________________
શ્રી સિદ્ધચક્ર
૨૫૬
ક્ષય કરી તેરસને દિવસે ચૌદશ અને ચૌદશને દિવસે પૂનમ કરી તેની તેની તપસ્યા તે તે દિવસે કરવી. એ જ શાસ્ત્રકારને સંમત છે. જેઓ પૂનમના ક્ષયે પૂનમને ચૌદસના ભેળી કરવા માગે છે તેઓના હિસાબે તો તેસને અડકવાનું કે તેરસનું નામ લેવાની પણ જરૂર નથી. વળી જેઓ પૂનમની પર્વતિથિના ક્ષયે તે પૂનમ પર્વતિથિનું તપ તેરસે કરાવવા માગે છે તેઓએ વિચારવું જોઈએ કે તેરસને દિવસે શું પૂનમનો સૂર્યોદય છે તિથિની સમાપ્તિ છે કે પૂનમનો ભોગવટો છે ? હજી તેરસે ચૌદશનો અને ચૌદશે પૂનમનો સૂર્યનો ઉદય કે તિથિની સમાપ્તિ નથી, છતાં તિથિનો ભોગવટો તો છે. વળી કોઈપણ શાસ્ત્રમાં એવું તો લખાણ છે જ નહિ કે આઠમ અગર ચૌદશની જ તિથિઓ
ઉદયવાળી આરાધવી અને પૂનમ વગેરે માટે ઉદયાદિની જરૂર નથી જો એમ નથી તો માત્ર ચૌદશના ઉદયને પકડી રાખવો અને પૂનમને ઉદય સમાપ્તિ એ બન્ને અથવા સમાપ્તિ અગર ભોગવટો પણ નથી તેવી તેરસને દિવસે નાંખવા ક્યો શાસ્ત્રાનુસારી મનુષ્ય તૈયાર થાય ? કેટલાકો કહે છે કે એ ઉત્તરમાં જે જણાવ્યું છે કે યોવછ્યાં વિસ્તૃતી તુ પ્રતિપદ્યપિ એમ કરી પૂનમનું તપ તેરસે કરતાં ભૂલી જાય તો પડવે પણ કરે. તે ઉપરથી એમ કેમ ન થાય કે ચૌદસને તો ઉદય આદિવાળી છે. માટે પલટાવવી નહિ પણ ક્ષીણ પૂનમનું તપ તેરસે ન થયું તો પડવે પણ કરવું. પણ એવું કહેનારાઓમાં. ચૌદશની ભેગી જ પૂનમ કરી નાંખવી એવું જેઓ કહેનારાઓ અને માનનારાઓ છે તેઓને તેરસ કે પડવો એકકે બોલવાની જરૂર જ રહેતી નથી. તથા ચૌદશને ઉદયવાળી પકડી રાખવી એવું કહેનારાઓને ચૌદશને જ ઉદયવાળી લેવી પણ પૂનમને ઉદયવાળી ન મળે તો સમાપ્તિ કે ભોગવટાવાળી પણ ન લેવી
તા. ૨૬-૩-૧૯૩૭
એવું જણાવનારો કોઈપણ પાઠ નથી મળવાનો. માટે ચૌદશને સ્થિર રાખી પૂનમને તેરસે કે પડવે લઈ જવી એ વાત આ દ્વિવચનવાળા પાઠવાળા પ્રશ્નોત્તરને લીધે સાબીત કરી શકાય તેમ જ નથી. વળી મુખ્યત્વે તેરસે પૂનમ માનવી. અને પછી તેના બીજે દિવસે એટલે પૂનમ પછી ચૌદશ માનવી એવું તો કોઈપણ અક્કલવાળો માની શકે નહિં, કેટલાકો તરફથી એમ કહેવાય છે કે શાસ્ત્રકારે તેરસે ભૂલી જવાય તો પડવે પૂનમનું તપ કરવાનું કેમ કહ્યું ? આ શંકાનો ઉત્તર સહેલો છે અને તે એ જ કે તેરસનો જ્યારે ભૂલી જવાથી ક્ષય ન ર્યો અર્થાત્ તેરસને દિવસે ચૌદશ ન કરી, ત્યારે ચૌદશને દિવસે ચૌદશ કરવી જ પડે, અને જ્યારે ચૌદશ તેરસનો ક્ષય કરવો ભૂલી જવાને લીધે કરવી જ પડી તો પછી તે ચૌદશને બીજે દિવસે
પૂનમનો ક્ષય હોવાથી પડવો જ આવે અને તેથી ચૌદશની પછી આવતી પૂનમનો તપ પૂનમના ક્ષયને લીધે પડવે જ થાય એ સ્વાભાવિક છે. આ ઉપરથી સ્પષ્ટ થયું કે તે તિથિનો તપ કરતો હોય કે ન કરતો હોય તો પણ પર્વતિથિનો ક્ષય કે પર્વનું ભેગાપણું પર્વ કે અપર્વ કોઈની સાથે થાય જ નહિં. વળી પ્રવૃત્તિ તો આખા શાસનને અંગે એક સરખી હોય, ભલે પછી કોઈ તેમાં તપસ્યાથી તિથિની આરાધના કરતો હોય અથવા સચિત્તાદિ ત્યાગથી આરાધના કરતો
હોય અથવા કરતો હોય. આ ઉપરથી સ્પષ્ટ થયું કે જે પર્વતિથિથી વ્હેલાની પર્વતિથિ હોય અને તેવી બીજી પર્વતિથિનો ક્ષય હોય તો તે વ્હેલાની તિથિથી પણ પહેલાની અપર્વતિથિનો ક્ષય કરવો જોઈએ અને તેથી પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય અને વૃદ્ધિએ વૃદ્ધિ કરવાની જે પરંપરા ચાલે છે તે ઉપર જણાવેલ પ્રશ્નોત્તર ગ્રંથને અનુસારે જ છે.
એકવડી પર્વતિથિના ક્ષયમાં જેમ પ્રવૃત્તિમાં