________________
શ્રી સિદ્ધચક્ર
૨૧૪
તા. ૨૫-૨-૧૯૩૭
ગણાય, વળી તે ક્ષીણ તિથિ પહેલામાં મળેલી છે, તો પણ ક્ષય પામેલી ગણાય છે તેથી યુ। પતિતયા ષવા એમ કહીને ક્ષય પામેલી છઠની સાથેની માધવદિપાંચમ જણાવી. એવી જ રીતે દ્વિતીયાન્તઃ સમાવિષ્ટા, નાયતે પત્તિત્તા તિથિઃ એટલે અવમરાત્રી પડવાની હોય અને તેમાં પેસી જઇને બીજ પતિત એટલે ક્ષીણ તિથિ ક્યારે થાય ? આવો શાસ્ત્રોમાં
.
પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ જણાવે છે કે ભળેલી તિથિને ક્ષીણ તિથિ જ કહેવાય. અર્થાત્ પડવો બીજ ભેળાં છે એમ કહેનારા શાસ્ત્ર અને વ્યવહારથી વિરૂધ્ધ વર્તનારા છે.) વળી ૨૬માં શ્લોકે પત્તિથિસ્તૃિતીયેતિ એટલે ક્ષય પામેલી બીજની તિથિ ક્યારે હોય એમ પૂછ્યું. આ લોકપ્રકાશના અને આવી રીતના જ જ્યોતિષ્ઠદંડક અને સૂર્યપ્રજ્ઞપ્તિના લેખોથી પડેલી ભળેલી મળેલી તિથિને ક્ષીણ તિથિ કહેવામાં આવે છે. આજ કારણથી દુનિયાનાં બધાં પંચાગોમાં ક્ષય પામેલી તિથિની માત્ર ઘડીયો લખી બાકી નક્ષત્રાદિ કોઠાઓમાં શૂન્યો લખવામાં આવે છે. તેમજ એવી સૂર્યના ઉદયને નહિઁ પામનારી તિથિ ભીંતિયાટીપ્પણામાં લખાતી નથી. શાસ્ત્રકારો પણ
જ હોય અર્થાત્ જૈનશાસ્ત્ર પ્રમાણે દિવસ બાસઠ ભાગ પ્રમાણે હોય છે અને તિથિ એકસઠ બાસઠીયા ભાગ જેટલી હોય છે. તેથી કોઇપણ દિવસની બરોબર કોઇપણ તિથિ હોય જ નહિં. લૌકિક પંચાંગોમાં પણ એકેક તિથિમાં ભળેલી જ હોય છે. તો પછી ક્ષીણ તિથિને ભળેલી ગણીને બીજી બધી તિથિઓ વગર ભળેલી અને ચોક્ખી છે એમ સૂચવવું એ સત્ય વદનાર અને લખનારને શોભે જ નહિં, લૌકિક પંચાંગ પ્રમાણે જ તિથિની વૃદ્ધિ હોય છે. જૈનશાસ્ત્ર પ્રમાણે તો એકસઠ બાસઠીયા ભાગ જેટલી જ બધી તિથિઓ હોવાથી બાસઠ ભાગ પ્રમાણે દિવસથી કોઇ દિવસ વધે જ નહિં. અને જૈનશાસ્ત્રો પ્રમાણે તિથિઓની વૃધ્ધિ હોય જ નહિં. જો કે જૈનશાસ્ત્રોમાં અતિરાત્રિ એટલે અધિક દિવસનો અધિકાર ચાલ્યો છે. પણ તે અધિક દિવસ સૂર્યમાસની અપેક્ષાએ છે, અને વ્યવહારથી બહાર છે, માટે વ્યવહાર માસ કહો કે કર્મમાસ કહો એમાં તિથિની વૃધ્ધિ હોય જ નહિં, એટલે લૌકિક હિસાબે વૃદ્ધિ તિથિ સિવાય અને જૈનશાસનને હિસાબે કોઇ દિવસ, દિવસ આખા દિવસ જેટલી તિથિ હોય જ નહિં. અને તેથી સર્વતિથિઓ ભળેલી જ છે. આ ઉપરથી એ પણ નક્કી થયું કે અમુક તિથિને જ ભળેલી તિથિ તરીકે લખવી એ ખોટું જ છે. ભળેલી તિથિ માનવામાં આચારલોપ
યે પૂર્વા તિથિ: હાર્યાં એ વચન કહી સૂર્યોદય
વિનાની તિથિનો ક્ષય જ જણાવે છે. તત્ત્વરંગિણીકાર શ્રી ધર્મસાગરજી મહોપાધ્યાય પણ તિદ્દિપકને પુવ્વતિદ્દી અર્થાત્ સૂર્યોદયને નહિં ફરસનારી તિથિને પડેલી એટલે ક્ષય પામેલી જ તિથિ જણાવે છે, આ ઉપરથી સ્પષ્ટ થશે કે જૈનપ્રવચન અને વીરશાસનને નામે ચાલતાં પત્રોએ જે ભેગી તિથિઓ લખી ભીંતિયાં પંચાંગો કાઢયાં છે. તે શાસ્ત્ર અને વ્યવહારથી વિરૂદ્ધ હોવા સાથે જુઠાં અને લોકોને ધર્મારાધન કરતાં ભ્રમ કરાવનારા છે. ભળતી તિથિ એટલે શું ?
જૈનશાસ્ત્ર અને લૌકિકશાસ્ત્રને જાણનારા સ્પષ્ટ રીતે જાણે છે અને માને છે કે કોઇ પણ દિવસ એવો ન હોય કે જેમાં એકની એક તિથિ
ન
પૂર્વે જણાવ્યા પ્રમાણે તિથિને ક્ષીણ માનવાથી તો કાલની હાનિ નથી થતી તો પછી તિથિયોમાં પણ હાનિ વૃધ્ધિ કેમ થાય એવો પ્રશ્ન થયો અને ચંદ્રમાસ તથા કર્મમાસના ફરકની અપેક્ષાએ તિથિની હાનિ થાય છે એમ જણાવ્યું અને સૂર્યોદયને નહિં પામેલી તિથિને જ પતિત તરીકે સ્પષ્ટ જણાવી છે. આગળ જણાવી ગયા તેમ ક્ષય પામેલી તિથિને ક્ષીણ તિથિ તરીકે નહિં માનતાં ભળેલી તિથિ માનવાનું આ લોકને બીજું કંઇ કારણ નથી. અને