SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધચક્રનો વધારો મહારાજ શ્રી કલ્યાણવિજ્યજીને વિનંતિ સાંભળવા પ્રમાણે આપે મારા ૮૫ પ્રશ્નોના ઉત્તરો જે પેપર ઉપર છપાવવા મોકલ્યા હતા ત્યાં છાપવાનો નિષેધ લખ્યો હતો, પણ હવે તે છપાઈ તો ગયા છે માટે મારે આ જાહેર ખુલાસો સામાન્ય રીતે જ લખવો પડ્યો છે. ૧ જિજ્ઞાસા ધરાવનાર શનિવારની સંવચ્છરી કરવાવાળા વિસ્તારથી પ્રશ્ન હોય તો સારી રીતે સમજે માટે જ પ્રશ્નની પરંપરા હતી. ૨ પર્યુષણાના પવિત્ર દિવસોમાં આરાધનામાં ખલેલ ન આવે માટે ઉત્તર આદિનો નિષેધ કરાય છે એમ ચોખું છતાં અડધા ઉપર ધ્યાન દેવાથી ચતુરાઈનું ચણતર જણાયું તેમાં હું નિરૂપાય છું. આપના લખાણ ઉપરથી જોધપુરી ચંડાશુગંડુ પંચાંગ આપણામાં મનાયું છે અને મનાય છે એમ જે નક્કી થાય છે તે અન્ય શનિવારવાળા પણ કબુલ કરશે તો ટીપણાં બાબતમાં તો સવાલ કે વિરોધ નહિ રહે. પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે કે તેની વૃદ્ધિએ તેરસનો ક્ષય કે વૃદ્ધિ થાય છે તે વીસમી સદીની શરૂઆતથી થાય છે એમ જો આપ વીસમી સદીથી જૂનો રિવાજ નથી એમ કહી જણાવો છો તો તે રિવાજને માનનાર અને આચરનારે તો ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ કે ક્ષય હોય ત્યારે ભાદરવા સુદ ત્રીજની જ વૃદ્ધિ કે ક્ષય કરવો એ જ વ્યાજબી છે. ૫ પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસનો ક્ષય કે વૃદ્ધિ કરવાનું જો અશાસ્ત્રીય કે શાસ્ત્રબાધિત લાગતું હોય તો તેનો નિર્ણય થવાની જરૂર હતી. માત્ર પોતાના વિચારથી તે જૂની રૂઢિને અશાસ્ત્રીય કે શાસ્ત્રવિરૂધ્ધ માની લેવી કે કહી અથવા લખી દેવી તે ઠીક નથી. શ્રીહરિપ્રશ્નમાં જ્યારે પંચમીના ક્ષયે તેનું તપ તેની પહેલી તિથિમાં કરવું એમ જણાવ્યું ત્યારે જો પૂનમનું તપ પણ ચૌદશે પૂનમના ક્ષયે કરવાનું હોત તો તેમાં પણ પૂર્વતિથિમાં પૂનમના ક્ષયે પૂનમનું તપ કરવું એમ જણાવત, પણ તેમ નથી જણાવ્યું તેથી પૂનમના ક્ષયે પૂનમનો તપ કરવામાં કંઈ પંચમીના ક્ષયે તેની પૂર્વતિથિમાં કરાતા તપ કરતાં વિશિષ્ટતા છે, અને તે વિશિષ્ટતા ત્રયોદશીવ્રતુર્વઃ એમ દ્વિવચન વાપરીને સ્પષ્ટ કરી છે. ૭ તત્ત્વતરંગિણીમાં પર્યુષHવત ક્ષ પંચમીસ્વરપ્રસંગો વં વ્યાનો ભવિષ્યતિ આ વાક્યથી ખરતરોને અનિષ્ટ પ્રસંગ આપતાં સંવત્સરીની ચોથ માફક તે પાંચમને મહત્તાવાળી ગણી છે એમ તો ખરું જ. તત્ત્વતરંગિણીમાં પ્રાચીનત્યાતિથૌ કોરપિ વિદ્યમાનત્વા એમ જણાવી કલ્યાણકતાને અંગે ઉભય કલ્યાણકની આરાધના જણાવે છે, પણ પ્રતિદિન કય તરીકે કરાતા પૌષધાદિ અનુષ્ઠાન એકઠાં ન થાય, કેમકે તે અપેક્ષાએ તો ચતુર્દશીના ક્ષયે પૂનમે પાક્ષિક માનનારને પાક્ષિક અનુષ્ઠાન માનશો કે પૂનમનું અનુષ્ઠાન માનશો એમ સવાલ કરેલો છે. ૯ આપના લખાણમાં પૂનમના ક્ષયે તેનું તપ તેરસે કરવું અને તેરસે ભૂલાય તો પડવે કરવું આવો અર્થ જે આપે ર્યો છે તેને માટે ત્રયોદ્રશ્ય એવું પદ નથી, પણ ત્રયોશાવતુર્તો એમ દ્વિવચનવાળું પદ છે. વળી આપના હિસાબે તેરસને દિવસે નથી પૂનમનો ઉદય, કે નથી તો પૂનમનો ભોગવટો, તો પછી તેરસે કે પડવે પૂનમનું તપ કયે મુદ્દે કરવું ? ૧૦ તત્ત્વતરંગિણીમાં જ પં ડ્યા પુત્ર વતુર્વશીર્વેન વ્યવશાત્ આવા પ્રસિદ્ધિ જણાવનાર કહેલા વાક્યથી શું એમ નથી કરતું કે પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિને પર્વના નામે જ ગણવામાં આવતી?
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy