________________
શ્રી સિદ્ધચક્ર
૪૨૯
અંશે પણ ઉદય પ્રાપ્ત થતો નથી તેવા ગુણોની શેષ એક અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિનો ક્ષય થવાથી સંપૂર્ણગુણોની પ્રાપ્તિ થાય છે. જો કે શ્રી તત્ત્વાર્થસૂત્રકાર વગેરે મહાત્માઓ સમ્યગ્દર્શનાદિ ત્રણને મોક્ષનો માર્ગ કહે છે, તેમાં ઉપાદાન કારણ અને સજાતીયતાની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે, છતાં કદાચ એમ પણ લઈ શકીયે કે આ સમ્યગ્દર્શનાદિ ત્રણ વસ્તુઓ મોક્ષનો નિકટ માર્ગ છે, અર્થાત્ જેમ જગત્માં હજારો કોશ છેટેથી એક શહેરનો માર્ગ અન્યશહેરથી શરૂ થાય છે, પણ બધાં મુખ્ય મુખ્ય શહેરો ઓળંધ્યા પછી તો જે વિક્ષિત પુરની નજીક આવે નહિં ત્યાં સુધી જો કે આ મુસાફર મુખ્ય શહેર તરફ જ વધે છે, છતાં તે વિવક્ષિત શહેરના એક અંશને પણ જોવા મુસાફર ભાગ્યશાલી થતો નથી. અત્રે એમ કહેવું જ જોઈએ કે વિવક્ષિતપુરની અદૃશ્ય અવસ્થામાં ઘણો માર્ગ ઓળંઘવાનો હોય છે, અને વિવક્ષિત શહેર દેખ્યા પછી થોડો માર્ગ જ ઓળંધવાનો રહે છે. એવી રીતે
વસ્તુતાએ
અહિં પણ એકોનસપ્તતિ કોડા કોડ સાગરોપમ ખપાવે
ત્યાં સુધી તો આ જીવને મોક્ષને અનુસરવાવાળો કોઈ પણ ગુણ થતો નથી અને છેલ્લાં એક ક્રોડાક્રોડસાગરોપમની સ્થિતિને ખપાવતાં તો સંપૂર્ણ
મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે.
ગુણોનો અભાવ જ કર્મનું કારણ
ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્ચિરત્ર એ ત્રણે ગુણો સંપૂર્ણપણે મોક્ષમાં છે, અને એ ત્રણે ગુણો આત્માના સ્વભાવરૂપ છે, તો પછી તે સમ્યગ્દર્શનાદિ ગુણો કોઈ પણ આવરણથી રોકાયેલા છે, એમ માનવું જ જોઈએ બીજી બાજુ એ સમ્યગ્દર્શનાદિ ગુણો રોકવાથી આત્માની જરૂર વિકૃત દશા થતી હોવી
તા. ૧૯-૬-૧૯૩૬
જ જોઈએ. કેમ કે જો તે સમ્યગ્દર્શનાદિ આવરવાથી થતી વિકૃતિ ન ગણાયા તો પછી તે દર્શનમોહનીયાદિને ઘાતિકર્મ કહેવાની જરૂર જ ન રહે, અર્થાત્ સમ્યગ્દર્શનઆદિ જે આત્માના ગુણો છે તેનો ઘાત થતાં આત્માની જે મિથ્યાદર્શનયુક્તઆદિ દશા થાય એ, વિકારરૂપ ગણાય અને આત્માની વિકૃતદશા નવા કર્મોને બંધાવનાર થાય તેમાં નવાઈ નથી. આ કારણથી જ સમ્યગ્દર્શનથી વિપરીત જે મિથ્યાદર્શન
કર્મબંધનું કારણ અને સમ્યક્ચારિત્રનું વિપરીત સ્વરૂપ જે અવિરતિપણું તે કર્મબંધનું કારણ છે, એ
વાત તત્ત્વાર્થ કર્મગ્રંથ પંચસંગ્રહ આદિશાસ્ત્રોમાં
સ્થાને સ્થાને છે. પણ સમ્યકત્વાદિથી વિરૂદ્ધ
મિથ્યાત્વાદિની માફક સમ્યજ્ઞાનની વિરુદ્ધ
મિથ્યાજ્ઞાન અથવા જ્ઞાનની વિરૂદ્ધ અજ્ઞાન એમ વિપરીતજ્ઞાન કે અજ્ઞાન આત્માના વિકારરૂપ જ કહેવાય, તો અત્રે એ જ વિચારવાનું રહે છે કે મિથ્યાત્વ અને અવિરતિને કર્મબંધનના કારણો છે
એમ સ્પષ્ટપણે કહ્યા પણ છે સમ્યજ્ઞાનના પ્રતિપક્ષ
અજ્ઞાનને કર્મબંધના કારણમાં કેમ નથી ગણ્યું ? અને ગણ્યું હોય તો જ્ઞાનથી વિરૂદ્ધ જે અજ્ઞાન એ કર્મબંધનું કારણ ગણાય કે સમ્યજ્ઞાનથી જે વિરૂદ્ધ મિથ્યાજ્ઞાન તે કર્મબંધનું કારણ ગણાય ? આ બાબત સ્પષ્ટ પણે સમજાવવી જોઈએ, આ બાબતનો ઉત્તર સમજાવીએ તે વ્હેલા એટલું તો વાંચકવર્ગે પ્રથમ સમજવાનું જરૂરી છે કે સાંપરાયિકકર્મો મોહનીયના ઉદય સિવાય બંધાતાં જ નથી. અને મોહનીયનો ઉદય દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ બે
પ્રકારે હોય છે. એટલે દર્શનમોહનીયના ઉદયે થતું મિથ્યાત્વ અને ચરિત્રમોહનીયના ઉદયથી થતું અવિરતિ (કષાય સાથે) એ બે કર્મબંધના કારણ