________________
૪૯૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૭-૮-૧૯૩૬
આગમ-રહસ્ય
દ્ર
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
પ્રથમ ઉ પ ન થયેલ ક્ષત્રિયજાતિની જરૂર નીતિથી વર્લ્ડવાવાળાઓને અન્ય પણ કાર્યો લોકોત્તર માર્ગની અપેક્ષાએ સ્વાધ્યાય, તપજપ દેવગુરુસેવા આદિ કરવાનાં હોય અને તેમાંથી અનીતિ કરનારાઓની ખોળ કરવાનો વખત દરેક નીતિમાં પ્રવૃત્તિ કરનારો કરી શકે નહિં તેમજ લૌકિક માર્ગની અપેક્ષાએ પણ ખેતી ઢોર પાળવાં, વ્યાપાર આદિ કાર્યો નીતિથી પ્રવર્ત્તવાવાલાને હોયજ અને તેથી તે પણ અનીતિ કરવાવાળાને ખોળવામાં વધારે વખત કહાડી શકેજ નહિ અને જો તે લોકોત્તર માર્ગવાળા કે લૌકિક માર્ગવાળા પોતાનાં સ્વાધ્યાય અને ખેતી આદિ કાર્યોને છોડીને અનીતિ કરનારાઓની પ્રથમ નીતિથી ખોળમાંજ કહાડે તો તે પ્રવર્ત્તવાવાળાઓનેજ પોતાના માર્ગનો લોપ થવાથી અનીતિના રસ્તેજ પ્રવર્તીનેજ જીવનનિર્વાહ કરવાનો કે જીવનનિર્ગમન કરવાનો વખત આવે, તે માટે પણ નીતિવાળાઓને પોતાના નિતિમય માર્ગના રક્ષણને માટે પણ અનીતિ કરનારાઓને ખોળવા અને શિક્ષિત કરવા માટે એક એવા વર્ગની નિયમિતતા કરવાની જરૂર છે કે જે વર્ગને સ્વાધ્યાયાદિ કે કૃષિ આદિમાં મુખ્યતાએ પ્રવર્તાવાનું ન હોય પણ અનીતિ કરનારાઓને ખોળવાનું તથા તે અનીતિ કરનારાઓને શિક્ષિત કરવાનું જ મુખ્ય કાર્ય હોય, એટલે એમ કહીએ તો ખોટું નથી કે જો આવી રીતે અનીતિને ખોળનારો અને અનીતિ કરનારને શિક્ષિત કરનારો વર્ગ ન હોય તો કોઈપણ લોકોત્તર કે લૌકિક માર્ગ એ બેમાંથી એકકે માર્ગની પ્રવૃત્તિ થઈ શકેજ નહિં.
લોકોના સમુદાયને અનીતિથી નિવર્તાવીને નીતિને રસ્તે લઈ જવા અથવા નીતિવાળા વર્તાવને રાખવાવાળા લોકોને અનીતિ કરનારાઓ તરફથી ઉપદ્રવો થાય તેનો બચાવ કરવા માટે ભગવાન શ્રી ઋષભદેવજીને રાજ્યગાદી અંગીકાર કરવાને લીધે બંદોબસ્ત કરવાની ફરજ આવી પડી હતી. જગતમાં નીતિપ્રવર્તનવાળા મનુષ્યો સાહસિક ન હોય અને સાહસિક નીતિને રસ્તે ચાલી શકે નહિં, કેમકે સદસદના વિચારો કરવાવાળો મનુષ્યો નિઃશંકપણે કોઈ પણ અસદવત્તન કરી શકે નહિં અને અસદવર્તનમાં પ્રવર્તેલા તથા ટેવાઈ ગયેલાને સદસદને વિચાર કરવાનો વખત આવતોજ નથી. આ કારણથી ચોક્કસ સમજી શકાશે કે નીતિએ પ્રવર્તન કરવાવાળાઓનો બચાવ સ્વતઃ હોયજ નહિં અને હોતો પણ નથી, પરંતુ તે નીતિવાળાનો અનીતિ કરવાવાળા જુલમગારોથી બચાવ નીતિની ઉત્તમતાને પ્રભાવેજ કોઈ નીતિપ્રધાનતાને ધારણ કરવાવાળી સત્તા ધરાવવવાવાળા તરફથીજ થાય છે અને આપણે ઉપર જોઈ પણ ગયા છીએ કે જ્યારે નીતિથી વર્ઝવાવાલાઓ પોતે પોતાના બલે અનીતિવાલાથી બચાવ નથી કરી શક્યા તેને લીધે અનીતિવાળાઓને શિક્ષા કરાવવા માટેજ રાજા થવાની પ્રાર્થના કરી હતી એટલે સામાન્ય રીતે અનીતિવાળાઓથી બચવા માટે સત્તાની સ્થાપના વ્યાજબી ગણાઈ છે. વળી