________________
આરાધના અને ઉદયની તુલના ચાલતી સંવચ્છરીની ચર્ચામાં એક પક્ષ આરાધનાને મુખ્યપદ આપે છે અને પાંચ છ | દશ કે બાર તિથિઓની આરાધનામાં પ્રતિક્રમણ પૌષધ બ્રહ્મચર્ય સચિત્તત્યાગ આદિની નિયમિતતા રહેવી જ જોઈએ એમ માને છે. જો કે તપસ્યાની આરાધના તો શાસ્ત્રનાં વાક્યો અને તેને અનુસરનારી તપાગચ્છની સામાચારી પ્રમાણે છટ્ટ અટ્ટમઆદિનાં પચ્ચખાણ ચોથા ભક્ત છઠાભક્ત આઠમા ભક્ત સુધીના ભક્તો જ્યાં છોડાય તે ચતુર્થ ભક્ત ષષ્ઠભક્ત અટ્ટમભક્ત આદિ કહેવાય એવા શ્રીભગવતીજીની વૃત્તિના શ્રીઅભયદેવસૂરીજીના વચનને અનુસરીને એકીસાથે કરાય છે, પણ પૌષધ દેશાવકાશિક આદિ તો રોજ રોજ ઉચ્ચરવા અને પાળવાના હોય છે. આ જ કારણથી તે પાંચપર્વે આદિમાંથી કોઈપણ પર્વતિથિના ક્ષયની વખતે તે તે ક્ષય પામેલી તિથિથી પહેલાની અપર્વતિથિ કે જેમાં તે અપર્વતિથિમાં સૂર્યોદય હોય છે અને તે અપર્વતિથિની સમાપ્તિ પણ હોય છે છતાં તે અપર્વતિથિનો ક્ષય ગણીને તે અપર્વતિથિના સૂર્યોદયને અપર્વતિથિનો સૂર્યોદય ન ગણતાં તે સૂર્યોદયને પર્વતિથિનો સૂર્યોદય માની તે સૂર્યોદયના આગળથી જ પર્વતિથિ ગણી તેની આરાધના શરૂ કરવામાં આવે છે અને પર્વતિથિના સૂર્યોદયવાળી તિથિમાં જેવી રીતે આરાધના કરવામાં પૌષધ આદિ ક્રિયા થાય છે તેવી જ રીતે તે વખતે પર્વતિથિનો સૂર્યોદય નહિ હોવા છતાં અપર્વના સૂર્યોદયની પહેલેથી ક્ષયના પ્રસંગમાં થાય છે, વળી તિથિના અંગે લીધેલા નિયમની વિરાધના પણ તે અપર્વના સૂર્યોદયથી શરૂ કરાય છે અને કદાચ વિરાધના થઈ હોય તો અપર્વનો સૂર્યોદય છતાં પર્વના સૂર્યોદય જેવું જ પ્રાયશ્ચિત્ત અપાય છે. આ સઘળી હકીકત વિચારનારો સ્પષ્ટપણે સમજી શકશે કે મળે ત્યાં સુધી ઉદયવાળી પર્વતિથિ લઈ તેની આરાધના કરવી, પણ ઉદયવાળી ન મળે તો અપર્વના સૂર્યોદયમાં પણ પર્વનો સૂર્યોદય માનીને પણ આરાધના કરવી, આ ઉપરથી નક્કી થશે કે ઉદયની અન્વેષણા જરૂરી છે છતાં તેનાં કરતાં પણ આરાધનાની અન્વેષણા જરૂરી છે.
પર્વતિથિના ક્ષયને પ્રસંગે જેમ આરાધનાની નિયમિતતા માટે અપર્વતિથિનો સૂર્યોદય છતાં તે પર્વતિથિનો સૂર્યોદય ગણાયો, તેવી જ રીતે આરાધનાની નિયમિતતા માટે જ પર્વતિથિની વૃદ્ધિ હોય અર્થાત્ બે સૂર્યોદયવાળી તિથિ હોય ત્યારે બે અષાઢ થાય ત્યારે જેમ બીજા અષાઢે જે ચોમાસી થાય એમ શાસ્ત્રવચન અને પરંપરા છે, તેમ બીજી તિથિના સૂર્યોદયને તિથિનો સૂર્યોદય ગણી આરાધાય છે અર્થાત્ પહેલી તિથિમાં સૂર્યોદય છે છતાં
(જુઓ ટાઈટલ પાન ૩ જું)