________________
શ્રી સિદ્ધચક્ર જુન ૧૯૩૭ જેણે દર્પણમાં મુખ જોઈને પોતાનું મોઢું સાફ કર્યું છે તેને જ બીજાને મોઢે પડેલા ડાઘા દેખાડવાનો અધિકાર છે. એ જ પ્રમાણે પંચમહાવ્રતધારી સાધુઓ અને છેદસૂત્રના જ્ઞાતાઓ જે છે તેઓ જ પોતાનું મોઢું સાફ કરેલા માનવાના છે. સંસારના સંબંધોરૂપી ડાઘાઓ મોઢાં ઉપર પડેલા હોય છે એ ડાઘાઓ પંચમહાવ્રતધારી સાધુઓ અને આચારપ્રકલ્પરૂપ છેદસૂત્રના જ્ઞાતાઓએ ધોઈ નાંખ્યા છે. આથી જ તેમને બીજાને શાસ્ત્રરૂપ દર્પણ દર્શાવીને તેમના મોઢાના ડાઘા સાફ કરાવવાનો અર્થાત્ ધર્મોપદેશ આપવાનો અધિકાર છે. પોતે જ જે નાક કટ્ટો હોય તે બીજાને કદી દર્પણ બતાવવા જતો નથી ! એજ પ્રમાણે જે પોતે જ આચારપ્રકલ્પને જાણનારો અને પંચમહાવ્રતધારી ન હોય તે જ જો બીજાને ઉપદેશ આપવા જાય તો તેને પણ નાક કટ્ટા જેવો જ સમજવાનો છે. આથી જ એ વાત જરૂરી છે કે બીજાને દર્પણ દર્શાવીને તેના મોઢાના ડાઘા ટાળવા ઇચ્છનારે પોતાના મોઢા ઉપરના ડાઘા દર્પણ જોઈને જરૂર ટાળવા જ જોઈએ. પહેલા તમે સુધરો.
૪૦૦
મોઢાં બતાવશો તો તેઓ પોતાના મોઢાનો ડાઘ દૂર કરશે, પરંતુ તેથી તમારા મોઢાનો ડાઘ કેવી રીતે દૂર થશે ? બીજાઓને આરિસો બતાવતા ફરવાથી તમારા મોઢાના ડાઘા દૂર થવાના નથી, અથવા તમે પોતે સુધરી શકવાના નથી. અર્થાત્ એ તમારે સુધરવું હોય તો પહેલો તે આરિસો તો તમારા પોતાના જ મોઢાની સામે ધરવાની જરૂર છે. અને તેમ ર્યા પછી જ તમોને બીજાના મોઢાં સામે આરિસો ધરવાનો હક પણ મળે છે. જે પોતે પોતાનું મોઢું ચાટલામાં જુએ છે અને તે દ્વારા પોતાના મોઢાના ડાઘા દૂર કરે છે તેને જ બીજાને આરિસો બતાવીને તેના મોઢાના ડાઘા દૂર કરાવવાનો હક છે. બીજાને એવો હક રહેતો જ નથી ! તે જ પ્રમાણે જે પોતે સુધરી ગયો છે તેને જ બીજાને સુધારવાનો પણ હક છે. જે પોતે જ સુધર્યો નથી તે બીજાને કદી પણ સુધારી શકવાનો જ નથી. એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે : “દરિદ્ર બીજાને ધનવાન કરી શકતો નથી’’ હવે બીજી વાત એ વિચારવાની છે કે આ કેવળી મહારાજાઓએ કહેલો ધર્મ છે, પરંતુ એ ધર્મ કહેવો કોને ? અર્થાત્ ધર્મોપદેશ આપવાનો અધિકાર કોને હોઈ શકે ? આ પ્રશ્નનો ઉત્તર નિશીથમાં પૂરો પાડવામાં આવ્યો છે. તેમાં સાફ સાફ અને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જે આચારપ્રકલ્પને જાણનારો હોય અને જે પંચમહાવ્રતધારી હોય તેને જ એ ધર્મ કહેવાનો અધિકાર છે. ખ્યાલમાં રાખજો કે અહીં એક જ વાત નથી કહી, પરંતુ બંને વાત સાથે કહેવામાં આવી છે. તે એ કે જે આચારપ્રકલ્પને જાણનારો પણ હોય અને પાછો પંચમહાવ્રતધારી પણ હોય!! જે છેદસૂત્રથી ભડકે છે તેમણે વિચારવાની જરૂર કે એ છેદસૂત્ર જાણ્યા વિના ઉપદેશ કરવાનો કોઈને અધિકાર જ નથી. આચારપ્રકલ્પ મહાનિશીથ નામના છેદ સૂત્રને જે જાણે છે અને જે પંચમહાવ્રતધારી છે તેને જ ઉપદેશનો અધિકાર છે.
ગમ્મત ખાતર એક બીજું ઉદાહરણ લો. હજામ બધાને દર્પણ બતાવે છે અને તેમના મોઢાં સાફ કરાવે છે અગર કરે છે પરંતુ એ હજામ પણ ઘરમાંથી બહાર નીકળતા પહેલાં અરિસામાં પોતાનું મોઢું જોઈ લે છે અને પછી જ તે બીજાને મોઢે અરિસા ધરે છે ! જે આટલી પણ બુદ્ધિ નથી દર્શાવતા તેઓ હજામના પણ હજામ છે.એ જ પ્રમાણે જેઓ પોતે સુધર્યા નથી, જેમણે પોતાના આચારવિચાર સુધાર્યા નથી. જેમણે પોતે પંચમહાવ્રત ધારણ કરીને અધર્માચારનો ત્યાગ ર્યો નથી. તેઓ પણ જો પાઘડી પહેરીને ધર્મોપદેશ આપવા નીકળી પડે તો તેમને શી ઉપમા આપવી તે તમારે બધાએ પોતે નક્કી કરી લેવાનું છે. આપણે