપત્ર
અર્થાત્ આ સમ્યગ્દર્શનાદિનું ધ્યેય એજ જૈનશાસનની ક્રીડ કહીએ અગર ઉદેશ્યપત્ર કહીએ તો તે ખોટું નથી. જેમ ઉદ્દેશ્યપત્રથી વિરૂદ્ધ વર્તન . કરનારાને સંસાર, સોસાયટી, મિમિટ કે સભામાં દાખલ થવાનો હકજ નથી, તેવી જ રીતે આ સમ્યગ્દર્શનાદિ રૂપી ધ્યેયને ચૂકનારા મનુષ્યને જૈનજનતામાં જગ્યા મળતી જ નથી. ઉપર
તા. ૩૦-૧૦-૧૯૩૬
જણાવેલા પાંચ આદર્શપુરુષોની આદર્શતા પણ આ સમ્યગ્દર્શનાદિરૂપ ધ્યેયને સારી રીતે પહોંચી વળેલા હોવાને અંગે જ છે. અર્થાત્ આ શ્રીસિદ્ધચક્રયંત્રમાં આદર્શપુરુષો અને તેની આદર્શતા જણાવેલી હોવાથી સંપૂર્ણપણે સર્વ સુજ્ઞ પુરુષોને આરાધવાલાયક જ છે એમ માનવું જ પડશે. ઉપસંહાર
આવું ઉત્તમ સિદ્ધચક્ર મહારાજનું સ્થાન હોવાથી તેના પવિત્ર નામથી આ પત્રનું નામ રાખવામાં આવેલું છે અને તેથી આશા રાખીએ છીએ કે લેખક અને વાચકોના હૃદયમાં તે સિદ્ધચક્ર મહારાજા આ પત્રદ્વારાએ પણ ઓતપ્રોત થાય.