________________
૨૭૯
શ્રી સિદ્ધચક્ર
આગમાંધ્ધારકની અાંધદેશના
દેશનાકાર
ભગવતી સૂત્ર
982
P
સ્વસૂત્ર
10121
શાસ્ત્રકાર મહારાજ ભવ્યજીવોના ઉપકાર માટે જણાવી ગયા છે કે આ જીવ પોતાની જ માલિકીનો ધર્મ હોવા છતાં એ ધર્મનો સદુપયોગ અને દુરૂપયોગ કેવાં પરિણામો નીપજાવે છે તે જાણતો નથી. અથવા તેનો ખ્યાલ રાખતો નથી, પરંતુ આત્મા જ્યારે સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ કરે છે ત્યારે તેને આ બધી બાબતોનો ખ્યાલ કરવાનું હોય છે. તમે જાણો છો કે બાળક રાજકુમાર હોય તે વખતે તેને પોતાના દરજ્જાનું કાંઈપણ જ્ઞાન હોતું . નથી. તે પોતાનું સ્થાન કયું છે ? પોતાનો અધિકાર
તા. ૧૧-૨-૧૯૩૭
*)
આગમોધ્ધારક.
આત્માની બાલ્ય યૌવન અને વૃદ્ધાવસ્થા
આત્માની બાલ્યાવસ્થાનો કાળ, તે આત્માએ કેવી રીતે પૂરો કરવો ઘટે !સારો રાજા પોતાના એક સિપાઈ માટે હંમેશાં ચિંતાતુર હોય છે. સમકીતી જીવ પણ બીજા સમકીતી જીવની સમ્યક્ત્વની રક્ષા માટે તૈયાર જ હોય છે. કાર્ય કરવાની યા દેહ પાડવાની વાત આ શાસનમાં છે જ નહિ. તમારા સમ્યક્ત્વની રક્ષા થાય એટલું જ બસ નથી, પરંતુ દરેક સમકીતીના સમ્યક્ત્વની રક્ષા કરવાની તમારી ફરજ છે. મુનિસુવ્રતસ્વામીનો ભવ્યયત્ન, એકએક ધર્મની જે કિંમત ગણે છે તે જ સાચો ધર્મ છે, અને એવી ધર્મસાધના જ અંતે મોક્ષ આપે છે.
શો છે ? પોતાનાં શત્રુઓ કોણ છે ? તે કાંઈપણ જાણતો નથી. પરંતુ તે છતાં બીજા સરદારો શેઠ શાહુકારો અથવા મિત્રરાજાઓ તરફથી આવેલી ભેટોને તે સ્વીકારે છે, અને એ ભેટો તરફ તે નજર કરે છે. લોકો બીજી ત્રીજી કાંઈ વાત સમજતા નથી અને તેઓ ભેટ સોગાદો ધર્યે જ જાય છે ! આ ભેટ સોગાદોનો અવિરત ચાલુ રહેતો પ્રવાહ જોઈ રાજકુમાર રાચે છે અને એમ સમજે છે કે આ ભેટ અને સોગાદોના આપનારાઓ મને પોતાને ફાયદો કરનારા છે.