SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ ૧ ૧ ૩ શ્રી સિદ્ધચક્ર まずそそそそそそそ સમાલોચના શ્રી ભગવતીજી સૂત્રના અન્ત્યભાગની બે ગાથા ગણધરકૃત અને ત્રીજી જ અનિયમિત એમ ઠરાવવાનો લેખ ફલીભૂત ન થયો તેના પછાડા ખોટા ન મારો. શ્રી અભયદેવસૂરિજી ભગવાન સુધર્મસ્વામી કે શ્રી દેવર્ધિક્ષમાશ્રમણને લેખકગણે એ કલ્પનાની જ બલીહારી છે. વિશેષ ખુલાસા રૂબરૂ. (હીરાલાલ) જો તમારા પ્રભુ અને ઉ૦ ક્ષાવિજ્યજી તમોને જાહેર રીતે પ્રતિનિધિ તરીકે નીમે તો તમોને ફાગણસુદમાં પાંચ આચાર્યની હાજરીમાં ઉત્તર અપાશે. પરંપરા ખોટી તમારે ઠરાવવાની છે. તે ધ્યાનમાં રાખવું. તિથિ ક્ષયવૃદ્ધિનો પાઠ દ્વાશમાસાનાં મધ્યે षट् तिथयो न्यूना अपि अधिका न भवन्ति અર્થાત્ કર્મમાસમાં જૈનોના ટીપ્પણાને અનુસારે બાર માસમાં છ તિથિઓ ન્યૂન પણ હોય, પરંતુ અધિક ન હોય, ધ્યાન રાખવું કે અવમરાત્ર ચંદ્ર અને કર્મમાસને અંગે છે, અધિક-અતિરાત્ર તો ચંદ્ર, સૂર્યમાસને અંગે છે. પણ કર્મમાસને અંગે નહિં, અતિરાત્ર · જો કર્મમાસમાં લે તો યુગમાં બે માસ વધવાના રહે નહિં. તેમિ સહિયં ન પશ્ર્વિયં ોફ એ ગાથા અને એવી બીજી ગાથાઓ પુનમીયામતવાળાએ કલ્પીને જ્યોતિષકદંડકમાં ઘાલી દીધી છે, એનો પણ જેને ખ્યાલ નથી તેવા મનુષ્ય ચતુર્દશીના ક્ષયે તેરસે પક્ષી કરનારને વખોડે અને વૈયાકરણપાશ કહે એમાં નવાઇ શી ? ૪ ૫ ૬ ૭ ૧ તા. ૨૮-૧૨-૧૯૩૬ એ લેખ ઉપરથી જ સાબીત થાય છે કે તે વખતે વિદ્વાનો તો પૂનમની ક્ષયે તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ જ કરતા હતા. તેઓ વ્યાકરણ પ્રમાણે અર્થ જ કરનારા હોવાથી ઓઘડદાશ તૈયારળવાશ કરીને નવાજ્યા છે. આશ્ચર્યની વાત છે કે પ્રત્યાખ્યાન માત્રને અંગે તિથિના ઉદય કે સમાપ્તિ માની તેરસે અને પડવે પૂનમ માનવા તૈયાર થવાય છે. બે સાથે પર્વતિથિઓ ન હોય તે પ્રસંગનું લખાણ બે સાથે પર્વ હોય તેની ચર્ચામાં જોડાય નહિં. તસ્યા અવ્યારાધનું કહે છે તયોારાધન નથી કહેતા. તેરસે પૂનમ તપ કે ચૌદશે એ બેમાંથી એકનો નિશ્ચય કરાશે. તો અસ્તોવ્યસ્ત કે વિતંડાવાદ નહિ કહેવાય. リ જૈનશાસ્ત્ર પ્રમાણે તિથિ કે પર્વતિથિની વૃદ્ધિ થાય છે એવી માન્યતા છે નહિં અને હતી પણ નહિં. જુઠાં હાંકવાની ટેવની હદ કઇ? શ્રીમાન્ કલ્યાણવિજ્યજીએ પણ ક્ષયની જ વાત લખી છે. અને લૌકિક ટીપ્પણાથી ક્ષયને વૃદ્ધિ બન્ને મનાય છે, ને તેથી જ ભીંતીયામાં તેવે પ્રસંગે પૂર્વની અપર્વતિથિનો ક્ષય અને વૃધ્ધિ કરાય છે. જૈનશાસ્ત્ર અને પરંપરાથી તમારાં ટીપ્પણાં ખોટાં અને લોકોને ધર્મા રાધનમાં ભમાવવાના કાર્ય સિવાય બીજું કાર્ય કરનારાં નથી. (જૈનપ્રવચન)
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy