________________
શ્રી સિદ્ધચક્ર
૨૯
૩૦
૪૫૧
૧૯ જાતિભવ્ય જીવો ત્રસપણું પણ પામે નહિ. ૨૦ નારકી સમ્યગ્દષ્ટિ હોય તો પૂર્વકૃત પાપોની નિંદા કરીને પાપ હલકાં પણ કરે, મુખ્યતાએ તે જ્ઞાન કર્મફલવેદન વખતે નવાં બંધાતાં બચાવવામાં ઉપયોગી થાય.
૨૧ નિગોદના બધા જીવો જાતિભવ્ય નહિ પણ બધા જાતિભવ્યો નિગોદમાં ખરા. 2 ૨૨ માતાપિતાની સાથે આઠથી ઓછી ઉમ્મરવાળાને પૌષધ ઉચ્ચરાવાય તેમ સાથે હોય તો દીક્ષા પણ અપાય.
૨૩ બાલ, ગ્લાન અને વૃદ્ધ સાધુઓને અનુકંપાબુદ્ધિથી દેવાનું પણ વિધાન છે. બાકી અપાત્રને પાત્ર માનતાં જે દાન દેવાય તેમાં એકાંત પાપ છે એ સૂત્રસિદ્ધ છે. ૨૪ સાધુમહાત્મા સાંસારિક સર્વસંબંધથી નીકળેલ હોવાથી તેમનું સૂતક નહિં. લોકમર્યાદાએ માત્ર લોક શૌચ કરે એમ વિધાન છે.
૨૫ શ્રાવકની ઉત્કૃષ્ટ ગતિ બારમા દેવલોક સુધી અને દ્રવ્યલિંગી સાધુની નવપ્રૈવેયક સુધી ગતિ થાય, એ વાત સંગ્રહણી, ભગવતીજી આદિમાં પ્રસિદ્ધ જ છે.
૨૬ આચારપ્રકલ્પને ધારણ કરવાથી દેશના માટે અને વ્યવહારબૃહત્કલ્પને ધારણ કરવાથી આચાર આદિ માટે ગીતાર્થ ગણાય.
૨૭ સમ્યગ્દષ્ટિ જીવ આવેલી આપત્તિને અંગે પ્હેલાં મુખ્યતાએ કર્મફલ સમજી સહન કરે અને શાસનાદિ પ્રસંગે તે નિવારવા સમ્યગ્દષ્ટિ દેવ કે ભગવાન્ જિનેશ્વરની આરાધના કરે તેમાં અતિચાર કે દોષ કહી શકાય નહિ.
૨૮ ભગવાનનું ન્હવણ પીવું એ ઉચિત જ નથી.
૩૧ અનુકંપા સમ્યક્ત્વનું ચિહ્ન છે અને અહિંસા એ મહાવ્રતોનું અંગ છે.
૩૨ અન્યદર્શનની પ્રશંસા સમ્યક્ત્વનો અતિચાર છે એ વાત વંદિત્તામાં સ્પષ્ટ છે.
૩૩ ઇન્દ્ર દીક્ષામહોત્સવમાં આવે તેના વજ્રના તેવા સંસર્ગથી નખકેશ ભગવાનના વધે નહિ, માટે એ અતિશય દેવકૃત ગણ્યો છે એમ વીતરાગસ્તોત્રની ટીકાથી જણાય છે.
૩૪ સામાયિક વગર પણ સ્વાધ્યાય કરતાં ઉઘાડે મ્હોડે ન ગણવું માટે વસ્ત્રાંચલથી મ્હોડું ઢાંકવું એમ કહ્યું, પણ તેથી અનુયોગદ્વારઆદિ સૂત્રોથી સામાયિક આદિમાં મુખવસ્ત્રિકા રાખવાનું જે કહ્યું છે તે ખસતું નથી. ખાદિમ સ્વાદિમ સાધુએ મુખ્યતાએ ન વાપરવાં, પણ એથી તે દેનાર શ્રાવકને દોષ લાગે છે એમ નથી.
૩૫
જુલાઈ ૧૯૩૬
દાક્ષિણ્યાદિ પ્રસંગે ગયેલો માલ ખોળવા દીવાસળી વગેરે આપવામાં અનર્થદંડ નથી. વીતરાગના આલંબને કરાતી વીતરાગસ્તુતિથી ભાવોલ્લાસ થવાથી ભવોભવનાં કર્મો નાશ પામે છે.
૩૬
૩૭
૩૮
૩૯
શરીર ઉપર ચંદ્રમાનું અજવાળું ન હોય તો ઉજેઈ ટાળવી જ.
કૃષ્ણમહારાજે સમુદાય સમુદાયને વંદન કર્યું એમ પણ કેટલાક કહે છે.
મરનાર મહાત્માને મરણઉત્સવ હોય, પણ ભક્તોને નહિ.
સાધુએ પાંચ દિવસે કલ્પસૂત્ર વાંચવું એવી શાસ્ત્રાજ્ઞા છે.
(ખેડા-શ્રાવક)