________________
૧૪૬
જાન્યુઆરી-૧૯૩૭
ફરતી ફરે છે, પરંતુ તેનું ધ્યાન એક મીઠાઈ ઉપરજ હોય છે, તે જ પ્રમાણે સમકીતી પણ હંમેશાં ક્ષયોપશમના મુદ્દાવાળો જ હોય છે, પ્રથમ વસ્તુ તરીકે એનું લક્ષ જ ચારિત્રમાં હોય છે, કીડી મીઠાશ મેળવવાના હેતુથી કુંડાળાની આસપાસ ભમ્યા કરે છે, તે જ પ્રમાણે સમકીતી જીવન દૃષ્ટિ પણ મોક્ષ તરફ જ રહે છે. કીડી સાકરનો દાણો મેળવવા કુંડાળાની ચારે તરફ ફરતી ફરે છે. ત્યારે એવો
ગણતરી બાંધતો નથી. કીડી પોતે આટલું ચાલી છું એવી ગણતરી નથી ગણતી, પરંતુ આટલું બાકી રહ્યું છે એવી જ ગણતરી ગણે છે તે જ પ્રમાણે સમકીતી પણ પોતે જેટલી પ્રાપ્તિ કરી છે, તેનો વિચાર કરતો નથી, પરંતુ હજી મોક્ષ આટલા અંતરે છે. એજ તે વિચારે છે. અને એ અંતર વિચારીને તે દિશાએ જ પ્રયત્ન કરવામાં જ તે કર્તવ્ય માને છે. એ વૃત્તિજ હંમેશાં દરેકે રાખવી ઘટે છે, કીડી વિચાર કરતી નથી કે મેં આ માર્ગમાં આટલું અંતર...મીઠાશનાં કુંડાળામાં ઘુસવા માટે જેમ સતત પ્રયાસ કર્યા જ કરે છે તે જ પ્રમાણે સમકીતી જીવ પણ ક્ષયોપશમના કુંડાળામાં ઘુસવાના જ વિચારવાળો હોય છે. આ દૃષ્ટિએ જ્યારે આપણે વિચાર કરતા થઈશું ત્યારેજ આપણને લોકોત્તર દૃષ્ટિએ ધર્મનું મૂલ્ય સમજાશે તે વિના લોકોત્તરદ્રષ્ટિએ ધર્મનું મૂલ્ય સમજાવાનું નથી. અને ધર્મનું મૂલ્ય સમજાયા વિના આપણે ઉત્તમ ધર્મને કદાપિ પણ પામી શકવાનાયે નથી.
કાપ્યું છે. તે એવો જ વિચાર કરે છે કે મારે હજી તો આટલો પંથ કાપવાનો બાકી છે, અને હું એટલો પંથ કાપીશ ત્યારે જ મારી ફરજ પૂરી થશે.
શ્રી સિદ્ધચક્ર
સમકીતી જીવની દશા એજ પ્રમાણે હોવી જોઈએ, સમકીતીને કેવળજ્ઞાન પામવામાં જેટલી ઓછાશ હોય તે ઓછાશ બદલ જ તેને ખેદ થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિનો આનંદ તેને જરૂર થવા પામે છે, પરંતુ તે આનંદ ઉપર જ તે પોતાની