________________
શ્રી સિદ્ધચક્ર
૩૮૮
સૃષ્ટિ એટલે શું અને તેનું સર્જન કેમ શક્ય?
ધ્યાન રાખવાનું જરૂરી છે કે લોકો જગત્ એટલે મુખ્યતાએ પૃથ્વીને સૃષ્ટિ કહે છે. પણ કાવ્ય કોશ ન્યાય કે વ્યાકરણને કરનારા પંડિતો પૃથ્વીના પર્યાયોમાં સૃષ્ટિને સ્થાન આપતા નથી એટલુંજ નહિં પણ સામાન્ય રીતિએ કાવ્યાદિની વાત આલંકારિક રીતિએ મુખ્યતાએ અનુસરનારી હોઈ તેને છોડી
દઈએ તો વ્યાકરણ વગેરે શાસ્ત્રોના કરનારા
સૃષ્ટિશબ્દને ઘણાભાગે ક્રિયાના રૂપમાંજ વાપરે છે. દ્રવ્યોની સ્થિતિ માટે જેવો વિશ્વ, જગત્, ભુવન વગેરે શબ્દોનો પ્રચાર છે, તેના એક અંશે પણ સૃષ્ટિશબ્દ મુખ્યતાથી વપરાતો નથી. છતાં કોઈ કોઈ સ્થાને કદાચ પદ્ધતિને અંગે જગતને માટે સૃષ્ટિશબ્દ વાપર્યો પણ હોય, તોપણ તેને અંગે કંઈક વિચારની જરૂર છે. ધ્યાન રાખવાનું જરૂરી છે કે વિશ્વ, જગત્, ભુવન આદિને કરેલું નહિ માનનારાઓ પણ સૃષ્ટિને કર્તાએ કરેલીજ હોય એ તરીકે માનવામાં આનાકાની કરી શકે નહિ. અને સૃષ્ટિ એટલે સરજ્યું એમ માન્યા પછી સરજનાર ન માનવો એ તો પોતાની માની હયાતી ન માનવા જેવુંજ થાય. અર્થાત્ ભગવાન્ શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજ જે જણાવે છે કે નામોની વ્યુત્પત્તિ નિયમિત છે એમ ન માનવું અને તેથી તઃ મિસ0 એ સૂત્રમાં કમધાતુ સાક્ષાત્ લીધેલો છતાં તે કમ્ ધાતુમાંથી જે બનાવાતો એવો કંસશબ્દ લીધો છે. તે વાતને ધ્યાનમાં રાખીને સૃષ્ટિશબ્દની વ્યુત્પત્તિ અનિયમિત ગણીયે અને સજ્જ ધાતુથી જ સૃષ્ટિશબ્દ થાય છે એમ એકાંતે ન માનીયે તો પછી સૃષ્ટિનો કર્તા હોય અથવા ન પણ હોય એમ બોલી શકાય. પણ સજ્જ ધાતુ ઉપરથીજ જો સૃષ્ટિશબ્દ બનાવવામાં આવે તો તેનો કર્તા હોય કે ન હોય એવો વિચારજ ન કરી શકાય. અને તેથી સૃષ્ટિ એટલે સર્જન તે સર્જનાર એટલે બનાવનાર વિના બન્યું એમ કહી શકાયજ નહિ. પણ વસ્તુસ્થિતિએ
તા. ૫-૬-૧૯૩૬
વસ્તુ છે
આ
સૃષ્ટિશબ્દથી વિશ્વ, જગત્, ભુવન કે લોક એવા દ્રવ્યવાચક શબ્દના અર્થો સૂચિત થાય તેમ કરવાનું જ નથી. પરંતુ જે બનાવટો જગત્થરમાં નવા નવા રૂપે બને તેનું નામ સૃષ્ટિ કહેવું એ વ્યાજબી છે. અને તે નવીનતાની બનાવટ રૂપ સૃષ્ટિ સર્જનહાર સિવાય નજ બને એ સ્વાભાવિકજ છે. આ ઉપરથી એટલું જ ખુલ્લું કરવાનું કે આ નવા નવા બનાવરૂપી સૃષ્ટિના સકર્તૃકત્વ કે અકર્તૃત્વમાં વિવાદ કરવો નકામો છે અને તે સાક્ષર મનુષ્ય એ વિવાદ કરે લેવામાં આવે અને તે જગતરૂપી સૃષ્ટિની સર્ક્શકતા પણ નહિ. જગત્ ભુવનઆદિને જ્યારે સૃષ્ટિ શબ્દથી અકર્તૃકતાનો વિચાર કરે ત્યારેજ જેમ ઉંધું ઘાલીને બોલનારો મનુષ્ય એમ બોલી દે કે કાંઈ પણ વસ્તુ કર્તા સિવાય હોતી નથી, માટે જગત્ એ અને તેનો કર્તા માનવો જોઈએ. પણ આવું ઉંધુ જોઈને બોલનારે વિચાર ન કર્યો કે પ્રથમ તો સામાન્ય રીતે લેવું હોય અને પદાર્થ પદાર્થના ફરકને સમજવો હોય, તો એમ શા માટે નથી વિચારતો કે સર્વ કર્તા જગત્પ આચારવાળો છે તો ઈશ્વર પણ તેવોજ માનવો. વળી સર્વકર્તા માતાપિતાથીજ જન્મેલો છે તો ઈશ્વર પણ માતપિતાથીજ જન્મેલો હોવો જોઈએ, રાગદ્વેષવાળો જોઈએ. ઘણાને દુઃખી કરનાર, છતી શક્તિએ નહિ સુધારનાર, પોતાની રમત ખાતર જગત્ને યાતનાના નરકમાં નાખનાર, બચ્ચા ઉપર મ્હેર નજર ન કરતાં ગર્ભ જન્મ આદિનાં દુઃખોને આપનાર, અબ્જો ઉપર વર્ષો થઈ ગયા છતાં સત્તાના વિષયમાં રહેલને નહિ સુધારી શકનાર, હું કર્તા હું કર્તા એવો ઝઘડો ચાલવા દેનાર અર્થાત્ સાચો જગત્નો કર્તા હિંદુનો ઈશ્વર હોય તો મુસલમાન યહુદી ક્રીશ્ચયન આદિના ઈશ્વરો જે કર્તા તરીકે હરીફાઈ કરે છે તેનો નીકાલ ન લાવે એ શું ? પણ સૃષ્ટિશબ્દથી વિશ્વને ન લેતાં જ્યારે સર્જન લેવાય ત્યારે તેનો કર્તા માનવોજ જોઈએ, અર્થાત્ ભુવન કે વિશ્વનો વિધાતા કોઈ નથી, અને અનાદિથી