________________
૪૦૪
શ્રી સિદ્ધચક્ર
છતાં
2
ચૌરપ્રયોગ વગેરે અતિચારો કહ્યા વિરૂદ્ધરાજ્યાતિક્રમણને અતિચાર ગણ્યો. અને અપેક્ષાએ આર્યરક્ષિતસૂરિજીની દીક્ષા રાજાના ભયથી અન્યત્ર જઈને કરવામાં આવી તેથી પણ શૈક્ષનિષ્ફટિકાના દોષવાળી ગણાઈ છે. પ્રશ્ન ૮૨૩-પર્યુષણાકલ્પસૂત્ર શ્રીભદ્રબાહુસ્વામી શ્રુતકેવલિકૃત છે એમ કહેવાય છે અને મનાય છે. પણ જો તે શ્રીપર્યુષણાકલ્પસૂત્ર શ્રીભદ્રબાહુશ્રુતકેવલિજીએ કરેલ હોય તો તે શ્રીકલ્પસૂત્રમાં શ્રીમાન્ દેવર્ધિગણિક્ષમાશ્રમણ સુધીની પટ્ટ પરંપરા કેમ છે ? અર્થાત્ શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણની પછી આ કલ્પસૂત્ર રચાયું એમ માનવું શું વ્યાજબી નથી? સમાધાન-શ્રીપર્યુષણાકલ્પસૂત્રની રચના તો શ્રીગણધરમહારાજાઓએ ચૌદપૂર્વની રચના કરી ત્યારે નવમા પૂર્વમાં શ્રી પર્યુષણાકલ્પ તરીકે કરી અને ભગવાન્ શ્રીભદ્રબાહુસ્વામીજીએ જ્યારે દશાશ્રુતસ્કંધનો ઉદ્ધાર ર્યો ત્યારે તે પર્યુષણાકલ્પને દશાશ્રુતસ્કન્ધના આઠમાં અધ્યયનપણે ઉદ્ધર્યું એટલે શ્રી પર્યુષણાકલ્પમાં જે જિનચરિત્ર અને સામાચારીની રચના તે તો શ્રી ગણધર અને શ્રી ભદ્રબાહુસ્વામી સુધી અને યાવત્ શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણ સુધી પણ સરખી જ છે, પણ બીજી વાચના જે સ્થવિરાવલીની વાચનાની છે. તેમાં ગણધર સુધી ગણધરોની ભદ્રબાહુજી સુધી ભદ્રબાહુજીસુધીના સ્થવિરોની અને, પુસ્તકારોહણ કરતી વખતે શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણ સુધી સ્થવિરાવલી લેવામાં આવી છે, તેથી શ્રીકલ્પસૂત્ર મૂલથી શ્રીગણધરોનું રચેલું શ્રીભદ્રબાહુશ્રુતકેવલિનુ ઉદ્ધરેલુ અનેશ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણજીનું લખેલું છે. એમ માનવામાં અનન્તાર્થપણું વગેરે બધુ ઘટાડી શકાય છે, સ્હેજે સમજી શકાય તેવી હકીકત છે કે સાધુઓને સર્વકાલે ચોમાસાનું અવસ્થાન કરવું યોગ્ય જ હતું અને તે કરતી વખતે જિનેશ્વરોનું વૃત્તાંત પૂર્વપુરૂષોનું વૃતાન્ત અને ચોમાસાની સામાચારીનું શ્રવણ
તા. ૫-૬-૧૯૩૬
વ્યાજબીજ છે તો પછી સર્વકાલે કલ્પની કર્ષણીયતા અને માન્યતામાં શ્રદ્ધાસંપન્નોને આંચકો આવે તેમ નથી. એટલે બુદ્ધિમાનોમાં ખપાવવાને નામે શ્રદ્ધારહિત કરવા માગે છે તેઓથી બરોબર સાવચેત રહેવું એ જ આવશ્યક છે.
પ્રશ્ન ૮૨૪-આચારાંગઆદિસૂત્રોની જે નોંધ શ્રીસમવાયાંગજી નંદીસૂત્રવગેરેમાં જણાવેલી છે તેમાં અનન્તાગમાં અનન્તા પર્યાયો અનન્તા ભાવો આદિ જે જણાવ્યું છે તે અનંતાંગમા વગેરે આખાસૂત્રના મળીને ગણવા કે એકેક સૂત્રના ગણવા ? સમાધાન-અનન્તામપર્યાય, સર્વમેવ ગિનામે યત: સૂત્ર આવી રીતે શ્રીહરિભદ્રસૂરિજીમહારાજે ચોક્ખા શબ્દથી સ્પષ્ટ કરેલું છે કે આખા અંગના મળીને અનન્તગમા વગેરે નહિં. પણ દરેક અંગના દરેક સૂત્રના અનન્તગમા વગેરે સમજવું અને આ જ વાત આચારાંગસૂત્રની ટીકામાં આવસંતેાં પદની તથા ક્રોધાદિપદાર્થોની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ કરેલી છે. તત્વ એ કે આખા અંગના અનન્તાગમા વગેરે નહિં, પણ અંગના દરેક સૂત્રના અનંતાગમા લેવા. પ્રશ્ન ૮૨૫-સનાં નાદુન વાસ્તુમા મળ્યોવદ્દીન ન વં। ત્તો અનંતમુનિઓ પ્રત્યો બદાદરૢ સ્વાત્, હવે વતં ચાિ તથાપિ ફીક્ષ મુત્તÆફ્ ગાથાથી તેમ જ મુદ્દે જ્વમાદાવ્યું, વસું શવયં ન માનવૈ ।।શ્। એ શ્લોકથી સૂત્રના જે અનંતા અર્થો કહેવાય છે તે શી રીતે ઘટાવવા ?
સમાધાન-જગતમાં જે મનુષ્ય જેટલા જ્ઞાનને ધરાવતો હોય તેટલા જ્ઞાનના વિચારપુર્વક એકપણ
વાક્ય બોલે છે. એ વાત લક્ષ્યમાં લેઈ લેવી. પછી
વિચારવું કે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનનું અનંતપણું છે કે નહિ ? તેમજ શ્રુતકેવલિ ભગવાન જેઓ કેવલિજ્ઞાનિની માફક પ્રજ્ઞાપનીય બધા પદાર્થો જાણે
છે, તેઓ બન્ને અનન્તજ્ઞાનવાળા છે કે નહિ ? અને