________________
શનિવારની સંવચ્છરીવાળાઓ સમજશે
શનિવારે સંવચ્છરી કરનારાઓ પોતાના આગ્રહમાં સરલ રસ્તો ન ગ્રહણ કરી શકે એ જુદી વાત છે, પણ તેઓ રવિવારે સંવચ્છરી કરનારા કે જેઓ પાંચમને સાંવત્સરિક તિથિ નહિ પણ પર્વતિય તરીકે અષાઢ આદિ પુનમોની માફક માને છે અને તેથી બે પુનમના પ્રસંગે બે ચૌદશનો પ્રસંગ આવવાથી બે તેરસ કરી જે ચૌદશ સ્વીકારાઈ તે જ ચૌદશે ચોમાસી આદિ થાય છે તેમ બે પાંચમથી બે ચોથના પ્રસંગે બે ત્રીજ કરી સ્વીકારેલી ચોથે જ સંવચ્છરી કરી છે, એ સત્યને ન સમજતાં પાંચમના ક્ષયે ત્રીજ કરી એમ કહે અને પાંચમની વૃદ્ધિએ પાંચમે સંવચ્છરી કરી એમ કહે એ ખરેખર જાણી જોઈને જાહેર રીતિએ માયામૃષાવાદ કરે છે. ઉભયત્ર સંવચ્છરી ચોથે થાય છે.
શનિવારવાળાઓએ ધ્યાનમાં રાખવું કે અન્ય વર્ષોમાં જ્યારે પાંચમનો ક્ષય જોધપુરીમાં હતો ત્યારે બીજા ટીપ્પનામાં છઠ ક્ષય પણ હતો તેથી કદાચ તેઓ ટીપણું માનીને ચોથ અને પાંચમ બે બરોબર ક્ષય વિના રાખી શક્યા, પણ આ વર્ષે તો જોધપુરીમાં રવિવાર અને સોમવારે પાંચમ છે અને બીજા ટીપનામાં શનિવારે અને રવિવારે બે ચોથ છે, માટે બે ચોથ માને અગર બે પાંચમ માને તો પણ શનિવારની સંવચ્છરી થઈ શકે જ નહિં. બે પાંચમ કે ચોથ ન મનાય માટે રવિવારે જ સંવચ્છરી થાય, ભાદરવા સુદ પાંચમને પણ બીજ અગીયારસ જેવી તિથિમાં ન ગણવી એમ તો ભવથી ભય રાખવાવાળા બોલી શકે જ નહિં.
શનિવારવાળાઓ પંચાસી પ્રશ્નો જે વધારાદ્વારાએ બહાર પાડ્યા છે તેનો ક્રમસર જાહેર સહી સાથે ખુલાસો કર્યો હોત તે વ્યાજબી ગણાત.
તા.ક:- આવતે વર્ષે બે પાંચમ છે. પણ ૧૩ ક્ષય હોવાથી પર્યુષણ ૧૨ ગુરૂવારે શરૂ થઈ ગુરૂવારે સંવત્સરી થશે.
તંત્રી
આ પાક્ષિક ધી ‘જૈન વિજ્યાનંદ’’ પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ ર્યું.