________________
શ્રી સિદ્ધચક્ર
૧૧૫
સ્વાભાવિકપણે ઝેર ઉતર્યું અને એ બચી ગયો. હવે રક્ષક દવા આપનાર ઝેર આપનાર ? ઝેર દેનારની ક્રિયા અનુકૂલ ભલે પડી ગઇ પણ મન ક્યાં હતું ? આકસ્મિક સંયોગોમાં મન તથા વર્તનમાં ફેરફાર થાય ત્યાં બંધ મોક્ષનો આધાર મન પર સમજવો. આ ઉપરથી એમ પણ નહીં સમજવાનું કે વિચાર સુધારવા અને વર્તન ગમે તેમ રાખવાનું કહ્યું. વર્તન સાથે વિચાર જરૂર સુધારો ! મનમાં વિચારો પણ ક્યાંથી આવે છે ?
મન પણ વર્તન ઉપર જાય છે, જીંદગીમાં નહીં સુંઘેલ, નહીં દેખેલ પદાર્થનો કોઇ વિચાર કદી આવે છે ? નહીં, સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ આ પાંચના જ વિચારો આવે છે. ખરો આત્મામાં રંગ કરનાર તો ઇંદ્રિયો છે, જ્યારે મન તો રોગોનું રૂપ છે. તંદુલીયામત્સ્યને રસનાનો વિચાર ન હોત તો સાતમીનું આયુષ્ય ક્યાંથી બંધાત ? ત્યાં ઇંદ્રિયે ચિત્રામણ કર્યું છે, મને એને મજબુત બનાવ્યું છે, પાંચે ઇંદ્રિયોમાં રસનાને જીતવી વધારે કઠીન છે,
તા. ૨૮-૧૨-૧૯૩૬
કેમકે બાકીની બધી ઇન્દ્રિયોનો આધાર રસના ઉપર છે. બીજી ઇંદ્રિયોથી ધર્મ કરવામાં જેટલી આડખીલી નડે છે તેના કરતાં સેંકડો ગુણી આડખીલી રસનાથી નડે છે. સંકલ્પો ઇંદ્રિયોના વિષયો સિવાય થતા જ નથી. રસનાથી લીધેલા ખોરાકનો જેમ વિભાગ પડે
છે, તેવી રીતે આત્માએ લીધેલા કર્મપુદગલોના વિભાગ ઇંદ્રિયોના વિષયોના વિચારો આદિથી છે, પડે સાતથી આઠ કર્મોના વિભાગ પડે છે. આ જીવ આવી રીતે દરેક ભવમાં કર્મ બાંધે છે. જેમ ઉંદરનું કરડવું ફૂંકી ફૂંકીને થાય છે તેથી મનુષ્ય જાગતો નથી, તેમ આ જીવને દરેક કુટુંબકબીલો વિગેરે બાહ્ય (પૌદગલિક) પદાર્થો સુખરૂપ ભાસવાથી એમાં એ પ્રવર્તે છે, પણ સરવાળે શૂન્ય રહે છે. ખાતાવહી મોટી પણ સરવૈયામાં બંન્ને બાજુ મીંડાં? દરેક જન્મમાં આવી શૂન્ય પરિણામવાળી ખાતાવહી કેમ કરી ? અનાદિકાલથી સુખની ઇચ્છા છતાં સુખના આભાસમાં કેમ પ્રવર્તો ? એ બધું તપાસાય, વિચારાય, અને ભૂલેલી દિશા પલટાય તો કામ
થાય.
(જુઓ ૧૧૬ પાનાનું અનુસંધાન) ખરો ? કહેવું જોઈશે કે જ્યાં સુધી આરંભપરિગ્રહમાં રહેલો હોય છે ત્યાં સુધી ધર્મકથા આદિના પ્રસંગે તે અબ્રહ્મ અને પરિગ્રહને અનિષ્ટ અને પાપસ્થાનક તરીકે સાચા મનથી કહે છે ગણાવે છે અને ગણે છે, છતાં તે અબ્રહ્મ અને પરિગ્રહના પ્રસંગ વખત એક રૂંવાડે પણ અનિષ્ટતા ભાસતી નથી. જો કે તે જ ગૃહસ્થ સમ્યક્ત્વને પ્રભાવે આશ્રવાદિને માનવાવાળો છે, પણ તેની વિચિત્ર પ્રવૃત્તિને લીધે તે મોહાધીન થઈ જાય છે, અને તેથી તે હિંસાદિક પાપોને પાપ તરીકે માનવાની હકીકત પોથીમાંના રીંગણાં જેવી કરી નાંખે છે. વિચાર કરનાર દરેક સગૃહસ્થનું વિચાર કરશે તો સ્પષ્ટ માલમ પડશે કે જે જે પરસ્ત્રીવિરતિ આદિના નિયમો છે તે પાપોથી
તે સગૃહસ્થનું જેવું ચિત્ત ઉદ્વેગવાળું રહે છે, તેવું પહેલી દેશના સાધુપણાની જણાવે છે.
સામાન્ય પાપથી રહેતું નથી. આ વિચારવાથી સ્પષ્ટ થશે કે શાસ્ત્રકારો જે કારકનામનું સમ્યક્ત્વ અપ્રમતગુણવાળા સાધુઓને જ ગણે છે તે ખરેખર વાસ્તવિક જ છે. રોચકસમ્યક્ત્વમાં પણ તે હિંસાદિકનો પરિહાર ન કરે તો પણ તેની માન્યતા તો હિંસાદિકને હંમેશાં પાપ તરીકે માનવાવાળી જ રહે અને તેથીજ તે રોચક સમ્યક્ત્વવાળો છતાં પણ હિંસાદિકની પ્રવૃતિવાળાને દેવતરીકે અગર ગુરૂ તરીકે માનતો નથી. પણ અઢારે દોષો કરીને રહિત એવા જ દેવને દેવ તરીકે માને છે, તથા હિંસાદિક પાંચ પાપોથી વિરમેલાને જ ગુરૂ તરીકે માને છે, આ વાત સમજવાથી સ્હેજે સમજાશે કે સમ્યક્ત્વપામવાની સાથે જ અઢારે પાપસ્થાનોને વોસિરાવવાની દેશના હોય અને તેથી શાસ્ત્રકારો