________________
શ્રી સિદ્ધચક્ર
૪૦૩
અનુભવીયે જ છીએ! કોઈ આંધળો માણસ ઢેખાઢળીઆવાળી જમીનમાં જઈ પહોંચે તો તેને સો વાર નીચે પડવું જ પડે, સો વાર નીચે પડવા છતાં પણ તે ઉપર ચઢી શકતો નથી, તે જ પ્રમાણે આપણે પણ જો સિદ્ધદશાને ભૂલી જઈએ તો આપણે પણ સો વાર પડવાની જ દશામાં જ જઈ પહોંચીએ આડે શું આવે છે ?
સામાયિક, પૂજા, પ્રતિક્રમણ ઈત્યાદિમાં પણ આપણને દુનિયાના પથરા આડે આવે છે. એનું કારણ જ એ છે કે આપણી આંખનું ય ઠેકાણું નથી અને એના સાધ્યનું પણ ઠેકાણું નથી. જેની આંખનું જ ઠેકાણું ન હોય તેના સાધ્યનું પણ ઠેકાણું ક્યાંથી જ હોય? ક્રોધ માન માયા લોભ એ બધા પથરાઓ ધર્મારાધનામાં આપણી આડે આવે છે. પરંતુ દીલગીરીની વાત એ છે કે એ મોટા પથરા આંખનું ઠેકાણું ન હોવાથી આપણને સૂઝતા જ નથી! આપણને નથી સૂઝતું એ તો ઠીક! પણ વધારે કમબખ્તીની વાત તો એ છે કે દેખતો-આંખોના ઠેકાણાવાળો આપણને એમ કહે કે ભાઈ! તને વાગ્યું છે તો આપણે તો તે માનવાને પણ તૈયાર જ નથી! જ્યારે લોહી નીકળતું આપણે દેખીએ છીએ ત્યારે જ આપણે એ વાત કબુલ રાખીએ છીએ કે આપણને વાગ્યું છે! એજ પ્રમાણે સાધુ પણ જો પોતે પોતાને કેટલું કરવાનું બાકી છે તેનો ખ્યાલ ન રાખે તો તેનું પરિણામ એ આવે કે તે કર્મના બંધન તરફ જ ઝૂકી જાય! અને તે એવા બંધન તરફ ઝૂકી જાય તો પણ તેની તેને ખબર જ ન પડે. આંખે પડળ આવ્યાં છે!
એવા આત્માઓ પોતે કર્મના બંધનો તરફ ઝૂકી જાય એટલું જ નહીં પરંતુ જો કોઈ બીજો ભાવિક આત્મા તેનો એ દોષ બતાવે તો પણ તે માનવા તૈયાર થાય જ નહિ! અને વળી મગજમાં
જુન ૧૯૩૭ પોતે એવી ખુમારી જ રાખી રહે કે જે જીનકથિત છે તે ભલે ગમે તે હોય, પરંતુ અમે જે કરીએ છીએ તે જ ખરું છે. જેઓ કદાગ્રહી ન થાય તેવાઓ પોતાના અજ્ઞાનથી ભૂલ તો અવશ્ય કરે, પરંતુ જ્યારે બીજાને કોઈ જ્ઞાની તે ભૂલ તેના ધ્યાન પર લાવે અને શાસ્ત્રવચન બતાવે કે જોવે ત્યારે એ ભૂલ તે જરૂર કબુલ જ રાખી લે. રસ્તે ચાલતા જેહને રસ્તો કેવો છે? અને કેટલો લાંબો છે? તેનું જ ભાન ન રહે તો જરૂર પડી જાય! પરંતુ પડી જાય અને તેથી ઘા પડે, ઘામાંથી લોહીની ધારા વહી જાય, એ લોહી કોઈ બતાવે, છતાં પણ તે એમજ કહે કે ના મને તો ઘા થયો જ નથી. તો તો એમજ સમજવાનું છે કે એ અંધદાસજીની અંતર આંખોએ પણ પડળ જ આવ્યાં છે! જેની અંતર આંખે પડળો આવેલાં હોય તે દુર્ભાગી આત્મા જો પડી જાય અને તેનો ઘા થાય, લોહી નીકળે અને તેને કોઈ સુભાગી આત્મા તે ઘા બતાવે અને લોહી નીકળેલું દર્શાવે, તો પણ તેવા આત્મા તે જોઈ શકતા જ નથી. બાકીનો જ વિચાર કર્તવ્ય છે.
એજ પ્રમાણે જેની શાસ્રરૂપી આંખ ફૂટી ગઈ હોય તે જ પોતાની ન્યૂનતા દેખી શકતો નથી. જે પોતાની ન્યૂનતા દેખી શકતો નથી તે ધર્મમાં આગળ વધી શકતો નથી! માટે જ અભયકુમારે એવું કહ્યું છે કે તમે જે ધર્મ માની લીધો છે તે જ ધર્મ કહેવાય છે એવું માની લેશો નહિ. હવે પેલા ચાર શ્રાવકોની દશા તપાસો. એ ચારે શ્રાવકો પોતે કરેલા કાર્યનો હિસાબ ગણતા નથી, પરંતુ કેટલું કામ કરવાનું છે તેનો જ હિસાબ ગણે છે, એજ સ્થિતિ તમામ ધર્મવર્ગની હોવી જ જોઈએ. જે ધર્મ છે તે કદાપિ પણ પોતે કરેલા ધર્મને ખતવતો નથી, પરંતુ પોતે કર્યા પછી કેટલું બાકી રહ્યું છે તે જ ખતવીને તે એ રકમને આંખ આગળ લાવે છે. સર્વજ્ઞ ધર્મ છે. એ વાત સાચી છે, પરંતુ ધર્મ છે તે સર્વજ્ઞ