________________
૩૫૯
શ્રી સિદ્ધચક્ર
પ્રશ્નકાર: ચતુર્વિધ સંઘ
સાયરી
પ્રશ્ન ૭૯૯-ભગવાન્ નેમિનાથજી શ્રીગિરનારજી ઉપર દીક્ષિત થયા. કેવલજ્ઞાન પામ્યા અને મોક્ષ પામ્યા છે તો પછી શ્રીસિદ્ધાચલજી ઉપર શ્રીનેમિનાથજી શિવાય તેવીશ તીર્થંકર મહારાજ આવ્યા છે. એમ કેમ કહેવાય છે ? કેમકે શ્રીગિરનારજી શ્રીસિદ્ધાચલજીની પાંચમી ટૂંક છે, એમ શ્રીશત્રુંજ્યમાહાત્મ્યમાં સ્પષ્ટપણે જણાવેલ છે. સમાધાન-મૂલટુંકમાં શ્રીનેમિનાથજી ભગવાનનું આવવું થયું નથી, તેથી શ્રીનેમિનાથજી સિવાયના તેવીશ ભગવાન્ શ્રીસિદ્ધાચલજી આવ્યા એમ કહેવાય છે.
પ્રશ્ન ૮૦૦-અષ્ટમંગલની અંદર મત્સ્યનું યુગ્મ કેમ લેવાય છે ! શું સ્ત્યજાતિ ઉત્તમ છે ? સમાધાન-બત્રીશલક્ષણમાં જેમ સ્ત્યનો આકાર ઉત્તમ ગણાય છે, તેવી રીતે સ્વસ્તિકાદિની સ્થાપનામાફક મત્સ્યની સ્થાપના ઉત્તમ ગણાય છે. કેટલીક આકૃતિઓ જ પદાર્થ ઉત્તમ ન હોય તો પણ ઉત્તમ હોય છે. ધ્યાનમાં રાખવું કે ઝાડ અને પર્વતના
તા. ૬-૫-૧૯૩૬
સમાધાનઠાર:
અકશાસ્ત્ર પારંગત આગમોધ્ધારક
શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મ.
માયાન
આકારોની હાથઆદિમાં રેખાઓ ઉત્તમ છે અને યવની રેખા પણ ઉત્તમ છે. માટે મત્સ્યના આકારની ઉત્તમતા ગણવામાં અડચણ નથી. પ્રશ્ન ૮૦૧-ભગવાન્ જિનેશ્વર મહારાજા વગેરે જ્યારે માતાની કુક્ષિમાં આવે છે ત્યારે તેમની માતાઓ ચૌદ વગેરે સ્વપ્રો દેખે છે તેવી રીતે જે જીવ ભાવિતાત્મા અનગાર થવાનો હોય તેની માતા તે જીવ ગર્ભ આવે ત્યારે કોઈ સ્વપ્ર દેખે ખરી ? અને કદાચ દેખે તો તેનું પ્રમાણ શું ? સમાધાન-શ્રીજિનેશ્વર મહારાજ વગેરે ગર્ભમાં આવે ત્યારે તેઓની માતા જેમ ચઉદ વગેરે સ્વપ્રો દેખે છે તેમ ભાવિતાત્મા અનગારનો જીવ ગર્ભે આવે ત્યારે તેમની માતા જે ગજવૃષભાદિ ચૌદસ્વપ્નોમાંથી કે ત્રીશ મહાસ્વપ્નોમાંથી કોઈપણ એક સ્વપ્ન દેખે એ સંભવિત છે અને તેથી જ ધારિણી દેવીએ દેખેલા સિંહનના ફલ તરીકે માંડલિકરાજાપણું જણાવવાની માફક ભાવિતાત્મા અનગારપણું ફલ તરીકે સ્વપ્નપાઠકોએ જણાવેલ છે (જ્ઞાતા ૨૧ પત્ર) એવી