________________
૩૯૬
સુધાસિંધુ એ ઝેરનો ઝરો કેમ ?
૧ શ્રીજિનેશ્વર ભગવાનના શાસનની સ્થાપના મિથ્યાત્વાદિના નાશદ્વારા જીવના ઉદ્ધાર માટે થઈ છે, છતાં જો તેજ શાસન આત્માનું શત્રુ બની મિથ્યાત્વ કષાયઆદિનું પોષક બને તો ખરેખર સુધાસિન્ધુ તે ઝેર.
૨
૩
૪
૫
શ્રી સિદ્ધચક્ર
૬
અનાદિકાલથી અનંતા પુદ્દગલ પરાવર્તો રખડી ત્રિલોકનાથ તીર્થંકર મહારાજનું શાસન પામ્યા છતાં આત્માના સાધ્યનું લક્ષ્ય જાગ્યું નહિ તો સુધાસિંધુ તે ઝેર.
આ આત્મા અનાદિકાલથી કષાયને જોરે કર્મજંજીરમાં જકડાઈ ગયેલો હોઈ સંસાર કારાવાસમાં કારમી વેદના અનુભવે છે, એ શ્રી જિનેશ્વર ભગવાને જણાવેલ અવ્યાહત સત્ય જો સમજાઈ જાય નહિ અને જૈનશાસ્ત્રનો સ્ત્રોતા કે વક્તા જો તત્વના રસમાં નહિ ઝીલતાં કષાયની કોટડીમાં કેદ થાય તો સુધાસિંધુ તે ઝેર.
આત્મા પોતાના સાચાસ્વરૂપને સમજે અને તેને પ્રકટ કરવા તૈયાર થાય, એ સુધાસિંધુ શ્રી જિનેશ્વર ભગવાન્ પાસેથી મેળવ્યું છતાં જો આત્મા અધિક આવરાય તો સુધાસિંધુ તે ઝેર.
આત્માનો ઉદ્ધાર કરવા માટે શ્રીદેવ ગુરૂ અને ધર્મનું આલંબન છે, એ વાત શ્રીદેવાદિની આરાધનામાં ન રહે અને તે આરાધના દેશ કુટુંબ ધનધાન્ય માન સનમાન યશઃ કીર્તિ કે આહારપરિવારાદિના ધ્યેયવાળી થાય તો સુધાસિંધુ તે ઝેર.
અવ્યાબાધપદને આપનાર અબાધિત શાસનને પામ્યા છતાં જો તેજ શાસન આત્માને વ્યાબાધા આપનારપણે પરિણમે તો સુધાસિંધુ તે ઝેર.
૭
८
૯
તા. ૫-૬-૧૯૩૬
આત્માને ઓળખનાર ચૌદરાજલોકમાં અને ચારે ગતિમાં ન મલ્યો છતાં અપૂર્વ ચિંતામણિ જેવા ભગવાન્ મળ્યા છતાં આત્મા આત્માને ઓળખે પણ નહિ અને જડજીવનમાં જોડાયાં કરે તેનો સુધા સિંધુ તે ઝેરનોજ સિંધુ છે. આત્મા પોતાના સ્વરૂપજ્ઞાનાદિને સમજે એ ભગવાન્ શ્રી જિનેશ્વર મહારાજના શાસનનો પ્રભાવ છે છતાં શબ્દાદિકવિષયોમાં વલખાં મારે તે સિંધુ સુધાનો કે ઝેરનો ગણવો ? અધમશબ્દથી ડરવાવાળો વર્ગ નિયમિતઃ ભદ્રને પામવાવાળો ન હોય, પણ અધમ પ્રવર્તનથી ડરવાવાળો વર્ગ જરૂર ભદ્રને નજીકમાં પામનાર હોય છે, એવું જ્ઞાન સુધાનો સિંધુ છે, છતાં તેનું સૂચક સર્વજ્ઞનું વાક્ય અધમશબ્દને ગળે વળગાવનાર થાય તો તે સિંધુ નહિ સુધાનો. પરંતુ ઝેરનો એ ચોક્કસ છે.
૧૦ અનન્તઅવસર્પિણીઆદિની કાયસ્થિતિને પરિણામે આ પામરને પરમપાવન રસ્તે ચડાવનાર ચઢીયાતા નરભવની પ્રાપ્તિ એ સુધાસિંધુ છે. પરંતુ તેનો ઉપયોગ સંવર અને નિર્જરાની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે ન થાય અને આશ્રવની વૃદ્ધિ માટે ઈન્દ્રિયાદિની અધીનતાથી થાય, તો નરભવ સુધાસિંધુ નહિ પણ ઝેરનો ઝરો.
૧૧ અવ્યાબાધપદને પમાડી સાદિઅનંતના ભાંગે
શાસ્વતસુખ આપવાવાળો આસ્રવવાદિના હેયપણાની અને સંવરાદિના ઉપાદેયપણાની બુદ્ધિવાળો જે ધર્મ છે એજ જો નિયાણા કે આશંસા દોષથી વિષયોની વિષમતાને વધારનાર થાય તો આનાથી સુધાસિંધુ એ ઝેરનો ઝરો થાય છે એવી હકીકતમાં બીજું દૃષ્ટાન્ત કર્યું ?