SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ હોય. કઈ ઉત્કૃષ્ટ આરાધનામાં કઈ આરાધના કઈ જાતની હોય જ છે, તે સમજવા માટે શ્રી ભગવતીજીને અનુસારે અપાતો આ કોઠો વિચારવો. જ્ઞાનની ઉત્કૃષ્ટ ચારિત્રની ઉત્કૃષ્ટ ±t ]]>→]63 +3 ]×Çíß ઉત્કૃષ્ટ શ્રી સિદ્ધચક્ર મધ્યમ उत्कृष्ट આ કોઠા ઉપર ધ્યાન દેવાથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરનારો તા. ૩-૮-૧૯૩૬ મનુષ્ય હોય તે ચારિત્રની જધન્ય આરાધનાવાળો ન જ હોય, અર્થાત્ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળાને ચારિત્રની મધ્યમ કે ઉત્કૃષ્ટ આરાધના તો હોવી જ જોઈએ, તેવી રીતે દર્શનની ઉત્કૃષ્ટ આરાધનાવાળાને ચારિત્રની આરાધના ન હોય તે ન ચાલે, પણ જધન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ એ ત્રણમાંથી કોઈ પણ આરાધના તો હોવીજ જોઈએ. આ ઉપરથી એકલા ક્ષાયિકસમ્યક્ત્ત્વવાળા ભલે ઉત્કૃષ્ટ ગણાય, પણ તે દર્શનની આરાધનાવાલા તો ન જ ગણાય, તેવી જ રીતે ધ્યાન રાખવું જ જોઈએ કે ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાવાળાને જ્ઞાનની અનારાધકતા તો ન જ હોય. આરાધના તો જરૂર હોય, પછી તે જધન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ કોઈ પણ પ્રકારની હોય. અર્થાત્ અષ્ટપ્રવચનમાતા જેટલું પણ જ્ઞાન હોવું જોઈએ. અને ચારિત્રઆરાધનાની ઉત્કૃષ્ટતાવાળાને દર્શનની તો મધ્યમ અને ઉત્કૃષ્ટ જ આરાધના જ હોય, અર્થાત્ દર્શનમાં જધન્ય આરાધનાવાળા ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાવાળા ન હોય. આ સર્વ હકીકત સમજીને ભવ્યજીવોએ સતત મોક્ષમાર્ગની અભિલાષાએ ત્રણેની આરાધનામાં જરૂર તત્પર રહેવું જોઈએ.
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy