________________
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
શરીર નમાવીને અત્યંત ભાવનાવાળો એવો શિષ્ય જો સમવસરણમાં પોતાની મેળે ફરે તો તે શિષ્યને અને ગચ્છને બન્નેને જ્ઞાનાદિકની વૃદ્ધિ થાય ! સાધુને આચાર્ય ઉપાધ્યાય એવી બે દીશાઓ અને સાધ્વીને આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તની એમ ત્રણ દિશા જાણવી. (દિશાબંધ દિગ્બધ કરાય છે, તેનો અર્થ એવો છે કે તેઓની આશામાંજ વર્તવું) વડીદીક્ષાને દહાડે આંબેલનીવી વિગેરે યથાયોગ્ય તપોપધાન કરાવવું, અને તે વડીદીક્ષા થયા પછી શિષ્યને માંડલીમાં પ્રવેશ કરાવવાનાં સાત આંબેલ જરૂર કરાવવાં. પછી પણ તે દીક્ષિતનો ભાવ જાણીને, વિધિથી અનેક પ્રકારે ઉપદેશ કરવો, અને જો પરિણમેલો લાગે તોજ માંડલીમાં પ્રવેશ કરાવવો. નહિં પરિણામ પામેલાને માંડલીમાં પ્રવેશ કરાવવામાં આજ્ઞાવિરાધનાદિક દોષો જાણવા. જે શિષ્યની વડીદીક્ષા ન થઈ હોય તેમજ માંડલીના સાત આંબેલ ન કર્યાં હોય છતાં તેની સાથે જે કોઈ સાધુ ભોજનઆદિક વ્યવહાર કરે તે સાધુ મર્યાદાને વિરાધક કહેલો છે. તેટલા માટે સંસારથી બચાવનાર ઉત્કૃષ્ટ એવી શાસનની મર્યાદા જાણીને પરિણમેલા શિષ્યને જ મંડલીમાં યથાવિધિએ પેસાડવો. હવે વ્રતોને પાળવાના ઉપાયો કહે છે :
૧૬૮
ગુરુ ૬૭૮, નન્હેં ૬૭૧, તર્ફે ૬૮૦, નોળિ ૬૮o, તન્હેં ૬૮૨, સુસ્સા ૬૮૩, મેવ ૬૮૪, સિ ૬૮૯, વિત્ત ૬૮૬, ગુરુ ૬૮૭, તન્હા ૬૮૮,
ગુરૂ', ગચ્છ, વસતિ, સંસર્ગ', ભક્ત, ઉપકરણ, તપ, અને વિચારોમાં તેમજ ભાવના, વિહાર॰, યતિકથા, અને સ્થાનમાં, વ્રતવાળો સાધુ પ્રયત્ન કરે અને એમ કરવાથી તે સાધુને નિરાબાધપણે વ્રતો પાળવાનું બને તે દ્વારોમાં જે પહેલું ગુરુદ્વાર કહ્યું છે તે જણાવે છે, જેમ કોઈક પ્રકારે ભાગ્યયોગે કોઈકને ઘણું દ્રવ્ય મળેલું હોય તો પણ તે શહેરનો સારો રાજા ન હોવાથી' તેમજ દુષ્ટજનોમાં રહેવાનું થવાથી તથા લક્ષણરહિત ખરાબ પાડોશવાળા ઘરમાં રહેવાથી જુગારી આદિની ખોટી સોબતથી જીભ વશમાં નહિં ટકવાના કારણથી વિરુદ્ધ ભોજન કરે તેથી લક્ષણરહિત ને નિન્દ્રિત એવી વસ્ત્રાદિથી, અજીર્ણમાં ભોજન કરવાથી ખરાબ વિચારોથી અશુભ પરિણામોથી અયોગ્ય સ્થાને ફરવાથી°, વિરુદ્ધ વાતોથી' પાપનો ઉદય થઈ જાય ને તેથી ધનવાનનું ધન લોકોમાં પ્રગટપણે નાશ પામે છે, અને સારા રાજા આદિનો યોગ હોય તો તેમના પ્રભાવથી તે આલોક અને પરલોકમાં સુખ દેનારૂં ધન થાય, અને તે નિર્મળ રીતે વધે છે. એવી રીતે ચારિત્રરૂપી ભાવદ્રવ્યને માટે પણ સમજવું, પણ ચારિત્રના અધિકારમાં સુસ્વામી જન અને શુદ્ધ વર વિગેરે જાણવા, કેમકે વિશુદ્ધકાર્યોવાળા, ચારિત્રનું કારણ અને શાસ્ત્રાવિધિ આરાધવામાં તત્પર એવા એ આચાર્યાદિના પ્રભાવથી નક્કી ચારિત્ર વૃદ્ધિ પામે છે, જો કે ભાગ્યયોગે સુસ્વામી વિગેરે ન હોય તો પણ દ્રવ્યની વૃદ્ધિ કોઈકને થઈ પણ શકે, પણ આજ્ઞાના વિરાધન અને આરાધનથી અશુભ અને શુભ ફળ થવામાં તેમ કોઈપણ પ્રકારે અનેકાંતિકપણા માટે સંદેહ નથી. જે માટે આચાર્ય આદિકમાં પ્રયત્ન કરવો એવી ભગવાનની આજ્ઞા છે. તેથી આચાર્ય આદિનો પ્રયત્નો નહિં કરવામાં દોષો છે, અને પ્રયત્ન કરવામાંજ ગુણો છે, માટે નિર્મળપરિણાવાળો અને ચારિત્રનો અર્થ સાધુ તીર્થંકરની આજ્ઞાને આરાધતો ગુરુઆદિની આરાધનામાં વિધિથી જરૂર પ્રયત્ન કરે ! ગુરુદ્વારમાં જ વિશેષથી જણાવે છે કે -