________________
પ
| | | | TIT TTTTTT
( સ્પષ્ટીકરણ ) ભગવાન્ જિનેશ્વર મહારાજને માનવાનો ઠરાવ કરનાર વર્ગ શાસ્ત્ર અને શાસન વિરૂદ્ધ બોલ કે ઠરાવે તે સિદ્ધાંતની સત્યષ્ટિવાળાને અક્ષમ્ય હોય એમ જે જાહેરા થયું છે તે યોગ્ય જ છે. એકામિનુષ્ય લખેલા કે કહેલા શબ્દો કરતાં સિદ્ધાંતાનુસારપણે જાહેર થઈ જે વર્ગ સિદ્ધાંત કે શાસનઆદિને ઘાત કરનાર બોલે કે લખે અથવા ઠરાવે તે કુવે ભાંગ પડ્યા જેવું થયું ગણાય ને તેથી તેની હામે અણગમો જાહેર કરનારને ટેકાવાળી સંસ્થાઓને અંગે આશ્ચર્ય લાગે તેમાં નવાઈ નથી. લાલન અને શિવજીવાળા ઠરાવો ને બહેચરદાસવાળો ઠરાવ ભાવનગરવાળાઓએ કેવો પાળ્યો છે ? એ સમજનાર હોય તો નાનો અને નાના શહેરનો સંઘ પણ ભાવનગરની કિંમત સમજે તેમ છે. ભાવનગરવાળાએ દીક્ષાનો ઠરાવ કરતાં ક્યા મુનિરાજ શાસ્ત્ર કે અમદાવાદના સંઘનો વિચાર કર્યો હતો ? શું સાધુસમુદાયઆદિને અગર દીક્ષાને એકલું ભાવનગર જ માનતું હતું કે માને છે ? સંઘબહારનું હથિયાર બુઠું થયું છે વગેરે બોલીને વિક્ષેપ ન વધારાય તો જ ઠીક છે. યુવકોને જો સ્વતંત્રતા વ્યક્તિથી પ્રિય છે તો શાસનાનુસારી શ્રીસંઘને પોતાની ધર્મઆદિને અંગે સ્વતંત્રતા પ્રિય નથી ? કે જેથી પોતાને અને ધર્મને હણનાર તથા વગોવનારની સાથે તેઓ અસહકાર ન કરી શકે ? સમુદાયનું બંધારણ પસંદ ન હોય તો અપ્રસન્ને રાજીનામું આપવું જ જોઈએ અને તે જો સત્યપ્રેમી હોય તો બહિષ્કારથી પણ ડરે નહિ. યુવકોને વિક્ષેપરહિત કાર્ય કરવાનો એ જ રસ્તો છે કે ધર્મને અનુલક્ષીને રહે અને સુધરેલી ભાષાની ગાળોથી અન્યને નવાજે નહિ. તમારા વર્ગને માટે જેમ તમને લાગે તેમ શાસન માટે શાસનપ્રેમીઓને લાગે તે યોગ્ય જ છે. એકમેકની ચલવલની નિંદા ન કરતાં કંઈક સીધી કાર્યદક્ષા લેવાય તો જ સર્વને શોભાસ્પદ છે. મી. પરમાનંદનું ભાષણ બહાર આવી ગયેલ હોવાથી ભાવનગરનો સંઘ જરૂર તેનો રસ્તો કરશે. અમદાવાદમાં જો ગણાતો ગુન્હો બન્યો છે, તો અમદાવાદના સંઘને અસહકાર કરવાની સત્તા રહે છે. નાના સંધવાળાએ મોટા સંઘ પાસે પોતે તેને માટે હજી સુધી પ્રયત્ન ન ર્યો તેનો કે કશો પણ બચાવ કરવો હોય તો જરૂર અમદાવાદવાળાએ તેને સાંભળવો જોઈએ. ચાંચીઆના સરદારની નીતિ તો રાજ્યો
હવે ચલાવી લેતાં નથી. TTTTTTTTTTTTTTTTTTTTTTL