________________
શ્રી સિદ્ધચક્ર
૫૪૧
કરે છે તે જ સાચી છે. વેદના ગ્રંથદ્વારા જે પ્રવૃત્તિ કરવાની હતી તે આંધળાએ હાથ ફેરવો ફેરવીને ચાલવા જેવું હતું કારણ કે ત્યાં કોઈ જ્ઞાની કે સિદ્ધોને પ્રત્યક્ષ જોનારો ન હતો. હવે અહીં સર્વજ્ઞને આશ્રયે પ્રત્યક્ષ જોઈને ચાલવાનું હતું તો પછી એવો ક્યો માણસ હોય કે જે દેખતાની મદદ મળતી હોય તે છતાં પોતાની ખુલ્લી આંખ પણ બંધ કરીને આંધળાનો જ છેડો પકડીને તેને આશ્રયે ચાલવામાં મજા માણે ?
શાસ્ત્રદ્વારાએ જે પ્રવૃત્તિ થાય છે તે સઘળી આંધળા સરખી પ્રવૃત્તિ છે, ત્યારે સર્વજ્ઞથી થતી પ્રવૃત્તિ તે દેખતાને જોઈને ચાલવા સમાન છે. દેખવાની વસ્તુ આંખો પોતાની પાસે હોય તો કોઈપણ આત્મા તે બંધ કરીને ચાલવાનું ઇચ્છતો જ નથી, તે જ પ્રમાણે સર્વજ્ઞ ભગવાન્ એ પ્રત્યક્ષ સઘળા જ્ઞાનને સર્વ કાળને દેખનારા હોવા છતાં તેમને છોડીને વેદાશ્રય યા ગ્રંથાશ્રયે ચાલવાનું ક્યો અધન્ય માણસ માની લ્યે ? સૌથી પહેલાં ભગવાનનું સર્વજ્ઞપણું નિશ્ચિત થવાની જરૂર છે. જો ભગવાનનું સર્વજ્ઞપણું સાબીત થાય, તે વસ્તુ માન્ય રહે તો પર્યાય એ વસ્તુ પણ સાબીત થાય છે કે જો ભગવાન દેખીને ચાલનારા હતા તો આપણે જ આંધળા હતા. એક વાર આપણે આંધળા પ્રમાણે ચાલનારા હતા અને ભગવાન દેખતા હતા-સર્વજ્ઞ હતા એ વાત જ્યાં મનમાં ઠસી ગઈ કે પછી કોણ એવો મૂર્ખા હોય કે જે આટલું જાણ્યા છતાં એ દેખતાપણાનો ત્યાગ કરીને આંધળાપણાને જ પકડી રાખે ? અને પછી પણ જે છતી આંખેય કુવો શોધે તેને તો બચાવી કોણ શકે ?
જે આત્મકલ્યાણની ઇચ્છાવાળા છે, જેને પોતાના આત્માનું હિત કરવાની ભાવના છે, જે પોતાના આત્માનો ઉદય ચાહે છે તેવાઓ તો એક વાર એમ જાણી લ્યે કે શ્રીમહાવીરદેવ પોતે જ સત્યને
તા. ૩૦-૯-૧૯૩૬
માર્ગે ચાલનારા છે અને આપણે તો આજ સુધીમાં આંધળીયા જ કરનારા હતા એટલે એક ક્ષણ પણ તે બીજે રસ્તે ચાલી ન જ શકે અને તરત જ તેઓ સર્વજ્ઞ ભગવાનને અનુસ૨વા માટે જ તૈયાર થઈ જાય. હવે આગળ ચાલો ગણધર ભગવાન શ્રીગૌતમસ્વામી જ્યાં મહાવીર મહારાજને સર્વજ્ઞ તરીકે જાણે છે કે તે જ પળે તેઓ ત્યાગ ધારણ કરે છે. હવે ખ્યાલ કરજો કે ભગવાન ગૌતમ સ્વામીની પ્રતિજ્ઞાને અને તેમણે અહીં ગ્રહણ કરેલા ત્યાગને શો સંબંધ હતો ? ભગવાન ગૌતમસ્વામીની પ્રતિજ્ઞા તો એટલી જ હતી કે મારે તીર્થાધિપતિ મહાવીર મહારાજાનું સર્વજ્ઞપણું જાણવું છે અને સર્વજ્ઞપણું પાછું એ રીતે જાણવું છે કે મારા મનના સંશય જો તેઓ પ્રકટ કરે-કહી શકે તો જ મારે તેમને
સર્વજ્ઞ ભગવાન જાણવા છે, નહિ તો નહિ.
ગણધર ભગવાન ગૌતમસ્વામીજીની પ્રતિજ્ઞા અન્યથા ન હતી. તેઓની પ્રતિજ્ઞા તો માત્ર ભગવાનને સર્વજ્ઞ જાણવા પુરતી જ હતી. સર્વજ્ઞ જાણ્યા પછી મારે ઉપવિતનો ત્યાગ કરવો, કપાળનો તિલક ભુંસી નાંખવો, ઘરબાર છોડી દેવું અને ત્યાગ લેવો એવી તેમની પ્રતિજ્ઞા હતી જ નહિ. તેમણે અલબત્ત એટલી પ્રતિજ્ઞા તો કરી જ હતી કે મારા હૃદયમાં રહેલો ગુપ્તસંદેહ કે જે મેં કોઈની પણ આગળ પ્રકટ નથી ર્યો તે મારો સંદેહ જો ભગવાન મહાવીરદેવ કહી શકે તો મારે ભગવાનને સર્વજ્ઞ માનવા ! બસ, એ પ્રતિજ્ઞા પ્રમાણે ભગવાન શ્રીમહાવીરદેવે ગણધર મહારાજ ગૌતમસ્વામીનો સંશય કહ્યો. શ્રુતિની વ્યાખ્યા દર્શાવી અને પરિણામ એ થયું કે ગૌતમસ્વામીનો સંદેહ પણ ગયો, તો હવે તેમની પ્રતિજ્ઞા પ્રમાણે સીધો રસ્તો એટલો જ હતો કે તેમણે ભગવાનને ‘સર્વજ્ઞ’ માની લેવા હતા, પરંતુ તેથી આગળ વધીને ગૌતમસ્વામીને ઉપવિત ત્યાગવાની-તિલક ભૂંસવાની અને સંસાર છોડી