________________
૩૨૫
શ્રી સિદ્ધચક્ર
પ્રશ્નકાર: ચતુર્વિધ સંઘ.
NOરિ BIOMENOL
શાસ્ત્રકાર કહે છે. માત્ર મુહૂર્ણાદિકમાં તે તેરસ ગણાય એ વિશેષ કારણ છે.
પહેલાની
પ્રશ્ન ૯૦૩- પર્વતિથિના ક્ષયે અપર્વતિથિનો ક્ષય કરાય છે. તે શા આધારે ?
તા. ૧૦-૫-૧૯૩૭
સમાધાન-પ્રથમ તો યે પૂર્વા તિથિ: વ્હાર્યાં એ વાક્યમાં પર્વતિથિના ક્ષયે પહેલાની તિથિને જ પર્વતિથિ કરવાનું કહ્યું. તેથી આપોઆપ ક્ષય આવે છે. વળી તત્ત્વતરંગિણીકાર ચોક્ખા શબ્દોમાં જણાવે છે કે ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસે ચૌદશ કરવી અને તે દિવસ તેરસ છે એમ કહેવું જ નહિં. વળી તેરસનો તે દિવસે વ્યપદેશ કરે તેને મૂર્ખ ગણ્યો છે. બીજું તેરસ ચૌદશ ભેગાં ગણીયે તો તિથિનો ભોગ શરૂ થાય ત્યારથી તિથિના નિયમો પાળવાના રહે. આખો દિવસ પાળવાના રહે નહિ. અને તિથિ બેસવા પહેલાં ખાધેલા સચિત્ત આદિની આલોયણ આપવી કે લેવી પડે નહિ. કેમકે તેરસ આદિની બાધા હતી જ નહિ. સૂર્યોદયના પહેલા ભાગથી તે દિને ચૌદશ માનવામાં આવે તો જ આખો દિવસ નિયમ વગેરેનો સંબંધ રહે. અને જો એમ માનીયે તો ચોખ્ખું થયું કે તેરસનો ક્ષય કરવો. વળી તેરસ ચૌદશ ભેગાં હોય કે ચૌદશ ઉદયવાળી હોય તેમાં થયેલી નિયમવિરાધનાનું પ્રાયશ્ચિત સરખું નહિં અપાય. સરખું અપાય તો તેરસ ક્યાં રહી ? પ્રાયશ્ચિત્ત આદિમાં ચૌદશ જ છે એમ ચોખ્ખું
સમાધાનકાર:
કલાત્ર પારંગત અાગમોધ્ધારક_
પ્રશ્ન-૯૦૪ ભગવાન શ્રીમહાવીર મહારાજે પ્રિયમિત્રના ભવમાં કોની પાસે સાધુપણું લીધું ? અને ત્યાં દીક્ષા પર્યાય કેટલો હતો ?
સમાધાન-ભગવાન મહાવીર મહારાજે પ્રિયમિત્રના ભવમાં પાટલાચાર્ય પાસે સાધુપણું લીધેલું છેએમ પ્રદ્યુમ્નસૂરિજી પ્રવજ્યાકુલકની ટીકામાં જણાવે છે. કેટલીક જગા પર તે આચાર્યનું નામ પ્રોષ્ઠિલાચાર્ય પણ જણાવાય છે અને તેમનો દીક્ષા પર્યાય પાંચ કોડવર્ષનો પ્રદ્યુમ્નસૂરિજી જણાવે છે. કેટલીક જગા પર ક્રોડવર્ષનો છે.
પ્રશ્ન-૯૦૫ ભગવાન મહાવીર મહારાજે શ્રીનન્દનના ભવમાં અઢાર પાપસ્થાનક વર્જતાં છઠ્ઠું પાપસ્થાનક રાત્રિભોજન ગણીને વોસરાવ્યું છે અને રિતઅતિને નથી ગણી તેનું કેમ ?
સમાધાન-કષાયો અને રાગદ્વેષમાં રતિઅચિંત આવી ગઈ એમ ગણીને અરિતરિત ન લીધાં હોય અને રાત્રિ-ભોજનની ભયંકરતાથી તે હિંસાને વર્જવામાં આવી જાય છતાં જુદું લીધું હોય તો અસંભવિત નથી.