________________
૨૪૮
શ્રી સિદ્ધચક્ર
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
દ્રવ્યનંદીના પ્રસંગમાં જીનેશ્વર ભગવાનની
પૂજાના પ્રસંગમાં ભગવાન ઋષભદેવજીનું પરહિતપણું જણાવતાં ભગવાનની વાર્ષિક તપસ્યાને અંગે ઉદ્યમની પ્રબલતા જણાવી ભવિતવ્યતા અને ભવ્યતાના ખોટા આલંબને નિરૂત્સાહ ન થવા માટે આગળ જણાવવામાં આવ્યું. ધ્યાન રાખવાની જરૂર છે કે પારિણામિકભાવમાં જો કે ભવ્યતાનો એક જ ભેદ જણાવ્યો છે, તો પણ તે ભવ્યતા દરેક ભવ્યોમાં જુદા જુદા રૂપની છે, અને તેથી તે દરેક પ્રાણીની જુદી જુદી ભવ્યતાને તથા ભવ્યતાના ભેદે ઓળખવામાં આવે છે તેથી ભવ્યતાને અંગે જ મોક્ષ જનારા ભવ્યજીવોમાં તેવા તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના અનેક ભેદોનો સમાવેશ પામે છે.
આવું તથાભવ્યત્વ પણ સંસ્કારથી સંસ્કારિત શી રીતે કરી શકાય ? તે સાધન સ્પષ્ટ શબ્દોમાં પૂર્વધર મહારાજા જણાવે છે. જેમકે પુદ્દગલનું પરિણામ જ ઘટપટાદિરૂપે થાય છે અને તે તેનો સ્વભાવ છે છતાં તે પુદ્ગલાદિમાં ઘટપટાદિપણું થવામાં પુરુષપ્રયત્નની જરૂર દરકાર રહે છે એવી રીતે જીવમાં ભવ્યત્વ અને તથાભવ્યત્વ સ્વાભાવિક છે, છતાં પણ તેના પરિપકવપણામાં સાધનોની ખાસ જરૂર છે. કર્મના ઉદયને માટે જેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવની દરકાર આવશ્યકીય છે.
અને તે દ્રવ્યાદિકની દરકાર વગર કોઈપણ કર્મ ઉદયમાં આવી શકતું જ નથી, તેવી જ રીતે ભવ્યત્વના પરિપાકમાં પણ તેના સાધનોની દરકાર રહે એ સ્વાભાવિક છે. ભવ્યત્વ કે તથા ભવ્યત્વના પરિપાક માટે દરેક ધર્મિષ્ઠ પુરુષને આકાંક્ષા થાય એ અસ્વાભાવિક નથી. કારણ કે સાધકસામગ્રીએ
તા. ૨૬-૩-૧૯૩૭
કરીને ભવ્યત્વ કે તથાભવ્યત્વ પરિપકવ થાય તો
જ મુમુક્ષુ એવો ભવ્યજીવ મોક્ષને મેળવી શકે, તેટલા માટે પૂર્વધર મહારાજાએ પંચસૂત્ર નામના પ્રકરણમાં ભવ્યત્વ કે તથાભવ્યત્વને પરિપકવ કરવાનાં સાધનો બતાવેલા છે. સામાન્ય રીતે તે સાધનોની સંખ્યા ત્રણની જ આપેલી છે. પ્રથમ અરિહંત, સિદ્ધ, સાધુ અને જીનેશ્વર મહારાજના ધર્મનું જ શરણ કરવું, તેને લોકોત્તર માનવા, તથા મંગલરૂપ માનવા. બીજા સાધન તરીકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય કે પ્રમાદને લીધે જે જીવને સમ્યક્ત્વ, મૂલગુણ કે ઉત્તરગુણોમાં દોષો લાગ્યા હોય, અગર ધર્મપણાના અંગે કરવા લાયક કાર્યો ન થયાં હોય, ધર્મીઓને નહિ છાજતાં તેમ નહિ કરવા લાયક કાર્યો થઈ ગયાં હોય અને પદાર્થોની વિપરીત પ્રરૂપણા થઈ હોય તે બધાં પાપોની નિંદા જુગુપ્સાદિ કરવાં. જૈનશાસ્ત્રની શૈલી પ્રમાણે અગ્નિભૂતિ ગણધરમહારાજાએ કહેલી વાત જ્યારે વાયુભૂતિજી ગણધરમહારાજના માનવામાં આવી નહોતી પણ શ્રમણભગવાન મહાવીર મહારાજાને તે અગ્નિભૂતિની કહેલી વાતનો ખુલાસો પૂછતાં જ્યારે અગ્નિભૂતિ ગણધરમહારાજના કહેવા પ્રમાણે પદાર્થોનો નિર્ણય થયો, ત્યારે વાયુભૂતિજી તે અગ્નિભૂતિની આગળ તે અગ્નિભૂતિની કહેલી વાતને ચોક્ખારૂપે કબુલ કરી, એટલું જ નહિ પણ પહેલાં અગ્નિભૂતિની વાત કબુલ નહોતી કરી, તેનો સ્પષ્ટપણે ખમતખામણાં કરી શુદ્ધિ માર્ગ લીધો. આ ઉપરથી દરેક ધર્મની વાત કરનાર કે પ્રરૂપણા કરનાર મનુષ્ય સત્યપદાર્થના કથનની પ્રતીતી ન થઈ હોય તેને માટે કેટલો બધો પ્રયત્ન કરીને સુધારો