________________
૩૪૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • કાળ અને સરખા એવા સઘળા કાળમાં પણ સંહરણથી જ હોય છે. સામાયિક કે છેદોપસ્થાપનીય સંયમમાં જિનકલ્પ અંગીકર કરે અને પહેલો પામેલો તો કોઈપણ સંયમમાં હોય. અજિતઆદિના શાસનમાં સામાયિક ચારિત્રમાં અને પહેલા છેલ્લા તીર્થંકરના શાસનમાં છેદોપસ્થાપનીયમાં કલ્પ અંગીકાર કરે છે. અને પાછળથી વિશુદ્ધયોગવાળા બીજા પણ સંયમને પામે છે. જિનકલ્પીઓ તીર્થ સ્થપાયા પછી જ હોય છે, પણ તીર્થનો વિચ્છેદ થયો હોય કે તે ઉત્પન્ન ન થયું હોય ત્યારે જાતિસ્મરણ આદિથી અતીર્થમાં તે જિનકલ્પિયો હોતા નથી. અતીર્થમાં કેવળજ્ઞાન વિગેરે હોય તો જિનકલ્પી કેમ ન હોય? એ શંકાનો ઉત્તર કહે છે કે વીતરાગોએ એમની આ સ્થિતિ જ કહી છે. તે માટે એ કાલ જાણવો. તેમાં કાઈ યુક્તિ લગાડવાની હોતી નથી. ગૃહસ્થપણા અને સાધુપણાના ભેદથી બે પ્રકારનો પર્યાય હોય છે, અને તે એકેક પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે હોય છે, જિનકલ્પીનો ગૃહસ્થપર્યાય જઘન્યથી ૨૯ વર્ષ જાણવો અને સાધુપણાનો પર્યાય ૨૦ વર્ષનો જાણવો, અને ઉત્કૃષ્ટથી તો બંને પણ દેશોનકોડપૂર્વ જાણવા. જિનકલ્પી તે જન્મમાં જિનકલ્પ લીધા પછી નવું આગમ ભણે નહિ, કેમકે તે પોતાને યોગ્ય એવા અભ્યાસ સિવાય ઉત્કૃષ્ટયોગના આરાધનથી જ કૃતકૃત્ય છે. પણ એકાગ્ર મનવાળો સંશય આદિના ક્ષય માટે હંમેશાં પહેલાં ભણેલું સમ્યક સંભારે. જિનકલ્પ લેતી વખતે પુરુષવેદ કે નપુંસકવેદ હોય, પણ પહેલાં લેનારો તો પછી સવેદી કે અવેદી પણ હોય. ઉપશમશ્રેણીમાં વેદ શમાવવાથી અવેદી બને. તે જન્મમાં કેવળજ્ઞાનનો જિનકલ્પવાળાને નિષેધ હોવાથી વેદ ખપાવવાથી અવેદી બને નહિં. તેઓ સ્થિત અને અસ્થિત બંને પ્રકારના કલ્પોમાં હોય છે. આજેલક્ય આદિ દશ કલ્પોમાં રહેલા તે સ્થિતકલ્પી કહેવાય અને શય્યાતર આદિ ચાર કલ્પમાં રહ્યા છતાં આજેલક્ય આદિ છમાં અનિયમવાળા હોય તે અસ્થિતકલ્પ. કહેવાય આચેલક્યાદિ દશ કલ્પો બતાવે છે. વસ્ત્રરહિતપણું, કોઈને પણ માટે કરેલ આધાર્મિત્યાગ, શય્યાતર અને રાજાનો પિંડનો ત્યાગ, પર્યાય પ્રમાણે વંદના, મહાવ્રતો, વડીદીક્ષાથી મોટાનાનાપણાનો વ્યવહાર સવાર સાંજ વગેરે વખત નિયમિત પ્રતિક્રમણ માસકલ્પ અને પુર્યષણાકલ્પ એ દશ કલ્પોને પાલનાર તે સ્થિતકલ્પ તરીકે જાણવા. તેમાંથી કેટલાકમાં રહે તે અસ્થિતકલ્પી જાણવા. તેઓની લિંગમાં ભજના એવી રીતે હોય છે કે અંગીકાર કરતી વખત દ્રવ્ય અને ભાવ બને લિંગવાળા હોય, અને જિનકલ્પ લીધા પછી ભાવલિંગે તો જરૂર હોય. દ્રવ્યલિંગ તો કદાચિત્ વસ્ત્રની જીર્ણતા અથવા ચોરી વિગેરેથી કદાચિત્ વસ્ત્રાદિક ન પણ હોય, પણ તેવા દ્રવ્યલિંગ વગર પણ તેમના ભાવની હાનિ થતી નથી. તેની વેશ્યા વિગેરે-ત્રણ શુદ્ધલેશ્યામાં જ તેઓ કલ્પ અંગીકાર કરે.કૃષ્ણ આદિ લેગ્યામાં અંગીકાર કરે નહિ, પણ જિનકલ્પ લીધા પછી તો કથંચિત્ સર્વલેશ્યામાં હોય, છતાં અત્યંત ખરાબ તેમ જ ચિરકાલ સુધી ખરાબ લેશ્યામાં ન હોય, સામાન્ય રીતે ખરાબ લેસ્થામાં થોડો કાળ જ હોય, કેમકે કર્મોની ગતિ વિચિત્ર છે તેથી અશુભ લેશ્યા આવે તો પણ ઉદ્યમ જરૂર ફળ દે છે કે જેથી અશુભ લેશ્યા થયા છતાં પણ ફરી ચારિત્રની શુદ્ધિ થાય છે. વધતા એવા ધર્મધ્યાનથી જ કલ્પ અંગીકાર કરે છે,