SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાનમાં જેનશાસનની શ્રેષ્ઠતા સર્વકાલે શ્રીજૈનશાસન પોતાના સ્વરૂપે શ્રેષ્ઠ છે છતાં બાહ્યવર્તનમાં પણ ખરેખર શ્રીજૈનશાસન જ સર્વ કાલે શ્રેષ્ઠતા ધરાવે છે. જો કે એ ધર્મને અનુસરનારાઓ વધારે ભાગે વ્યાપારિવર્ગ હોવાથી દુનિયાદારીના ફેલાવાવાળા સાહિત્યમાં તેઓ તરફથી અસત્ય અને અસભ્ય લખાણોનો પ્રચાર નથી થતો એટલું જ નહિં પણ તેવા પ્રચારના વિરોધ કે નિરોધ કરવાની પણ તેવી દરકાર નથી. છતાં વર્તમાનમાં અદ્વિતીયતા ધારણ કરનારો તે શ્રીજૈનધર્મને માનનારો જ વર્ગ છે. ૧ જો કે આ શાસનને માનનારો વર્ગ રાજામહારાજા નથી છતાં પોતાના તીર્થોનું રક્ષણ અદ્વિતીયરીતિએ તે જ કરી રહેલો છે. ધ્યાન રાખવું કે જગમાં ઉંચા ઉંચા પહાડો પર તીર્થસ્થાનો જૈનશાસનની માન્યતાવાળાના જ છે. અન્યધર્મને માનનારા રાજામહારાજા છે છતાં પોતાના ધર્મના તીર્થોને કરરહિત પોતે નથી રાખી શક્યા તેમ જ નથી તો યાત્રિકોને કર વગર ભર્યો યાત્રા કરવાની સગવડ કરી. જ્યારે આ જૈનશાસનને માનનારો વ્યાપારિવર્ગ છે અને તીર્થસ્થાનોના રાજાઓ અન્યધર્મિપણા આદિને લીધે અનેક પ્રકારે દ્વેષબુદ્ધિ ધરીને પણ કરનો ભાર નાંખે છે, છતાં યાત્રિકોને વગર કર ભર્યો યાત્રા કરવાની સવડ કરી શક્યો છે. ૩ તીર્થયાત્રાને માટે યાત્રિકોના સાથને ભક્તિ કરવા પૂર્વક તીર્થયાત્રા કરાવવાનું માન કોઈ પણ ધરી શકે તો આ જૈનશાસનને માનનારો જ વર્ગ છે. ૪ યાત્રિકોને ભક્તિભાવથી ભોજન કરાવવારૂપ જે શ્રીસંઘભોજન જેવું વિધાન કરનારને આ શાસનને શણગાર તરીકે માનનારો જ વર્ગ કરે છે જૈનધર્મને માનનાર તરીકે સાધર્મિકપણાના સંબંધથી આરાધ્ય ગણી દરેક સ્થાને દરેક વર્ષે વાર તહેવાર સાધર્મિકોનું વાત્સલ્ય કરવાનો ઉપદેશ કરનારાને તે સત્ય માનનારને ધર્મ ગણનાર આ જૈનકોમનો વર્ગ છે. ૬ ધર્મ ધર્મિતરીકે આરાધનાનો દાવો આ વર્ગમાં જ સતત અને સારી રીતે જ પ્રવર્તેલો છે ૭ આ ધર્મ માનનારો વર્ગ જાતિવાદને અંગે નહિં પૂજનારો અને ગુણવાદને અંગે જ પૂજામાનનારો છે ૮ આ ધર્મ માનનારાઓમાં જ પરસ્પર સરખા ધર્મવાળા ગણીને આરાધ્યઆરાધક ભાવના પ્રવર્તે છે. ૯ ત્યાગનું ધ્યેય ઉત્તમ માની સર્વત્યાગીને જ દેવ તરીકે બાહ્યસંયોગના ત્યાગીને જ ગુરૂ તરીકે અને હિંસાદિકના ત્યાગને ધર્મ તરીકે માનનારો આ જૈનશાસનને અનુસરનારાઓનો જ વર્ગ છે. આ પાક્ષિક ધી “જૈન વિજ્યાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy