SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ - ભાદરવા સુદ પાંચમ એ પર્વતિથિ ખરી કે નહિ? - पर्युषणाचतुथ्याः क्षये पञ्चमीस्वीकारप्रसंगेन त्वं व्याकुलो भविष्यसीत्यापि ज्ञेयं श्रीधर्मसागरमहोपाध्याय કાર્તિકઆદિ મહિનાઓની અજવાળી પાંચમને પર્વતિથિ તરીકે દરેક માને છે. પણ ભાદરવા ક સુદ પાંચમને કેટલોક વર્ગ ખોખા પાંચમ ગણી પર્વતિથિ તરીકે પણ માનવાની ના પાડે છે. પરંતુ કે ના ભાદરવા સુદ પાંચમની તિથિ શ્રીસંવચ્છરીપર્વની અપેક્ષાએ ખોખું છે. પણ પર્વતિથિની અપેક્ષાએ , ખોખું નથી, પણ પર્વતિથિ જ છે. ભાદરવા સુદ પાંચમની તિથિને તપગચ્છ અને ખરતરગચ્છવાળા જ બન્ને પર્વતિથિ તરીકે માનતા આવ્યા છે અને તેથી જ જેમ શ્રીહીરસૂરિજી મહારાજે પંચમીના તપાસ આ કરનારા માટે શક્તિ હોય તો ચોથ અને પાંચમનો જ છઠ કરવો એમ જણાવેલ છે, તથા તેમ આ જ પંચમીના તપવાલાને અઠમ કરવો હોય તો મુખ્યતાએ ત્રીજ ચોથ અને પાંચમનો અઠમ કરવાનું છે , આચાર્ય મહારાજાઓએ જણાવેલ છે. અને તેથી સ્પષ્ટ કર્યું છે કે ભાદરવા સુદ પાંચમ સંવચ્છરીની , ને અપેક્ષાએ ખોખું છે, પરંતુ પર્વતિથિની અપેક્ષાએ ખોખું નથી. અર્થાત્ ભાદરવા સુદ પાંચમ પર્વતિથિ છે આ તો છે જ. એવી જ શ્રીધર્મસાગરજી મહોપાધ્યાય પણ ખરતરગચ્છવાળાઓ કે જેઓ ચઉદશના. - ક્ષયે બીજે દિવસે પુનમ અમાવાસ્યાની પર્વતિથિ હોવાથી પુનમ અને અમાવાસ્યાએ પખી માને < < છે (ખરતરવાળાઓ બીજ પાંચમઆદિનો ક્ષય હોય ત્યારે તો પડવાચોથઆદિ પહેલાની તિથિયોનો - ક્ષય માની તે પડવાચોથઆદિના દિવસોએ જ બીજપાંચમઆદિનું આરાધન કરે છે. માત્ર ચઉદસના , * ક્ષયે જ તેરસનો ક્ષય માની તેરશે ચઉદશ ન કરતાં પુનમ અમાવાસ્યાની તિથિયો પર્વતરીકે હોવાથી તે પુનમ અમાવાસ્યાએ પખી માને છે, તેઓને શ્રીધર્મસાગરજી મહોપાધ્યાય કહે છે કે ભાદરવા સુદ ચોથનો જ્યારે ક્ષય આવે ત્યારે તમો અને હમો ત્રીજનો ક્ષય કરી તે ત્રીજને દિવસે ચોથ માની આ સંવર્ચ્યુરી કરીયે છીયે, તો તમારે તો ચોથના ક્ષયે ત્રીજને દિવસે સવચ્છરી ન કરવી જોઈયે. પણ પાણી પુનમની માફક બીજે દિવસે એટલે ભાદરવા સુદ પાંચમ જે તમારે અને તમારે બન્નેને હિસાબે , માટે પર્વતિથિ તરીકે છે, તે ભાદરવા સુદ પાંચમે સંવર્ચ્યુરી કરવાનો અનિષ્ટ પ્રસંગ આવશે. આ અધિકારી % બરોબર તપાસનારો ભાદરવા સુદ પાંચમને પર્વતિથિ તરીકે તો માન્યા શિવાય રહેશે જ નહિં, અને . ભાદરવા સુદ પાંચમ એ પર્વતિથિ છે એમ નક્કી થાય તો પછી બીજી બીજ પાંચમ આદિ પર્વતિથિયોની હું માફક તે ભાદરવા સુદ પાંચમની વૃધ્ધિ પણ ન થાય તેમ ક્ષય પણ તેનો ન જ મનાય. યાદ રાખવું - જરૂરી છે કે ક્ષયે પૂર્વ તિથિ: વેર્યો એ વાક્ય બીજ પાંચમ આદિ બધી જ પર્વતિથિયો માટે છે, અને છે અને વૃદ્ધો તથા એ વાક્ય પણ બધી બીજપાંચમ આદિ તિથિયો માટે છે. (પષ્મી ચોમાસી અને સંવચ્છરીની તિથિયો માટે જ એ વાક્ય છે અને બીજપાંચમ આદિ તિથિયો માટે એ વાક્યો નથી એમ કોઈપણ ભવભીરૂ કહી શકશે જ નહિં.) ટપણે સમજી શકશે કે ભાદરવા સુદ પાંચમ એ પર્વતિથિ છે. એક માટે જેમ આષાઢઆદિ માસની પૂર્ણિમાના ક્ષયે તેરશનો ક્ષય અને વૃદ્ધિએ તેરસની વૃધ્ધિ કરાય છે . છે (તેમાં ચોમાસી ત્રણ આવે છે અને પખી તો ચોવીશ (૨૧) આવે છે, એમ વિચાર કરતો જ નથી.) તેમ સંવછરી એક આવે છે અને પાંચમો બાર આવે છે એવો મનસ્વી ખોટો વિચાર ન કરતાં ભાદરવા - સુદ પાંચમના ક્ષયે ભાદરવા સુદ ત્રીજનો ક્ષય અને તેની વૃદ્ધિએ પણ ભાદરવા સુદ ત્રીજની જ વૃદ્ધિ > કરવી યોગ્ય છે. માટે રવિવારની સંવચ્છરી જેઓએ કરી તે શાસ્ત્રાનુસારી ગણાય. તા.ક. અત્યારે પ્રચલિત અને પ્રસિદ્ધ એવા ગ્રન્થોમાં તિથિના ક્ષય અને વૃધ્ધિની યથાસ્થિત છે સારરૂપે ચર્ચા કરી હોય તો તે માત્ર મહોપાધ્યાય શ્રીધર્મસાગર મહારાજના તત્ત્વતરંગિણી અને આ પ્રવચનપરીક્ષા નામના જ ગ્રન્થોમાં જ છે. અને તેથી જ આ યુગની વારંવાર તિથિની ચર્ચામાં તેઓશ્રીના ML નામે અને તેઓશ્રીના ગ્રન્થોને નામે ચર્ચા વધારે થાય છે. એ તો ચોક્કસ છે કે સ્વમતની બાબતમાં રે ચર્ચા યોગ્ય મતભેદોનો બધો ખુલાસો આ જ સાતસો આઠસો વર્ષોમાં તેઓએ જ કરેલો છે.)
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy