________________
Regd. No. 3047
*
પંચપરમેષ્ઠિ (નમસ્કાર) મંત્રનો મહિમા 1 જૈનજનતાનો ગુરૂમંત્ર ક્યો? પંચપરમેષ્ઠિ મંત્ર
સર્વશાસ્ત્રોની અંતર વ્યાપક સૂત્ર કયું? પંચપરમેષ્ઠિ મંત્ર સર્વસૂત્રોને અર્પણ કરતાં પહેલું શું અર્પણ કરાય? પંચપરમેષ્ઠિ મંત્ર ભગવાન ભદ્રબાહુસ્વામી બધી નિર્યુક્તિઓમાં પહેલી નિર્યુક્તિ જે સૂત્રની કરી તે સૂત્ર ક્યું? પંચપરમેષ્ઠિ મંત્ર સૂત્રોની વ્યાખ્યા કરવા પહેલાં ક્યા સૂત્રની વ્યાખ્યા પહેલી કરાય? પંચપરમેષ્ઠિ સકલકાલમાં સર્વક્ષેત્રમાં એક સરખો જ સૂત્રપાઠ જેનો રહે એવું સૂત્ર કયું? પંચપરમેષ્ઠિ સૂત્ર બાર અંગ અને ચૌદ પૂર્વને ધારણ કરનારાઓને પણ મરણ સમયે આરાધના કરવાના સાધનભૂત સૂત્ર ક્યું? પંચપરમેષ્ઠિ સુદર્શન શેઠને તેવી ઉત્તમદશા લાવી આપનાર ભવાંતરનું સાધન કયું? પંચપરમેષ્ઠિ નમસ્કાર સમસ્ત પાપોનો નાશ કરવામાં સમર્થ એવો મંત્ર કયો? પંચપરમેષ્ઠિ મંત્ર રસ્તે ચાલતાં પણ ગણી શકાય એવું સૂત્ર ક્યું? પંચપરમેષ્ઠિ સૂત્ર અપવિત્ર અથવા પવિત્ર બને અવસ્થામાં સ્મરણ કરાય એવું સૂત્ર ક્યું ? પંચપરમેષ્ઠિ મંત્ર સર્વ મંગલોમાં, આઘમંગલ તરીકે ઉચ્ચારણ કરવાનું મંગલ ક્યું? પંચપરમેષ્ઠિ નમસ્કાર
અનુક્રમે વગર અનુક્રમે અથવા અંતથી શરૂ કરીને પણ ગણી શકાય એવું સૂત્ર T ક્યું ? પંચપરમેષ્ઠિ
(જુઓ ટાઈટલ પાનું ત્રીજું)