________________
૧૦૫
શીલધર્મનો પોષક કે પ્રેરક બનતો નથી, એટલું જ નહિં, પણ ખરાબ ચાલમાં સામેલ થયેલો પરવર્ગ તેમજ જેઓને અબ્રહ્માદિકથી સુખની માન્યતા થઇ છે એવો સંબંધી વર્ગ પણ પોતાનું બને ત્યાં સુધી શીલધર્મની દશાને દૂર કરાવવામાં જ મથનારો થાય છે. અર્થાત્ એ અપેક્ષાએ પણ દાનધર્મ કરતાં શીલધર્મની મુશ્કેલી છે. આવી રીતે દાનધર્મ અને શીલધર્મની આરોપિતમમત્વ ભાવના ત્યાગથી અને બાહ્યસુખમાં સામેલ થયેલા વર્ગની પ્રેરણાની બેદરકારી કરવી પડતી હોવાથી મુશ્કેલી છે, પણ તે દાનધર્મ અને શીલધર્મ કરતાં પણ તપસ્યાના ધર્મની તો અત્યંત મુશ્કેલી છે.
શ્રી સિદ્ધચક્ર
+
તપસ્યાના ધર્મની મુશ્કેલી
દરેક જીવ અનુમાનથી જાણી શકે છે અને શાસ્ત્રકારો સ્પષ્ટપણે સમજાવે છે કે આ સંસારમાં દરેક જીવને ચારે સંજ્ઞાઓમાં પહેલી આહાર સંજ્ઞા છે અને તે આહારસંજ્ઞા એવી જબરદસ્ત છે કે તેનો નાશ ઉચ્ચતમ ગુણઠાણાની પ્રાપ્તિ સિવાય શક્ય જ નથી. વળી મૈથુન પરિગ્રહ અને ભયનાં કાર્યો
જ્યારે
દરેક જીવની સમજણ શક્તિ થવા પછી જ થાય
છે અને થઇ શકે છે, ત્યારે આહારને માટે તેવી. કોઇ વિશેષ સમજણની દરકાર રહેતી નથી. શાસ્ત્રકારોના ફરમાવવા મુજબ સંસારના કોઇપણ જીવને કોઇપણ સમય આહાર વિનાનો રહેતો જ નથી. વિગ્રહગતિ સમુઘાતનો આઠ સમયનો કાલ અથવા અયોગિકેવલીપણું જે પાંચહ્રસ્વ અક્ષરોને મધ્યમસ્વરે ઉચ્ચારીયે તેટલા કાલ જેટલું છે, એ ત્રણે અવસ્થા સિવાયના સર્વસંસારી જીવો આહાર સિવાય એક પણ રહેતા નથી. એ ઉપરથી પણ સમજાશે કે આહારની દરકાર આ જીવને બીજી સર્વ જરૂરીયાતી ચીજોની દરકાર કરતાં વધારે છે.
તા. ૨૮-૧૨-૧૯૩૬
વળી દાનધર્મને અંગે જ્યારે માત્ર આરોપિત એવો સુખભાવ છોડવો પડે છે, અથવા બાહ્યસુખોનાં સામાન્ય સહેજે મળે એવાં સાધનો છોડવાં પડે છે, અને શીલધર્મને અંગે માત્ર પુદ્દગલના સંયોગથી ઉત્પન્ન થયેલા સુખના સંસ્કારોની ઉપર કાબુ મેળવીને માત્ર માનેલું સુખ જ છોડવું પડે છે. ત્યારે તપસ્યાને અંગે પ્રવૃત્તિ કરનાર મનુષ્યને બાહ્યસુખનાં સાધનોને મળ્યા છતાં ન વાપરવાં તેમજ બીજાં મેળવવા ઉદ્યમ કરવો નહિં અર્થાત્ આહારરૂપ જે બાહ્યસુખનું સાધન છે તે તપસ્યા કરનારને જે મળ્યું હોય તેનો પણ ઉપયોગ કરવો નથી, તથા તે મળેલા સિવાયના નવા મેળવવા માટે પણ ઉદ્યમ કરવાનો રહેતો નથી. યાદ રાખવું કે દાનને દેનારો મનુષ્ય જે અશનાદિનું કે રૂપૈયા આદિનું દાન કરે છે. તે મળેલા સાધનને દૂર કરે છે. પણ સાથે સાથે અન્યઅન્ય તે તે સાધનો મેળવવાનો ઉદ્યમ બંધ કરતો નથી. અર્થાત્ પદાર્થ છોડે છે. પણ દાનધર્મવાળો પ્રીતિ છોડતો નથી અને આહારને
છોડવારૂપ તપસ્યામાં તો પદાર્થ છોડવાનો થાય છે.
અને પ્રીતિ પણ છોડવાની થાય છે વળી શીલધર્મને
અંગે પ્રવર્તાવાવાળો જીવ વિષયકષાયની ઉપર કબજો રાખી કહેવાતાં એવાં ઇંદ્રિયોનાં સુખોનો ભોગ આપે છે, પણ એ દાનધર્મ અને શીલધર્મમાં દુઃખ થવાનો અંશે પણ પ્રસંગ નથી, જ્યારે આ તપધર્મમાં તો સર્વવંદનામાં વુદ્દા સમા વેયળા નૌસ્થ એમ કહીને સ્પષ્ટપણે સર્વ વેદનામાં આગેવાન જણાવેલી એવી વેદના સહન કરવાની હોય છે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે બાહ્યપદાર્થો તરફ જીવનું આકર્ષણ નથી, અર્થાત્ બાહ્ય પદાર્થો જે અશનાદિ અને રૂપૈયા વગેરે છે તે જીવને ખેંચનારા નથી. માત્ર જીવ પોતાની મેળે તે બાહ્યપદાર્થો તરફ ખેંચાય છે, અત્યાર સુધી ભવમાં