________________
શ્રી સિદ્ધચક્ર
૩૮૫
ઘરને જ ચીપીયે પકડવો જોઈએ, અને પરાયા ઘરનો મોટો ચીપીયો એના ઉપયોગમાં ન જ લેવો જોઈએ.
એજ પ્રમાણે આત્મસાક્ષીએ ધર્મતત્ત્વ અંગીકાર કરવું એ ઘરના ચીપીયાથી મોહરાજાને પકડવા બરાબર છે. ઘરના ચીપીયા વડે મોહરાજાને પકડવો એનો અર્થ એ નથી કે તેટલાથી જ સંતોષ માનવાનો છે. ઘરના ચીપીયે મોહરાજાને પકડ્યા પછી ગુરૂ પાસે જવારૂપ મોટા ચીપીયા વડે તેને પકડવો જ જોઈએ. આત્મસાક્ષીરૂપ ઘેરને ચીપીયે મોહરાજાને પકડવો અંને પછી તેને ગુરૂ પાસે જવારૂપ મોટા ચીપીયા વડે પકડવો, એમ કરવામાં ખરી રીતે તો લેશમાત્ર પણ અડચણ નથી. પરંતુ ફાયદો જ છે. પચ્ચખ્ખખાણના પરિણામ હોય અને ગુરૂ પાસે જવું એ તો ફાયદાકારક વાત જ છે. પરંતુ પચ્ચખ્ખાણના પરિણામ ન હોય અને છતાં જેને પચ્ચખ્ખાણ લેવાં હોય તેણે પણ ગુરૂની પાસે પચ્ચખ્ખાણ લેવા જવું એ અવશ્ય લાભકારકજ છે.ધારો કે એક માણસને પચ્ચખ્ખાણના પરિણામ થયા નથી અને તેવો આત્મા પણ જો ગુરૂની પાસે પચ્ચખ્ખાણ લેવા જાય તો ગુરુના ઉપદેશથી તેનામાં કાંઈ પણ સ્વરૂપનિરૂપણની જાગૃતિ થાય અને એવી જાગૃતિ થાય તેથી પણ લાભ જ મળે છે. ગુરૂ પાસે પચ્ચખ્ખાણ લેવા એ પચ્ચખ્ખાણના પરિણામવાળાને પણ લાભકારક છે અને પરિણામ વિનાનાને પણ લાભકારક છે.એટલા જ માટે શાસ્ત્રકાર મહારાજાઓએ પચ્ચખ્ખાણ માટે તે ગુરૂ પાસે જ લેવા એવું ફરજીયાત ઠરાવ્યું છે.
હવે અહીં પહેલી વાત તો એ છે કે જેને પચ્ચખ્ખાણના પરિણામ છ્યા છે એવો આત્મા ગુરૂ પાસે જઈને પચ્ચખ્ખાણ લે એથી તેના
તા. ૮-૬-૧૯૩૭
પચ્ચખ્ખાણના પરિણામોમાં વધારો થાય છે અને તેથી પચ્ચખ્ખાણ લેનારાને ફાયદો જ થાય છે, બીજી વાત એ છે કે પચ્ચખ્ખાણના પરિણામો જ ન હોય છતાં તેવો આત્મા ગુરૂદેવ પાસે જાય અને ધર્મોપદેશ સાંભળે એટલે તેના પરિણામમાં વધારો થાય છે અને તેથી પણ પચ્ચખ્ખાણ લેનારાને ફાયદો જ થાય · છે.પરંતુ હવે ત્રીજી એક મહત્ત્વની વાત વિચારવાની છે.ધારો કે એક આત્મા ગુરૂદેવ પાસે પચ્ચખ્ખાણ લેવાને ગયો, ગુરૂદેવે ધર્મોપદેશ આપ્યો, પરંતુ તેછતાં તેને પચ્ચખ્ખાણના પરિણામ ન થયા અને એવા સંયોગોમાં ગુરૂદેવે તે આત્માને પચ્ચખ્ખાણ આપ્યાં, તો એ પચ્ચખ્ખાણ આપનારા ગુરૂદેવને મૃષાવાદનો દોષ લાગ્યો ગણાય કે નહિ ? આ સંજોગોમાં તમે વ્યાવહારિકદૃષ્ટિએ જ જુઓ તો પણ તમો મૃષાવાદનો દોષ કોઈ પણ રીતે ગુરૂદેવને લગાડી શકતા નથી.
તમે એક દસ્તાવેજ કરો એ દસ્તાવેજ હડહડતો ખોટો હોય એમાં જોઈએ તેવા જુઠાણાં, બદમાસી, અને બીજાં કાળાકામો ભર્યા હોય અને તમારો એ દસ્તાવેજ તમે રજીસ્ટ્રેશન ઓફિસમાં લઈ જાઓ તો રજીસ્ટ્રાર સાહેબ તમારો એ દસ્તાવેજ પણ નોંધી આપે છે. રજીસ્ટ્રારે દસ્તાવેજની નોંધ કરી તેનો અર્થ એવો થતો નથી કે દસ્તાવેજના ખોટાપણામાં રજીસ્ટ્રાર પણ સામેલ છે. એ દસ્તાવેજ ખરો છે કે ખોટો છે તે તપાસવાનું અને તે સંબંધમાં નિર્ણય આપવાનું કામ સીવીલ અથવા ક્રિમિનલ કોર્ટનું છે. રજીસ્ટ્રારનું કામ તો માત્ર દસ્તાવેજની નોંધણી જ કરી લેવાનું છે અને તેથી જ એ નોંધણી કરી લેનારા રજીસ્ટ્રાર એ કાર્યને માટે જવાબદાર લેખવામાં આવતા નથી. દસ્તાવેજ રજીસ્ટ્રાર કરાવતી વખતે રજીસ્ટ્રાર સાહેબ તો એટલી જ વાતની તપાસ લે છે કે જે પાર્ટીઓ દસ્તાવેજ લઈને હાજર થઇ છે તે બંને પાર્ટીઓ