________________
શ્રી સિદ્ધચક્ર
૫૫૮
હજી થવા પામી જ નથી. મોઢે બધા કહે છે કે ભાઈ! મારા અંતરમાં તો પુરેપુરી શ્રદ્ધા છે. દરેક જણ પોતે પણ એમ માને છે કે અહા ! મારા હૈયામાં તો અવશ્ય દૃઢ શ્રદ્ધા છે. હું તો જરાય શ્રદ્ધામાં કાચો નથી. બધાના જ મગજમાં સવાશેર ડહાપણ ભરાઈ ગયેલું છે, પરંતુ આત્માને અંગે વિચારશો તો તમોને માલમ પડશે કે તમે શેર ચુકી જઈને કુવો ખોદનારા છો
અને તેથી જ આપણી ગમે તેટલી મહેનત થાય છે
યા આપણે ગમે તેટલો પરિશ્રમ લઈએ છીએ તો
પણ તેથી ધારેલો આશય પાર પડતો નથી.
જેઓ આત્માનું સ્વરૂપ સમજ્યા નથી, પુદ્ગલ એ આત્માની ચીજ નથી, પરંતુ પારકી ચીજ
છે એ વાત જેમના મગજમાં આવી નથી અથવા
આવી હોય તો પણ જેઓ એ સમજેલુંય ભૂલી ગયા છે તેઓ પરીક્ષા વખતે રડી ઉઠવાના છે ! તમે મેટ્રિક્યુલેશનની પરીક્ષા માટે આર્ટના બેચેલર (B.A.) થવા જેટલું શીખી લો અથવા તો તમે આર્ટના માસ્ટર (M.A.) થવા જેટલું શીખી લો અને પછી મેટ્રિકના માંડવામાં પરીક્ષા આપવા જાઓ, પરંતુ તેથી તમે એ જ્ઞાન પરીક્ષા વખતે સ્મૃતિમાં ન લાવી શકો તો તમે પાસ નથી જ થવાના! તમે (B.A.) સુધીનો અભ્યાસ ર્યો છે કિવા તમે (M.A.) સુધીનો અભ્યાસ ર્યો છે તેથી તમોને પાસ ક૨વા જ જોઈએ એમ ધારીને તમારો પરીક્ષક તમોને પાસ કરવાનો નથી. તમે શીખેલું પરીક્ષાને વખતે યાદ કરીને તેને સુઘટિત રીતે ગોઠવીને તે જવાબ રૂપે કહી શકો તો જ તમે પાસ થઈ શકો, નહિ તો નહિ ! તમારું જ્ઞાન એક વખતે આટલું હતું વાત કામ નથી આવતી. પરીક્ષક તો તમે એ જ્ઞાન જાળવી રાખ્યું છે કે નહિ તે જ જુએ છે. હોકાયંત્ર
તે
તા. ૧૫-૧૦-૧૯૩૬
આત્મતત્વને જાણીને તે હંમેશાં સ્મૃતિપટલ ઉપર કાયમ રાખવાનું છે. જડ અને ચેતનના વિભાગ વખતે તમે આત્મસ્વરૂપને ન ઓળખો અને જડમાં લીન થાઓ તો તમારી જિંદગી ધૂળ થયેલી જ સમજવી. સૌથી પહેલા તમે જીવના સ્વરૂપનો નિશ્ચય કરો. ચાહે જેટલા ચક્રાવા આવે તો પણ જરાય ફેર
ન
પડે એ સ્થિતિ મેળવો. દરિયામાં જ્યારે પ્રવાસીઓ પ્રવાસ કરે છે ત્યારે તેઓ ઉત્તર ધ્રુવની નિશાની નિશાની નથી હોતી. અહીં મદદ મળે તો તે રાખીને જ પ્રવાસ કરે છે. સમુદ્રમાં કાંઈ ઝાડની
હોકાયંત્રની જ મળે છે ! હોકાયંત્રની સોય નાની
સરખી હોય છે પરંતુ તે બધી ગરજ સારે છે. વહાણને આડું જતું અટકાવે છે અને તે સીધા રસ્તા
ઉપર રાખે છે. એ જ પ્રમાણે આત્મસ્વરૂપરૂપી સોય આત્માને સીધે માર્ગે દોરે છે અને તે આત્માને આડે માર્ગે જતો રોકે છે ! વહાણમાં રહેલું હોકાયંત્ર નાનું છે છતાં તેની સોય વહાણને તારે છે, તેમ આત્મતત્વની સોય પણ આત્માને તારે છે.
હોકાયંત્રની સોય વહાણને તારે છે પરંતુ એ સોય જો ‘સાચી’ અને ‘સાજી’ ન હોય તો એ જ
સોય વહાણને ગરદન મારે છે. ગમે તે રસ્તો સાચા તરીકે બતાવીને એ સોય વહાણને આડે રસ્તે ચઢાવી દે છે અને પરિણામે વહાણનું સત્યાનાશ નીકળી જાય છે ! જેમ ત્યાં હોકાયંત્ર છે તેમ અહીં આ મહા ભયંકર ભવસાગરમાં જોશો તો માલમ પડશે
કે:- જૈનશાસન એ હોકાયંત્ર છે અને શાસ્ત્રો તે એ જૈનશાસનરૂપી હોકાયંત્રની સોય છે. શાસ્ત્રરૂપી સોય આત્માને ઓળખાવનારી છે. તે જો ભૂલ્યા તો ગમે એટલી પ્રવૃત્તિઓ કરો, તપસ્યાઓ કરો કે ક્રિયાઓ કરો, પરંતુ તે કાંઈ પણ કામ દેતી જ નથી, માટે આ શાસ્ત્રો એ સોય સમાન હોઈ તે આત્માના આત્મતત્વને ઓળખાવે છે ત્યાં આપણી દૃઢ શ્રધ્ધા
પરીક્ષાના ઉમેદવાર પ્રમાણે જ તમારે પણ હોવી જ જોઈએ. આત્મના અને પુદ્ગલના સ્વરૂપનો