________________
૧૩૨
ઉધમવાદ એટલે શું ?
જગતમાં હિસાબની રીતિ એક સરખી હોય છે છતાં પણ જેમ જમેની બાજુના અને ઉધારની બાજુના હિસાબોમાં અધિકાર અને ન્યૂનતાને અંગે જોખમદારી અને જવાબદારી જુદા જુદા રૂપે છે, એવી રીતે ઉદ્યમવાદ એ પણ જરૂરી વસ્તુ છતાં જેઓ આરંભ પરિગ્રહ તથા વિષયકષાયોની પ્રવૃત્તિમાં કર્મનો ડર ન રાખે અને કેવલ ધમાલમાં જ જીવન કાઢે, તેવા લોકો ઉદ્યમવાદને મોખરે ચડે અને રહે તો પણ તેમાં તેઓની ભવોભવ રખડવાની જવાબદારી વધતીને વધતી ચાલ્યાં કરે છે. યાદ રાખવું જરૂરી છે કે હિસાબની રીતિને નહિ જાણનારો મનુષ્ય ઠગાઇને ખોઇને પોતાની પૂંજીને બરબાદી કરે છે તેવી જ રીતે બલ્કે તેથી ખરાબરીતિએ હિસાબને જાણવાવાળો છે તો પણ દેવાદારીમાં ડૂબનારો મનુષ્ય પણ મીલ્કતની બરબાદી કરવાવાળો જ થાય છે. એમાં એટલા પ્રકારનો ફરક પડે છે કે તે હિસાબને ન જાણનારા ઉપર કોઇપણ સમજુને કે સરકારને પણ દયા ખાવાનો વખત આવે છે. પણ હિસાબને જાણનારો છતાં પારકી રકમો લાવી ખાનારો કે ખોટો હિસાબ ખતવનારો દયાને પાત્ર પણ રહેતો નથી. તેવી રીતે અહિં પણ જેઓ કદાચિત્ કોઇ સંસર્ગની શૂન્યતાને લીધે કે સમજણની ખામીને લીધે ભવિતવ્યતાના કે દૈવના વાદમાં પડેલો જીવો મોક્ષ મેળવવા મથનારા અને પરોપકારને માટે કટીબદ્ધ થયેલા મુમુક્ષુજીવોને દયા પાત્ર બને છે અને તેથી તેવા અણસમજુ ભવિતવ્યતા અને કર્મ કે દૈવવાદવાળા જીવોનો ઉદ્ધાર કરવાને પ્રયત્ન કરે છે અને તેમના ઉપર આવેલી દયાને સફલ કરી તે ભદ્રકજીવોને મોક્ષમાર્ગે પ્રયાણ કરવા કટીબદ્ધ કરે છે. અને ગોશાલામતથી વાસિત થયેલા એવા અનેક ત્યાગી અને ભોગી જીવો ભગવાન જિનેશ્વરોના ઉત્થાન આદિના માર્ગમાં આવ્યા અને મોક્ષમાર્ગમાં કટીબદ્ધ થયા પણ છે. પરંતુ જેઓ આત્મા સુકૃત દુષ્કૃત
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
સદગતિ દુર્ગતિ અને મોક્ષને ન માનતાં માત્ર વર્તમાનમાં જેમ ‘આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા' એવું કહેનારા નાસ્તિકો થઇ કેવલ પૌદગલિકપદાર્થની જ નિગડમાં જકડાઇ જાય છે, અને કંચન કામિની કુટુંબ અને કાયાની ક્યારીમાં કચડાઇ પડે છે, તથા મોજમઝા અને એશ આરામમાં મશગુલ બને છે, તેવા ઉદ્યમવાદિયો જેવા નાસ્તિકો તો પ્રભુમાર્ગમાં આવવાને ઘણા ઓછાં જ ભાગ્યશાળી બને છે. આ હકીકત સમજાવવાનું કારણ એ છે કે ઉદ્યમવાદનો એ અર્થ તો ન જ કરાય કે જેઓ પાપ અને દુર્ગતિને દેનારાં કર્મોથી ડરનારા છે તેઓ કર્મવાદી છે અને તેવાઓને માટે ભગવાનશ્રી હરિભદ્રસૂરિજી અર્ધપુદગલપરાવર્ત કે એક પુદ્દગલપરાવર્તથી અધિક સંસાર છે એમ જણાવે છે. કેમકે સંસારસમુદ્રથી પાર પામવા અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે પાપભીરૂપણું અને દુર્ગતિનો ભય તો પહેલે નંબરે જરૂરી છે. પણ દૈવ વાદ કે ભવિતવ્યતાનો જે નિષેધ કરવામાં આવ્યો છે તે જેઓ મોક્ષનાં સાધનો માટે ઉદ્યમ ન કરવા માટે અથવા ઉદ્યમના નિષેધના માટે દૈવ કે ભવિતવ્યતાને આગળ કરે છે તેઓને સમજાવવા માટે છે. મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે તો ઉદ્યમવાદો અને ઉત્થાનાદિની જરૂરીયાત તો પંચ પરમેષ્ઠિના પદો ઉપરથી સમજી શકાય તેમ છે. કેમકે દેવન્દ્રાદિકોએ કરેલી પૂજાને અંગે તેમજ ઘાતિકર્મોનો સર્વથા નાશ કર્યો અને તે ઘાતિકર્મના નાશને માટે જ જેઓએ શાસનની સ્થાપના કરેલી છે એવાઓને જ અરિહંત કહેવાય છે. ભગવાન સિદ્ધમહારાજાઓ તો ખુદ સમ્યગ્દર્શન જ્ઞાન અને સમ્યક્ચારિત્રના પ્રભાવે જ શ્રી સિદ્ધપદને પામી શક્યા છે. વળી શ્રી સિદ્ધપદને પામવાવાળા જીવો હોય છે તેઓ મહાપ્રયત્નથી થવાવાળા સમુદ્દાતને કદાચિત્ ન પણ કરે, તો પણ અપ્રતિમવીર્યોલ્લાસથી જ થનારા એવા કર્મોને સરખો કરવાના પ્રયત્નરૂપ આવર્જીકરણ કર્યા સિવાય તો કોઇપણ જિનેન્દ્ર કે અજિનેન્દ્ર