________________
૧૨૮
શ્રી સિદ્ધચક્ર
Sy
ભગવાન શ્રી ઋષભદેવજીની તપસ્યાની
પરાકાષ્ઠા
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
ઉપર જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રી ઋષભદેવજી જન્મથી ત્રણે અપ્રતિપતિત જ્ઞાનોવાળા અને દીક્ષા લીધા પછી અપ્રતિપતિત એવા ચારે જ્ઞાનવાળા ઇન્દ્રનરેન્દ્રના સમુદાયથી પૂજાયેલા ચરમ શરીરવાળા એવા હતા, છતાં સંસારસમુદ્રથી જલદી ઉતરી જવાની ઇચ્છાવાળાએ તપસ્યા તરફ જબરદસ્ત ઉદ્યમ કરવાની જરૂર છે. એમ ધારી તેઓએ તપસ્યા તરફ પ્રયત્ન જારી રાખ્યો. ભાવિ કે ઉધમ.
આ સ્થાને કેટલાક બિચારા જીવો ભાવનાએ ઉત્તમતા ધારણ કરવાવાળા છતાં સંસળીરૂં વિટ્ટો
ના ન્યાયને ચરિતાર્થ કરવા માટે હોય નહિં તેમ અન્ય ક્રિયાકાંડના કટ્ટાદુશ્મન અને ભવ તરવાના નિષ્કલંક સાધનભૂત તપસ્યાને તરછોડવા તૈયાર થનારા એવા દૂરભવ્ય કે ભવાભિનંદી જીવોનો યોગ મળે છે અને તેને લીધે બિચારા ક્રિયા વ્રત નિયમ અને તપસ્યાથી ત્રાસ પામી જાય છે, અને તે સંસર્ગવાળા તરફથી શિખવાયેલ વાક્યોને ઓઠા તરીકે આગળ ધરી ક્રિયા અને તપસ્યાથી ખસી જાય છે અને તપસ્યા કરવાથી બેનસીબ રહે છે.
જાન્યુઆરી-૧૯૩૭
રહેલાઓને પણ ખસેડવામાં જ પોતાનું શ્રેય ગણનારા મનુષ્યો એવા ક્રિયા અને તપમાં આવેલા અથવા જેને આવવાનો સંયોગ થાય એમ છે તેઓને આ તો દ્રવ્ય ક્રિયા છે એમ ભરમાવી માર્ગથી દૂર
કરી નાંખે છે. તેમાં જ્યારે બીજા તરફથી જણાવવામાં આવે કે જે મનુષ્ય બીજાના ભાવની સ્થિતિ જાણી શકે નહિં. ત્યાં સુધી ભાવની સ્થિતિ નથી એમ જાણી કે કહી શકે જ નહિં. અને ભાવની સ્થિતિના અભાવને જાણ્યા વિના ભાવના અભાવને ન જાણી શકાય, તેથી બીજાઓ આત્મકલ્યાણની દૃષ્ટિથી ક્રિયા નથી કરતા અથવા પૌદગલિક દૃષ્ટિથી જ તપ અને ક્રિયા વગેરે કરે છે એમ કહેવાનો અનતિશયજ્ઞાનવાળાનો હક જ નથી અને તેવો અનઅતિશય જ્ઞાનવાળો છતાં એવી દ્રવ્યપણાની છાપ મારે તે કેવલ શ્રી જિનશાસનને નહિં માનનારો અને નહિં જાણનારો છે એમ સમજવું.
વળી દ્રવ્યક્રિયા એ એક એવી ચીજ છે જે
ભાવક્રિયાને લાવનારી છે. શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ભાવથી શૂન્ય દ્રવ્ય હોય તે જ ભાવથી યુક્ત દ્રવ્યપણે પરિણમે છે. ક્રિયાની અપેક્ષાએ પણ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે જ્યારે અનન્તી વખત દ્રવ્યથી ધર્મની આરાધના થાય છે ત્યાર પછી જ ભાવ ધર્મની પ્રાપ્તિ થાય છે. તેમજ વ્યવહાર પ્રવૃત્તિ તો આખી દ્રવ્ય ઉપર જ આધાર રાખે છે, અને તેથી જ નૈગમાદિ ત્રણ નયોની માન્યતા જ ભાવને માટે નથી. શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે નામાકૃતિયં ટ્ટિયા
માર્ગથી ખસી ગયેલા અને માર્ગમાં અર્થાત્ નૈગમ સંગ્રહ અને વ્યવહાર એ ત્રણે નયો
કેવલ નામ સ્થાપના અને દ્રવ્યને જ માનનારા છે. વળી બીજી વાત એ પણ ધ્યાનમાં રાખાવની છે કે વર્તમાનકાલમાં સૂત્રોની કે તેના પદાર્થોની વ્યાખ્યા નયોદ્ગારા કરવાની નથી. કેમકે આવંત અન્નવયજ્ઞ એ વાક્યથી ભગવાન વજસ્વામીજી સુધી જ દરેક