________________
શ્રી સિદ્ધચક્ર
૬૯
ધ્યેય છે કે કર્મનો ક્ષય. જેઓ કર્મના ક્ષયને બદલે કર્મનો ઉદય કહે છે તેઓ પોતાના આત્માને માટે કર્મનો ઉદય કરનારાઓ પરમપ્રતાપી જૈનશાસનના છત્રની બહાર છે.
તા. ૨૮-૧૧-૧૯૩૬
આધીન થયો છે ? બધા જીવો જીવસ્વરૂપે સિદ્ધસમાન છે. બધા જીવો સિદ્ધસમાન હોવા છતાં આ બિચારો કર્મને આધીન કેવો થયો છે તે જુઓ. સંગમના આત્માને પોતાને મોક્ષમાર્ગે પ્રવૃત્તિ કરવાનું સૂઝતું નથી, છતાં તેને જે મોક્ષમાર્ગને પ્રવર્તાવે છે તેના ઉપર જ અરૂચિ થાય છે ! સંગમના હાથે
એક સ્થળે બે છોકરાઓ રમતા હોય, રમતાં રમતાં તેમની વચ્ચે કલહ થાય. એક છોકરો બીજાને
પ્પો મારે અથવા ગાળ દે અને પછી પૂછતાં થતું કાર્ય એ તેના કર્મોના ઉદયથી થાય છે એમ
માનવામાં પોતાના જે ક્રોધાદિ કર્મોનો જે ઉદય થતો હતો તે રોકાઇ ગયો.
જવાબમાં એમ કહે કે મેં ગાળ આપી છે-અમારા મોઢાથી ગાળ અપાઇ છે તો તે છોકરાની આ વાત આપણે બચાવ તરીકે કબુલ રાખી શકતા નથી. એજ પ્રમાણે એમ કહી દેવું કે આ તો મારા કર્મનો ઉદય છે, એ પણ કાંઇ બચાવ નથી. કર્મને તોડવાં કેવી રીતે અને તેનો ક્ષય કરવો કેવી રીતે એજ બે બચાવના રસ્તા છે. એ સિવાય બીજો કોઇ બચાવનો રસ્તો નથી. હવે તમે એમ કહેશો કે કર્મ તોડવાં એ બચાવનો રસ્તો છે તો કર્મનો ઉદય એ શા માટે બચાવનો રસ્તો નથી ? કારણ કે કર્મક્ષયદ્વારાએ કર્મ ઓછાં થાય છે તે જ પ્રમાણે કર્મોદયદ્વારા પણ કર્મો ભોગવાઇને ઓછાં જ થાય છે, તોપછી કર્મોદય એને પણ બચાવનો જ રસ્તો છે એમ કહીએ તો તેમાં ખોટું શું ?
આ સ્થળે તમારા પ્રશ્નનો ખુલાસો થવા માટે ભગવાન શ્રી મહાવીરદેવનો એક પ્રસંગ વિચારો. ભગવાન મહાવીરદેવને ગોવાળીયો સંગમ ઉપદ્રવ કરે છે ! એ સંગમનો આત્મા કોણ હતો ? ભગવાન મહાવીરના પૂર્વભવમાં જે આત્મા તેમની રાણીરૂપે હતો તે જ આત્મા શ્રીમાન્ મહાવીરદેવના સમયે સંગમરૂપે અવતર્યો હતો. પૂર્વ ભવની રાણી એટલે શું ? તમે જેને અર્ધાંગના કહો છો. જેને ગૃહલક્ષ્મી કહો છો તે જ જીવ અત્યારે ભગવાન મહાવીરદેવને મહાભયાનક ઉપસર્ગો આપી રહ્યો હતો. જે સમયે સંગમ ભગવાનને પીડા કરવાને તૈયાર થાય છે ત્યારે ભગવાન કહે છે કે : બિચારો કેવો કર્મોદયને
કર્મોનો ઉદય રોકવા માટે કર્મોનો ઉદય વિચારવાની છૂટ છે પરંતુ કર્મનો ઉદય વધારવા માટે કર્મનો ઉદય વિચારવાની તો છૂટ જ નથી ! જો કર્મ વધારવામાં પણ કર્મોના ઉદયનો જ આધાર લેવાનો જ હોય તો શું પરિણામ આવે ? ચૌદશ હોય, રાત્રિ થઈ ગઈ હોય, એટલામાં પતૅડીયાંપાતરાં, ભજીયાં દીઠાં તો હાથમાં લઇને કહે, તારા કર્મનો ઉદય લે ખા, અને ગુપચુપ મોઢામાં મૂકવા માંડે તો ? આમ તો ગમે તે પાપ કર્મના ઉદયને બારણે સહીસલામત ઘુસી જ જાય ! અહીં તમે કર્મનો ઉદય વિચારો છો પરંતુ કર્મના ઉદયને લાવવા માટે કર્મનો ઉદય વિચારવાનું શાસ્ત્રકાર મહારાજાઓ કદી કહેતા જ નથી. હવે આ વાતમાંથી મૂળ વાતમાં આવો. આ જીવ એમ જ માને કે કર્મનો ઉદય હોય તેમજ બન્યા કરે અને તેમજ પ્રવૃત્તિ કર્યે જવાની છે, અને એજ અત્યંતર દૃષ્ટિ પણ રહે તો પછી આ જીવની દશા અણસમજુ સોલ્જર જેવી થાય ! અને તેની સઘળી પ્રવૃત્તિ અણસમજુ સોલ્જરની નોકરી જેવી જ ગણાય ! સુશિક્ષિતપણાની નોકરીને કોઇ ગુલામી ગણતું નથી, પરંતુ અજ્ઞાનીઓની નોકરી એ ગુલામી જ ગણાય છે.
આજ ઉદાહરણ તમારે અહીં લાગું પડવાનું છે. તમોને કોઇ વસ્તુનો સ્પર્શ કરવાની ઇચ્છા થાય અને તમે પ્રવૃત્તિ કરવાની તૈયારીઓ કરો અથવા