________________
૪૨ ૨
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ જીવાભાઈ જાહેર કર્યું છે કે એકરાર અમારો સ્વયં લખેલો હતો, તેમજ તે ખાનગી રીતે લખેલો હતો, એ તેમણે સાચા કરાર ઉપર ફરી સહિઓ લેવામાં શરમ લાગવાની જણાવી છે. માટે સત્ય કરારને ન માનવામાં તમારા પક્ષનું જુઠાપણું જ કારણ છે. સત્ય કમીટિ માનો તો હું તૈયાર જ છું, નહિંતર તમે શાન્ત રહો.
આનન્દ સાગર. (ઉપસંહાર) આ ઉપરથી વાંચકો જોઈ શકશે કે બુધવારવાળાઓ વિહાર કરી મધ્યસ્થાને ન આવ્યા, તેથી અને ખોટી રીતે અને બની શકે પણ નહિ એવી પ્રતિનિધિપણાની આડ લઈને શાસ્ત્રાર્થ કરવાથી ખસી ગયા છે. માટે હવે સત્ય અને શાસનના પ્રેમિઓએ તો પૂનમ અને અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે, તેમ શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને જ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની જ ક્ષયેવૃદ્ધિ કરીને ગુરૂવારને જ સંવર્ચ્યુરી કરવી જોઈએ. પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો જ ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરવી. એ શ્રી તત્ત્વતરંગિણી અને શ્રી હરિપ્રશ્ન આદિથી નક્કી જ છે. જૈનોમાં આરાધનામાં પર્વતિથિ નથી તો ભેલી મનાઈ અને નથી તો બેવડી મનાઈ એ ચોક્કસ છે.
હંમેશના રિવાજ મુજબ બુધવારીયાએ પોતાની પીછે હઠ ઢાંકવા માટે જુઠું લખી છાપાં કાળાં કર્યા છે. પણ સત્ય અને શાસનપ્રેમી જનતા તેથી ભરમાશે નહિ. ભવિષ્યમાં દંભ કરનારાઓ ચાલુ ચર્ચા ન છપાવવી જોઈએ છતાં પૂર્ણ સત્યને ઢાંકી ન દે એટલા માટે આ તાર વ્યવહાર છપાયો છે.