________________
૫૩૪
પ્રશ્નકારઃ ચતુર્વિધ સંઘ
શ્રી સિદ્ધચક્ર
-
પ્રશ્ન ૮૩૦
પોતે પહેલા વાસુદેવ થવાના હતા, ચક્રવર્તી થવાના હતા અને છેલ્લા તીર્થંકર થવાના હતા, એ વાત ભગવાન શ્રીઋષભદેવજી દ્વારા જાણીને હર્ષ આવ્યો, તેમાં અભિમાન કેમ ગણ્યું ? અને નીચ ગોત્રનો બંધ કેમ ગણ્યો ?
સમાધાનકાર:
૫ીિ શ્રીસાગરાનંદ સૂરીશ્વરજી મ. માવાન
સમાધાન - પ્રશ્નકારે પ્રથમ તો એ સમજવું જરૂરી છે કે પોતાને ઉત્તમ જાતિ કુલ કે બલ આદિ પ્રાપ્ત થયા સિવાય તો અભિમાન થતો નથી, અને નીચે ગોત્ર બંધાવાનું બનતું નથી, પણ પોતાને પ્રાપ્ત થયેલ ઉત્તમજાતિ આદિને અંગે બીજાઓને તેવી જાતિ આદિ ન હોવાને લીધે અધમ જાહેર કરવા કે એ ઉત્તમ જાતિ આદિવાળા નથી એમ જાહેર કરવા તે જ અભિમાન કહેવાય, અને એવું અભિમાન મરીચિએ કર્યું છે, માટે તેને નીચગોત્રનો બંધ થાય તેમાં નવાઈ શી ?
પ્રશ્ન ૮૩૧- ત્રેસઠશલાકાપણાને અંગે ફુલની ઉત્તમતા જણાવવી એ શું અભિમાન કહેવાય ? અને તેનાથી નીચગોત્ર બંધાય ?
તા. ૩૦-૯-૧૯૩૬
સમાધાન
ભગવાન અરિહંતાદિકની પોતાના કુલમાં ઉત્પત્તિ થઈ હોય તેથી પણ જેઓ પોતાના કુલને ઉત્તમ ગણાવી બીજાને હલકા ગણાવવા માગે તો તેમ કરવા માંગનાર પણ જરૂરી અભિમાનવાળો ગણાય અને તેને નીચગોત્રનો બંધ થાય.
-
-
પ્રશ્ન ૮૩૨- મરીચિએ જ્યારે શ્રીતીર્થંકરાદિને અંગે પોતાના કુલની ઉત્તમતા જણાવી ત્યારે અભિમાન કર્યું ગણાયું અને નીચગોત્ર બંધાયું તો પછી ત્રિશલાજીએ ભગવાન ગર્ભમાં સ્થિર રહીને ચાલ્યા ત્યારે પોતાને ત્રિભુવનમાન્યપણું અને ભાગ્યશાળીપણું જણાવ્યું છે તે અભિમાન કેમ ન ગણાય ? સમાધાન ત્રિશલાજીએ જે ત્રિભુવનમાન્યપણું આદિ કહ્યું છે તે પોતાના કુલની ઉત્તમતા કે બીજાના કુલની અધમતા માટે નથી, પણ ગર્ભના સ્થિરપણાની વખતે થયેલ શોકના બદલા તરીકે છે. અર્થાત્ તે માત્ર પોતાને ઈષ્ટનો વિયોગ થયો નથી, પણ ઈષ્ટસંબંધ ચાલુ જ છે એમ જણાવવા પુરતું જ છે.