________________
૨૨૯
કાકરણ
આગમોધ્ધારકની અૌધદેશના
શ્રી સિદ્ધચક્ર
ભગવતી સૂત્ર
E
દેશનાકાર
ભગવત નદી સૂત્ર આયારામ
તા. ૨૫-૨-૧૯૩૭
51. આવક
રાજાએ છેવટે ન્યાય પ્રયત્ન કર્યો કે રાજાના હારની ચોરી અને તે ચોરી કરનારો પ્રધાન પોતે! પછી જોવાનું શું હોય ? રાજાએ તરત જ પ્રધાનને ગરદન મારવાનો હુકમ કર્યો ! પ્રધાને ઘણી આજીજી કરી, સાચી વાત જણાવી, પણ રાજાનો હુકમ અવિચળ તે અવિચળ ! હવે પ્રધાને પોતાના પેલા કૃત્રિમમિત્રની સહાય લેવાનો વિચાર કર્યો. તેણે એ પ્રાઈવેટ સેક્રેટરીને કહ્યું ‘ભાઈ ! તું મારો મિત્ર છે, અને અનેક વખતે મેં તને મદદ કરી છે, તો આજે તું મને મદદ કર, અને મને આ દુઃખમાંથી છોડાવ, રાજાને તું કહીશ તો રાજા તારી વાત માન્ય રાખીને મને છોડી મુકશે, માટે તું એ રાજાને કહે કે ગમે તેવો પણ એ પ્રધાન રાજ્યને ઉપયોગી છે અને તેણે વફાદારીથી નોકરી બજાવી છે, માટે તેને ગરદન ન મારતાં તેનો આટલો દોષ માફ કરવો, પેલા પ્રાઈવેટ સેક્રેટરીએ તે વાત કબુલ રાખી, અને તે તેને રાજા પાસે લઈ ગયો. પ્રાઈવેટ સેક્રેટરીએ રાજાની સાથે મળીને આગળથી જ બધી ગોઠવણો તો કરી જ રાખી હતી. પરંતુ બહારથી ડોળ કરતો બોલ્યો, તેણે કહ્યું, “મહારાજ! આ
આગમારક.
આત્માની બાલ્ય યૌવન અને વૃદ્ધાવસ્થા
(ગતાંકથી ચાલુ)
પ્રધાને આપનો મહાભયંકર ગુન્હો કર્યો છે, અને તેથી તે ફાંસીની સજાને લાયક છે, એમાં જરાપણ શંકા નથી. પરંતુ એ રાજ્યનો વફાદાર સેવક હતો. એણે રાજ્યની વફાદારી ભરેલી ચાકરી બજાવી છે, માટે એના આ અકસ્માત બનેલા ગુન્હા તરફ આંખ આડાકાન કરવા અને તેને આટલી વખત દયા લાવીને જીવવા દેવો ! રાજાએ પણ આગળથી સંતલસ કરી રાખ્યા પ્રમાણે કહ્યું, ‘મારો ન્યાય અને મારી સજા એ આ જગતમાં કદી પણ ખુદ ઈન્દ્ર નીચે ઉતરીને આવે તો તે પણ ફેરવી શકતો નથી, પરંતુ આ પ્રાઈવેટ સેક્રેટરી મારો ઘણો જ વિશ્વાસુ માણસ છે અને જ્યારે તે પોતે જ મને અરજ કરે છે ત્યારે તેના દબાણને વશ થઈને જ હું પ્રધાનજીને ફરમાવેલી ફાંસીની સજા મુલત્વી રાખું છું. રાજાએ પ્રધાનની સજા મુલતવી રાખી પરંતુ તે સાથે તેણે પોતાની એક શરત રજુ કરી. આ શરત એ હતી કે પ્રધાને ધીજ કરીને પોતાની સત્યતાની રાજાને ખાતરી કરી આપવાની હતી અને જો એ પરીક્ષામાં પ્રધાન સફળ થાય તો તેને નિર્દોષ માની છોડી મૂકવાનો હતો. પ્રધાને તો આ ધીજની વાત પણ