________________
૪૧૧
શ્રી સિદ્ધચક્ર
ઉત્પત્તિ માને છે. પણ એટલું વિચારવું જરૂરી છે કે જો બ્રહ્મચર્યને લીધે બ્રાહ્મણવર્ગની ઉત્પત્તિ માનવી હોય તો તે બ્રહ્મચર્યને જો વ્રત તરીકે માનતા હોય તો તે જ્ઞાનમય એવા ધર્મની ઉત્પત્તિ થયા પછી જ થાય અને જ્ઞાનમય ધર્મની ઉત્પત્તિ તો તપશ્ચરણ પછી જ્ઞાનોત્પત્તિ જ્યારે થાય ત્યારે જ થઈ શકે, અને તપશ્ચરણની સ્થિતિ તો રાજ્યધર્મની ઉત્પત્તિ થઈ, બધી વ્યવસ્થા થયા પછી જ બની શકે. વળી કદાચ આત્મજ્ઞાનને લીધે બ્રાહ્મણ કહેવા હોય અને તેની ઉત્પત્તિ આદ્યમાં કહેવી હોય તો તે પણ વ્યાજબી ગણાય તેમ નથી. કારણકે આત્મજ્ઞાનનો વખત જગત્ની વ્યવસ્થા ગોઠવાયા પછી જ થઈ શકે. વળી કાળનું અવસર્પિણીપણું જો તેઓને કૃતયુગાદિનો કાળ તેઓએ માનેલો હોવાથી માન્ય છે તો પછી તેઓએ માનવું જ જોઈએ કે પ્રથમમાં પવિત્રતા હોવી જ જોઈએ અને પાછલથી અપવિત્રતા થવી અને વધવી જોઈએ, માટે તે અપવિત્રતાના નિવારણ માટે કાયિકદમનના નિયમનથી અનિયમિત રહેનારને નિયમિત કરવા માટે કાયિકદમનના માર્ગથી જ નિયમિત કરવા જ પડે છે. અને જો એ વાત મંજુર હોય તો કહેવું જ જોઈએ કે પ્રથમ શિક્ષકવર્ગની ઉત્પત્તિ થવી જરૂરી, અને તેથી રાજ્યાભિષેક થવાથી જ પ્રથમ જાતિબેદ થયો એ માનવું જ વધારે યુક્તિસંગત છે. કદાચ કહેવામાં આવે કે તે કાયિકદમન કે વાચિકદમનના માર્ગોનું જ્ઞાન મળ્યા વિના તે કાયિકદમનઆદિની ઉત્પત્તિ કે પ્રવૃત્તિ થઈ શકે નહિ માટે પ્રથમ તે કાયિકદંડ કે વાચિકદંડનીજે રીતિને બતાવવાની જરૂર છે, માટે તે દમનની રીતિને બતાવનારો વર્ગ જ બ્રાહ્મણ ગણાય, અને તેથી સર્વવર્ણોમાં પ્રથમ બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ કહેવી એ જ વ્યાજબી છે. પણ આ કથન યોગ્ય નથી. કારણ કે તે કાયિક કે વાચિકદમનના માર્ગને બ્રાહ્મણ સ્વયં જાણી શકશે એમ માનવા કરતાં શિક્ષામાં પ્રવર્ત્તનારો મનુષ્યજ સ્વયંજાતિસ્મરણાદિકથી જાણે એજ
તા. ૧૯-૬-૧૯૩૬
વ્યાજબી ઠરશે. વળી એ વાત પણ સ્હેજે સમજવી જરૂરી છે કે શિક્ષા આપનારા વર્ગ કરતાં શિક્ષાનો નિર્દેશ કરનાર વર્ગ નીતિના પ્રારંભમાં હોઈ શકે નહિ અને તેઓ નિર્દેશ કરનાર વર્ગના કહેવા પ્રમાણે શિક્ષકને ચાલવાનું હોય તો પ્રારંભની એક સરખી નિયમિતતા જલવાય નહિ, માટે શિક્ષા કરનારો વર્ગ જ સ્વતંત્ર હોય તો જ પ્રવૃત્તિ થઈ શકે, અને એમ માનવાથી પ્રથમ બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિ જુદી નિર્દેશ કરનાર તરીકે માનવી જરૂરી નથી. વળી એ પણ વિચારવું જરૂરી છે કે નિર્દેશ કરીને દમન કરાવનારો વર્ગ પણ ત્યારે જ ઉપયોગી થાય જ્યારે પ્રથમથી તેણે નિર્દેશ કરેલ દમનનીતિનો કોઈ અમલ કરનાર વર્ગ તૈયાર હોય અને જ્યારે અમલ કરનારો વર્ગ વ્હેલો જ તૈયાર થયેલો માનીયે તો પછી ચોક્કસ થયું કે નીતિને અમલમાં મ્હેલનારા વર્ગની જ પ્હેલાં ઉત્પત્તી કરવી જોઈએ અને તેથી પ્રથમમાં પ્રથમ દમન કરનાર વર્ગની જ ઉત્પત્તિ માનવી પડે. અને જો એમ માનવું પડે તો પછી સ્પષ્ટ થયું કે જગત્માં જાતિભેદ થતાં પ્રથમમાં પ્રથમ કોઈ પણ જાતની ઉત્પત્તિ હોય તો માત્ર કાયિક દમનની દંડનીતિને ચલાવનાર વર્ગનીજ જાતિ ઉત્પન્ન થવાથીજ છે. આ વાત લગાર ઠંડા મગજે વિચારવાથી જેઓ જાતિના બંધારણને જુલમની જ નીતિ માને છે તેઓ જાનવરની નીતિ ઉપર પણ લગાર ધ્યાન આપશે તો સ્પષ્ટ સમજાશે કે એક શેરીમાં કે વનમાં રહેતાં જાનવરોમાં પણ કંઈક અક્કલવાલી અને જોરદાર
વ્યક્તિ હોય છે તે બીજી વ્યક્તિઓને દોરનારી બને છે, અને તેથી તે દોરાનાર વ્યક્તિઓનું ભલું જ થાય છે. પણ નુકશાન થતું નથી. જુઓ કીડીયોમાં દોરનાર માંખોમાં દોરનાર હંસોમાં દોરનાર એવી રીતે મનુષ્યને સ્વયં અનીતિથી બચવાનું ન થાય ત્યારે તેને અનીતિથી બચાવી નીતિને રસ્તે દોરનાર જોઈએ એમાં કોઈથી ના પાડી શકાય જ નહિં. અનીતિથી બચવાનું બે પ્રકારે બને. એક તો તેવા પ્રકારના