________________
૫૩૫
શ્રી સિદ્ધચક્ર
પ્રશ્ન ૮૩૩ મરીચિને પણ શ્રીત્રિશલાજી માફક ઈષ્ટ સંબંધ જણાવવાનું જ થયુ છે પણ અભિમાન નથી થયો એમ કેમ ન ગણવું ? સમાધાન - પ્રથમ તો અધ્યવસાયને જાણનાર એવા સર્વજ્ઞ ભગવાનોએ મરીચિના પરિણામ અભિમાનના અને શ્રીત્રિશલાજીના પરિણામ અભિમાન વગરના દેખ્યા છે. વળી મરીચિ શ્રી ભરતમહારાજના મુખે પોતાનું ચક્રવર્તિપણું આદિ સાંભળીને ખુણામાં હતા ત્યાંથી સભા વચ્ચે આવીને ત્રિપદી સ્ફોટ કરી અભિમાન કર્યું છે એ વાત સમજાય તો અભિમાન અને હર્ષ એ બન્ને જુદાં સ્પષ્ટપણે સમજાશે. પ્રશ્ન ૮૩૪ - પહેલા અને છેલ્લા જિનેશ્વરોના શાસનમાં જ છેદોપસ્થાપનીય ચારિત્ર હોય કે બીજા તીર્થંકરોના શાસનમાં પણ છેદોપસ્થાપનીય ચારિત્ર હોય ?
સમાધાન - પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનના સાધુઓમાં તો છેદોપસ્થાપનીય ચારિત્ર હોય જ અને દીક્ષાપર્યાયની ગણત્રી પણ છેદોપસ્થાપનીય ચારિત્રથીજ થાય. ભગવાન અજિત આદિ બાવીસ જિનશ્વરોના શાસનોમાં સાધુઓને સામાયિકારોપણથી દીક્ષાપર્યાય ગણાતો હતો. મતલબ એ છે કે નિરતિચાર એવા ચારિત્રના પર્યાયનો છેદ આદિ અને અંત્ય જિનેશ્વરોના શાસનમાં હોય, પણ સાતિચારપણાને અંગે ચારિત્રનો છેદ તો સર્વ તીર્થંકરના શાસનમાં હોવામાં શાસ્રબાધ નથી.
પ્રશ્ન ૮૩૫ - કેશિગૌતમી સંવાદમાં શ્રીકેશિકુમારને સામાન્યશ્રુતજ્ઞાની કહ્યા છે અને ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને બારસંગવિઉ, એમ કહી બારઅંગના જાણકાર જણાવ્યા છે તો ભગવાન પાર્શ્વનાથના શાસનમાં અંગવિભાગ નહોતો ? સમાધાન - શ્રીકૈશિકુમાર બાર અંગધારી નહોતા તેથી સામાન્યથી શ્રુતજ્ઞાની કહ્યા છે. બાકી અંગપ્રવિષ્ટ તરીકે વિભાગ શ્રીપાર્શ્વનાથજીના શાસનમાં પણ હતો તેથી શ્રીકલ્પસૂત્રમાં શ્રીપાર્શ્વનાથજીના આઠસેં ચૌદ પૂર્વી કહ્યા છે.
તા. ૩૦-૯-૧૯૩૬
પ્રશ્ન ૮૩૬ - શ્રી કેશિકુમારે જે જે શંકાઓ પૂછી તે બધી મતભેદોની હતી તે કેટલીક જિજ્ઞાસાની હતી ? સમાધાન - પાંચ અને ચાર શિક્ષા યાને વ્રત અને યામને અંગે તથા સચેલક તેમજ અચેલકપણાને અંગે મતભેદો હતા તેથી પરસ્પરના શિષ્યોના એ બે શંકાઓજ થઈ છે. બાકીની શંકાઓ માત્ર શ્રી ગૌતમસ્વામીજીની જ્ઞાનશક્તિ અને સંયમશક્તિ જાણવા માટે હતી એ સ્પષ્ટ છે અને તેથી તે શંકાઓ સાંકેતિક શબ્દોથી જણાવી તેના ખુલ્લાં વાધ્યો પૂછયાં છે. અર્થાત્ શ્રી પાર્શ્વશાસનમાં તે પદાર્થો હતા જ. પ્રશ્ન ૮૩૭- શ્રી કેશિકુમારે પંચવ્રતનો ધર્મ ભગવાન્ મહાવીર પાસે લીધો કે શ્રીગૌતમસ્વામી પાસે ?
સમાધાન - શ્રાવસ્તી નગ૨માં જ્યારે શ્રી કેશિકુમારે પાંચ મહાવ્રતનો ધર્મ લીધો ત્યારે ભગવાન્ મહાવીર શ્રાવસ્તીમાં નહોતા અને શ્રીકેશિકુમારે પાંચ મહાવ્રતનો ધર્મ શ્રી ગૌતમસ્વામી પાસે લીધો છે. પાર્શ્વનાથના સંતાન થનારે વિચારવા જેવું છે. પ્રશ્ન ૮૩૮ - ભગવાન શ્રી જિનેશ્વરોની મૂર્તિયો માટે નગ્ન એટલે કચ્છ વિનાની કે ચિહ્નવાળી મૂર્તિયો દિગબરોનીજ મનાય એમ ખરૂં ?
સમાધાન - કચ્છ કે કંદોરાવાળી મૂર્તિયો દિગંબરોને માન્ય નથી બાકી શ્વેતાંબરોનો તો કચ્છ કે
કંદોરાવાળી અને તે સિવાયની મૂર્તિયો શ્રી બપ્પભટ્ટ આચાર્ય પછીની મૂર્તિયોમાંજ માન્ય છે. શ્વેતાંબરો તરફથી કચ્છ કે કંદોરો કરવાનું નિયમિત થયું છે, અને તેથીજ મથુરાના કંકાલી ટીલામાંથી શ્વેતાંબરોની શાખાવાળી અને ગણના લેખવાળી મૂર્તિયો નગ્ન રૂપમાં છે. વસ્તુતાએ દિગંબરોનો આગ્રહ છે કે નગ્નજ મોક્ષે જાય કે સાધુ કહેવાય. શ્વેતાંબરોની માન્યતા મુજબ તો મોક્ષને માટે તો સચેલક કે અચેલકપણું એક્કે નિયમિત નથી માટે શ્વેતાંબરો બન્ને પ્રકારની મૂર્તિયો માને છે અને માની શકે.