________________
શ્રી સિદ્ધચક્ર
૫૨૪
તે પાછો જલદી સુધારા ઉપર આવી શકે છે. આ ઉપર જણાવેલી વસ્તુનો જોનારો મનુષ્ય સહેજે સમજી શકશે કે આરક્ષકના કાર્યમાં જોડાયલો વર્ગ અનુક્રમે કાર્યના પરિચયને લીધે ઉગ્રસ્વભાવને ધારણ કરે અને ઉગ્રકાર્યો કરનારા થાય એ અસંભવિત નથી. આવી રીતેજ જેઓને ન્હાના ન્હાના પ્રાંતો રક્ષણ કરવાને સોંપાયા તેઓ ત્યાં ત્યાં રહેનારા કે નિયતથએલા ઉગ્નનામથી પ્રસિદ્ધ થયેલા આરક્ષકોના ઉપરિપણ રહે અને તે આખા પ્રાન્તોની રક્ષામાં નિયત થયેલા હોય તેને ભોગજાતના ક્ષત્રિયો તરીકે લોકો ઓળખવા લાગ્યા. આજકાલ પ્રસિદ્ધ થયેલા અને પ્રચારમાં ચાલતા શાસ્ત્રોમાં પણ કેટલાક ગામોના માલિકોને ભોગિકી શબ્દથી સમજાવાય છે અને સ્ત્રીને પણ ભોગિકી શબ્દથી જણાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ભોગિકની જગો પર ભોજિક અને ભોગિકીની જગો પર ભોજિકી શબ્દ પણ શાસ્ત્રોમાં પ્રચલિત છે. અર્થાત્ દેશના ન્હાના ન્હાના ભાગો પાડી તેની રક્ષા માટે નિયત થયેલો ભોગ ક્ષત્રિય તરીકે ગણાયો. તે ભોજિક કે ભોગિકલોકોને મિત્ર તરીકે રાખવામાં આવતા હતા. અર્થાત્ જેમ ભગવાન્ આદિદેવે સમગ્ર પ્રજાની રક્ષાનો ભાર ઉપાડ્યો તેમ આ ભોગિકોને શિર પણ તે તે પ્રાંત કે દેશના ભાગની રક્ષાનો ભાર હોવાથી તેમને મિત્રની કોટીમાં ગણ્યા અને તેથીજ ટીકાકારો લખે છે કે તે લોકો ભોગકુલના ગણાય કે જેઓને ભગવાન્ યુગાદિદેવે મિત્રપણે સ્થાપન કરેલા હતા. જોકે કેટલાક ટીકાકારો એમ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ક્ષત્રિયો તે તે કહેવાય કે જેઓને ભગવાન્ આદિદેવ પ્રજાપણે સ્થાપેલા હતા, પણ માત્ર રાજ્યાભિષેકની નજીકના વખત માટે હોવાની અપેક્ષાએજ હોઈ શકે. બાકી કર્મ અને શિલ્પોની ઉત્પત્તિથી લોકોને તે તે શિલ્પ અને કર્મો કરવાનું ભગવાનના રાજ્યકાલમાંજ નિયત થયેલું છે અને તેનું અધિપતિપણું ભગવાન્ શ્રી ઋષભદેવજીનું હતું
તા. ૩૦-૯-૧૯૩૬
એટલે વૈશ્ય વિગેરે લોકો ભગવાનની પ્રજા તરીકે ન્હોતા એમ નથી. વળી એમ પણ છે કે સામાન્ય રીતે લોકોમાં મનુષ્યોના રાજા અને પ્રજા એવા બે ભાગો બોલાય તેથી ભગવાન્ ઋષભદેવજી રાજ્યાભિષેકથી રાજા થયા એટલે શેષ રહેલો બધો વર્ગ પ્રજાવર્ગ તરીકેજ કહેવાય અને તેથી પ્રજા તરીકે રહેલા વર્ગને ક્ષત્રિય તરીકે ગણાવ્યો તેમાં આશ્ચર્ય નહિ. આનેજ અંગે નિર્યુક્તિકા મહારાજ ભગવાનના રાજ્યાભિષેકથી બે વર્ગ થયા એમ જણાવે છે. અર્થાત્ ભગવાનને રાજ્યાભિષેક થયો રાજા અને પ્રજાવર્ગ થયો, અને તેથી પ્રજાપણે સ્થાપેલા લોકોને ક્ષત્રિય એમ કહેવા એવું ટીકાકારોએ જણાવ્યું. આ હિસાબે સામાન્યપણે સામાન્ય વર્ગને ક્ષત્રિય તરીકે ગણવો પડે અને વૈશ્યવિભાગ પછી થયો. અર્થાત્ આ હિસાબે અગ્નિની ઉત્પત્તિ અને વૈશ્યજાતિની સ્થાપના ભગવાનના રાજ્યાભિષેક પછી થઈ. આ કલ્પનામાં એ અડચણ મુખ્ય છે કે રાજ્યાભિષેકની સાથે શ્રીવિનીતાનો નિવેશ થયો છે અને બજાર વગેરેની રચના થવાથી વ્યાપાર વગેરેની વ્યવસ્થા થઈ છે તે અગ્નિની ઉત્પત્તિ સિવાય બની શકે નહિ. વળી આવશ્યક ભાષ્યકાર આદિ મહાપુરુષોએ આહારવ્યવસ્થા અને અગ્નિની ઉત્પત્તિ પછી રાજ્યાભિષેક આદિ લીધા છે તથા રાજ્યને નહિ પણ રાજા શ્રીઋષભદેવજીને આશ્રિત રહેનારાઓનેજ ક્ષત્રિય જણાવ્યા છે. અર્થાત્ સામાન્ય પ્રજા માત્ર ક્ષત્રિય હતો એમ માનવા જઈ શકીયે નહિ. વળી સામાન્ય પ્રજાવર્ગ જો ક્ષત્રિય મનાય તો પછી અન્યાયના ઘા એટલે ક્ષતથી બચાવનાર તે ક્ષત્રિય કહેવાય એ વ્યુત્પત્તિ કોઈ પણ પ્રકારે સામાન્ય પ્રજાવર્ગને ક્ષત્રિય માનીયે તો ઘટી શકે નહિ. વૈશ્યાની સ્થિતિવાળા લોકો હોય પણ તે તે વર્ણ તરીકે અથવા વિભાગ તરીકે રાજ્યાભિષેક પછી જુદા થયા હોય તો વૈશ્યોની હયાતી પણ મનાય અને રાજ્યાભિષેકથી