________________
પ્રપંચી અને અન્યધનના ભક્ષક સાધુઓ કેવા ?
અને તેની ગતિ કઇ ? जिणमयमसद्दहंता दंभपरा परधणेकलुद्धमणा।
अंगारसूरिपमुहा लहंति करहत्तणं बहुस्सो॥ આ નિરંતર નિર્મલ એવા જૈનશાસનમાં કેટલા અભવ્યો કે દૂર ભવ્યો મહાવ્રતોનું ગ્રહણ કરે યાવત્ આચાર્યપણું પણ પ્રાપ્ત કરે છતાં અંતરમાં વાસ્તવિકપણે ભગવાન્ જિનેશ્વર મહારાજના શાસનની શુદ્ધ શ્રદ્ધા ન હોય અને ભોળા ધર્મિષ્ઠોને પોતાનું ઉંચું ધર્મિપણું દર્શાવવાની ઇચ્છાવાળા હોઈ અનેક પ્રકારનું કપટ કેળવવામાં તત્પર રહે એટલું જ નહિ પણ પ્રતિદિન વસ્ત્રપાત્ર ઔષધ અને મિષ્ટાન્ન ભોજન આદિદ્વારા અન્ય ભાવુકોના ધનોનો કચ્ચરઘાણ કહાડનારા અંગારમર્દક આચાર્ય જેવા અનેક ભવોમાં ઉંટના અવતારો પામે છે - માટે સાવચેત રહે ગુરૂગચ્છ સંઘાડો વગેરે સદગતિનાં અવિચલ સાધન નથી જ એમ સમજ અને શ્રી જિનપ્રવચનની યથાવસ્થિત શ્રદ્ધા કરવી શ્રદ્ધાના વિષયભૂત પદાર્થોને યથાસ્થિત રીતે સમજાવવા તૈયાર થવું અને જેમ બને તેમ સંયમના સાધન પૂરતાં જ વસ્ત્રપાત્રાદિકનો ઉપયોગ કરવો. આમ કરવાથી સદગતિ પામી પરંપરાએ મોક્ષના અવ્યાબાધ સુખને પામવા ભાગ્યશાળી થઈશ.
-
*
?
*
:
*
*
*
*
-
- ,
* ,
* -
* -1
,
,