________________
શ્રી સિદ્ધચક્ર
૫૦૦
દુર્ગતિને નહિં માનનારા અથવા નહિં જાણનારા હોય તેવાઓને તો અનીતિના કાર્યોથી દૂર રાખવા માટે આ લોક સંબંધી નુકશાનભય હોવો અનિવાર્યજ છે. અર્થાત લોકોત્તર અને લૌકિક બને માર્ગની અપેક્ષાએ અનીતિના શિક્ષણની જરૂર છે. એવા ભય અને શિક્ષાની કાર્યો ઉગ્રસ્વભાવવાળા સિવાય બીજાઓથી થઈ શકેજ નહિં.
ગુન્હાની ઉ પત્તિનો આધાર
આ સ્થાને એ વાત ધ્યાનમાં રાખવાની છે કે ઘણે ભાગે ગુન્હાઓની ઉ પતિનો આધાર તે ગુન્હા કરનારને જાતીય કે ધાર્મિક માન્યતા ઉપરજ રહે
છે. આપણે જગતમાં પ્રત્યક્ષ અનુભવીયે છીયે કે ઉંચી જાતિમાં રહેનારા મનુષ્યો વધારેમાં વધારે ક્રોધમાં આવે ત્યારે છેવટમાં છેવટ ખાસડું મારવાની વાત કરે અને તેઓ મ્હોટામાં મ્હોટી તકરાર કરે ત્યારે માત્ર ખાસડાથી લડાઈ કરે છે. કોઈપણ ઉંચી જ્ઞાતિમાં છરા ઉડવાના પ્રસંગો જોવામાં, અનુભવવામાં કે સાંભળવામાં આવતા નથી, ત્યારે અધમ જાતિ કે જેઓમાં માંસ અને દારૂનો ઉપયોગ કરવામાં આવે છે, પણ બાધ ગણાતો નથી, એટલુંજ નહિ પણ તે દારૂ અને માંસનો ઉપયોગ ફરજ્યાત કે ઉત્તમ મનાયેલો છે તેવી અધમ જ્ઞાતિઓમાં સ્હેજની પરસ્પર સગા અને સંબંધીઓની તકરારોમાં છરા ઉડેલાળીયે છીયે. વાત વાતમાં પણ તેઓ મારી નાખીશ, કાપી નાંખીશ, ખાઈ જઈશ, કકડા કરીશ
એવા ક્રુર શબ્દોનોજ વ્યવહાર કરે છે. એમ કહીયે તો ચાલે કે તેવી જાતો મગજના કાબુને ખોઈ બેઠેલીજ હોય છે. આ પ્રાસંગિક જણાવેલી હકીકત વિચારવાવાલો મનુષ્ય સ્હેજે સમજી શકશે કે આવી અધમ જાતિઓથી દૂર રહેવામાં પૂર્વ પુરુષોએ પોતાના આખા વંશનું રક્ષણજ કરેલું છે. એવી રીતે ગુન્હામાં ટેવાઈ ગયેલી અને આમુષ્મિક ગતિના વિચારો સ્વ ને પણ નહિ ધરાવનારી જાતિયો સાથે ભેળસેળ ઉત્તમ જાતિયોને નુકશાનજ કરે છે અને
તા. ૧૭-૮-૧૯૩૬
વર્તમાનમાં પણ ઉંચી જાતિના સદગૃહસ્થો કેવા કેવા અધમ વિચાર અને આચારવાળા થઈ દિવસાનુદિવસ ઉત્તમ જ્ઞાતિના ધારાધોરણથી અને ઉચ્ચ ધર્મના આચારોથી પતિત થાય છે, તે આ દશકાની સર્વ ઉત્તમ અને અધમ જાતિની પ્રવૃત્તિ સેળભેળ થઈને કરેલા દેખાતા પરિણામથી સિદ્ધ થઈ જાય તેમ છે. તે સેળભેળ પ્રવૃત્તિ કરાવનાર મનુષ્ય ઔાય તેવા સંસ્કારથી કે કારણથી તેવી પ્રવૃત્તિ કરવા અને કરાવવા પ્રેરે છે, પણ જેઓ ભવિષ્યના વિચારને નથી જોઈ શકતા તેવાઓ તેના તે અધમ વિચારોને ઝડપથી વળગી જાય છે, અને તેના પરિણામ તરીકે આજ કાલ મનુષ્યો ઉંચી જ્ઞાતિમાંથી રાજીનામાં આપવામાં બ્લાદુરી ગણવા લાગ્યા છે. શ્રીસંઘથી જુદા પડવામાં કે વ્યવહારથી દૂર થવામાં શોભા ગણવા લાગ્યા છે. સગાસગામાં સગાઈ કરેલી અને મામામાસીની કન્યાઓને ચોરી છુપીથી ઉપાડી જવામાં સારા સારા કુલવાળા શોભા ગણવા કે તેને સારી ગણવા લાગ્યા છે. સ્કુલ અને કોલેજના માસ્તરો અને ખાનગી શિક્ષકો ટપોટપ પોતાની વિદ્યાર્થીનીઓની સાથે વરવા લાગ્યા છે. આજથી
દશકા પ્હેલાનો ઈતિહાસ જોનારો સ્પષ્ટ જોઈ શકે
છે કે આ દશ વર્ષના શંભુમેળાએ આ ઉત્તમ જ્ઞાતિવ્યવહારની અને ધર્મની શી સ્થિતિ કરી છે. આવી રીતે શંભુમેળાના અનિષ્ટતમ પરિણામને પ્રત્યક્ષ નિહાલનારો કોઈપણ મનુષ્ય અધમજાતિથી
દૂર
રહેવાની પૂર્વજોએ આદરેલી પ્રવૃત્તિને ઉત્તમોત્તમ માનવા અને તેનેજ અનુસરવા માટે તૈયાર થયા સિવાય રહેશેજ નહિ. જો કે ભેલસેલીયાઓને જમાનાનું ઝેર ચઢેલું હોવાથી અથવા જુવાનીના મદમાં મસ્ત થયેલ હોવાથી પોતાની પ્રવૃત્તિઓ કેટલી બધી દેશની અપેક્ષાએ પણ નુકશાન કરનારી થઈ છે તે તેમને સૂઝ્યું નથી અને સૂઝવાનો સંભવ પણ નથી. જો તેઓને સાજી આંખે દેખવું હોય તો તેઓ દેખી શકે એમ છે કે તેઓએ દૂરંદેશી વાપર્યા સિવાય