________________
અને જો એમ હોય તો કહેવું પડશે કે પૂર્વની તિથિનો ક્ષય જ મનાતો હતો અને એ પ્રમાણે પર્વના
એકવડા અનુષ્ઠાનને અંગે એક જ પર્વતિથિ મનાતી હતી. ૧૧ જે દિવસે જે તિથિનો ભોગવટો હોય તે દિવસે તે તિથિ કરવામાં આરોપ નથી એમ જ્યારે
તત્ત્વતરંગિણીકાર કહે છે અને મનાય છે, તો પછી પૂનમના ક્ષયે તેરસે ચૌદશનો અને ચૌદશે
પૂનમનો ભોગવટો છે એ ચોખ્યું છે. છતાં તેની કેમ ના કહેવાય છે. ૧૨ અષાઢાદિની પૂર્ણિમા અડ્ડાઈના હિસાબમાં નથી પણ પર્વતિથિના હિસાબમાં છે એમ પ્રશ્નગ્રંથમાં
સ્પષ્ટ કહેલું છે, તો શું તે પૂનમના ક્ષયે કે તેની વૃધ્ધિએ અઠ્ઠાઈમાં ફેરફાર નહિ કરાય ? જો તે અઠ્ઠાઈ અખંડ છતાં ફેરફાર પૂનમની વૃદ્ધિએ કે ક્ષયે કરાય છે અને કરવો જોઈએ તો પર્યુષણાની
અઠ્ઠાઈ અખંડ છે એમ કહી પાંચમની પર્વતિથિની વૃદ્ધિ કે ક્ષય માનવાનું કેમ બને ? ૧૩ કલ્પધરના ષષ્ઠના પ્રસંગમાં છઠ્ઠની તપસ્યા માટે પ્રશ્ન નથી પણ તેની તિથિયોને અંગે પ્રશ્ન છે એ
દૃષ્ટિએ વિચારવાથી ચતુર્દશી અમાવાસ્યા અને પડવાના કલ્પને અંગે પ્રશ્ન છે એમ હું સમજું છું. ૧૪ જિજ્ઞાસાવાળાને તો પડદો જોખમદારવ્યક્તિ અને આચાર્યો જેવી વાતો ઓછી જરૂરી છે. ૧૫ તમારા સિવાયની વ્યક્તિ કે સમુદાયને લગતા પ્રકરણને તેઓએ જ નથી ગણકાર્યું અને આપે કાંઈ
નથી લખ્યું એટલે જ કાંઈ લખવાનું રહેતું નથી. ૧૬ તત્ત્વતરંગિણીમાં ચૌદશના ક્ષયે તેરસે પાક્ષિક કરતાં તેરસના વ્યપદેશનો ગંધ પણ હોવાની ના કહે છે,
તેથી પૂર્વની અપર્વતિથિમાં પર્વતિથિની ક્રિયા કરવી એમ નહિ, પણ પૂર્વની અપર્વતિથિનો ક્ષય જ કરવો એમ ચોક્કસ સમજાય તેમ છે. વળી ખરતરોને પૂનમને દિવસે પાક્ષિક અને પંચદશીના અનુષ્ઠાનમાં
પરસ્પર અભાવ જણાવવાથી પણ એક તિથિએ એક જ પર્વની આરાધના સિદ્ધ કરે છે. ૧૭ વળી જ્યારે પર્વતિથિના ક્ષયે તેની પ્રથમની અપર્વતિથિનો ક્ષય ગણવો તો પછી સહેજે નક્કી થયું
કે પર્વતિથિની પહેલાં પણ પર્વતિથિ હોય તો તેનો પણ ક્ષય ન ગણવો માટે તે પહેલાંની પર્વતિથિથી
પણ પહેલાંની અપર્વતિથિનો ક્ષય કરવો જ જોઈએ. ૧૮ જ્યારે પર્વતિથિનો ક્ષય જ ન માનવો તો વૃદ્ધિ પણ ન મનાય જ અને તેથી પર્વતિથિની વૃદ્ધિમાં
બીજી તિથિને જ પર્વતિથિ તરીકે મનાય. અર્થાત્ પર્વતિથિઓ બે માનવી એ ન બને તો સ્પષ્ટ થાય છે કે પહેલાંની અપર્વતિથિને જ બેવડી માનવી. શું બીજ આદિ પર્વતિથિ બે માને અને સચિત્તયાગાદિ બે દિવસે ન કરે અને બીજ આદિ પર્વના નિયમો પાળે ? માટે અપર્વની તિથિને જ બેવડી મનાય
અને તેથી પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસ વધે. ૧૯ ઉદયતિથિ ન મળે અથવા અધિક મળે તો ક્ષયમાં પૂર્વ અને વૃદ્ધિમાં ઉત્તર લેવાનું હોવાથી તે અપવાદ થાય. ૨૦ છઠ્ઠને અંગે તપનો સવાલ નથી પણ દિનનો સવાલ છે એ અધિકાર એ રૂપે જ વિચારવાથી યથાર્થ
ગણાશે.
તંત્રી
શ્રી સિદ્ધચક્ર
તા. કડ-સાંભળ્યું છે કે આપે છપાયેલા પ્રતિપ્રશ્નના ઉત્તરો આપને છાપાના નહિ ચર્ચવાના આપના અભિપ્રાયને અનુસરીને આપને પોષ્ટથી મળ્યા છે, માટે તે મોકલાવવાની મારે જરૂર રહેતી નથી.
તંત્રી ૧૫-૧૦-૩૬
શ્રી સિદ્ધચક્ર