________________
૧૬૯
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ गुरु ६८१, गुरु ६९०, बेया ६९१, अंतो ६१५, इअ ६९३, एवम् ६९४, ता ६९५,
શ્રીમંત મનુષ્ય જેમ સારા રાજાને છોડે નહિ, તેમ હંમેશા ગુણ થવાના સંજોગથી ચારિત્ર ધન રૂપી ફળને આપનાર ગુરુના ગુણવાળા એવા ગુરુને છોડવા નહિ ગુરુકુળવાસ કરવામાં સારું એવું ગુરુ મહારાજનું દર્શન મળે, મહાનુભાવ એવા ગુરુનો વિનય મળે, બીજા મુમુક્ષુઓને માર્ગનું ભાન થાય, દીક્ષા વખતે કરેલું જે આત્માનું સમર્પણ તે સફળ થાય, અપ્રતિપાદિત એવા પરમવૈયાવચ્ચનો લાભ થાય, ગુરૂમહારાજના બહુમાનદ્વારા ગૌતમ આદિના મહાપુરુષોમાં પણ બહુમાન થાય, તીર્થંકર મહારાજની આજ્ઞાનું પાલન થાય, શુદ્ધ એવા આજ્ઞાદિકની પ્રાપ્તિ થાય, આદરેલા મહાવ્રતોનું સફળપણું થાય, તે મહાવ્રતોના સફલપણાથી ઉત્કૃષ્ટો પરોપકાર પણ થાય, અને પ્રાયે નિર્મળ એવા એ આત્માને શિષ્ય સંપત્તિ પણ શુભ થાય, એવી રીતે શુદ્ધમાર્ગને પામેલો સાધુ જન્માંતરે પણ શુદ્ધમાર્ગને જરૂર પામે અને તેથી જરૂર શાશ્વત અવ્યાબાધ એવો મોક્ષ થાય, જે માટે એવી રીતે જે ગુરુકુળવાસ તે મોક્ષનું કારણ છે તે માટે ગૌતમસ્વામી વિગેરે તે ભવે મોક્ષે જનારા મહાપુરૂષોએ પણ તે ગુરુકુળવાસ સેવ્યો છે. માટે પોતાના સંસારીકુળને છોડીને કુલીન એવા સાધુ આચાર્ય મહારાજની સેવાને જરૂર આદરે, પણ એમ નહિ કરવાથી બંને કુળનો ત્યાગ થાય છે અર્થાત્ સંસારી કુલ છોડ્યું તેનું ફલ ન મળવાથી બને ફુલો છુટ્યાં, તે બને કુલ છુટવાથી તે જરૂર અનર્થને પ્રાપ્ત થાય છે. હવે ગચ્છવાસથી થતા ફાયદા કયા છે તે કહેવા માટે જણાવે છે -
गुरु ६९६, केसिं ६९७, एमेव ६९८, अण्णो ६९९, सारण ७००, सीसो ७०१, नणु ७०२, सच्च ७०३, मोत्तण ७०४, एवं ७०५,
ગુરુનો જે પરિવાર તે ગચ્છ કહેવાય, તે ગુરૂના સમુદાય રૂપ ગચ્છમાં રહેવાવાળાને દરેક પ્રકારના વિનયનો પ્રસંગ મળવાથી અત્યંત નિર્જરા થાય, તેમજ પરમકૃપાળુ આચાર્યાદિ મહાપુરૂષો તરફથી દોષના સ્મરણ આદિ થવાથી અજ્ઞાન અને પ્રમાદથી એક વખતે થઈ ગયેલા દોષોની ફેર પ્રાપ્તિ થતી પણ અટકે, આચાર્યાદિકને વિષે મહાનુભાવોનો જે વિનય થતો હોય તે દેખીને નવદીક્ષિતો પણ તે વિનયને કરતાં શીખે, તથા કર્મક્ષયને કરાવનાર સુયોગોનો નાશ થતો હોય તો તે ભાગ્યશાળી આચારને સંભાગ પણ આપી અટકાવે તેમજ અહિતની પ્રવૃતિ થતી હોય તો તે ભાગ્યશાળીયો નિવારણ પણ કરે, તેમજ હિતકારી એવા સમ્યગદર્શનાદિ કાર્યોમાં પ્રેરણા પણ કરે, એવી રીતે ગુરૂના સમુદાયરૂપી ગચ્છમાં વાસ કરવાથી સ્વ અન પર બન્નેને ફળની પ્રાપ્તિ છે. માંહોમાંહેની અપેક્ષાએ પણ તે તે શુભકાર્યોમાં વર્તે તો પણ ગચ્છવાસી જરૂર મોક્ષ સાધનારો થાય છે, તેમ છતાં પણ કોઈક ગચ્છને છોડી દેવાની પણ જરૂર પડે છે તે છોડવા લાયક ગચ્છ જણાવે છે. જે ગચ્છ સ્મારણ આદિ વિનાનો હોય, ગુરુના ગુણથી હીન હોય, એવા ગચ્છને સંસારી કુટુંબ છોડનારે સાધુસૂત્રની વિધિએ છોડી દે. શિષ્ય ગુરુભાઈ, કે એકગણવાળો એવો સાધુ તે કાંઈ સુગતિએ લઈ જતા નથી, પણ તેમાં જો જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ જે નિર્મળ છે તો તેજ સદગતિનો માર્ગ છે, કોઈ કહેશે કે ગુરુપરિવાર તે ગચ્છ છે, તો ગુરુકુળવાસ