________________
શ્રી સિદ્ધચક્ર
૩૫૦
તે આગમને અનુસરીને જ છે અને તેથી તે માનવા લાયક જ છે એમ સ્પષ્ટ કરે છે. વળી જીત એટલે પરંપરા તરીકે વર્તતો આચાર જો આત્માની શુદ્ધિ કરનાર હોય, બળબુદ્ધિની ખામીને બચાવનાર હોય તો તે આચાર શાસ્ત્રમાં પણ નિરૂપણ કરેલો છે અને તેના આધારે જ વર્તમાનના સુવિહિત આચાર્યાદિકો પરંપરાથી તેમ કરતા આવેલા છે, તો તેવા પાક્ષિક આદિ આચારને આચરવામાં એટલે કે પ્રતિદિન રાઈ, દેવસિ પ્રતિક્રમણ કરીને શુદ્ધિ કરવામાં આવતાં છતાં પણ પાક્ષિક આદિકની આવશ્યકતા શાસ્ત્ર અને આચારથી સિદ્ધ છે, માટે દરેક સુવિહિતે તે પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરિક પ્રતિક્રમણ કરવાં જ જોઈએ.
આજ્ઞા અને જીતથી પદાર્થની સાબીતી છતાં યુક્તિપ્રદર્શનની જરૂરી
ઉપ૨ જણાવ્યા પ્રમાણે ભગવાન્ હરિભદ્રસૂરિજી પાક્ષિક આદિક પ્રતિક્રમણ આલોચન
અને અભિગ્રહની આવશ્યકતા જીત અને આજ્ઞા એ
બન્નેથી સિદ્ધ જણાવવા છતાં તેની સિદ્ધિમાં તર્કાનુસારીને માટે હેતુઓ પણ જણાવે છે. જુઓ નીર્ઘામાં આળાઓ નવમાળવિવ તોષસન્માવા પખ્તુતળાવમાથાઓ ખતવુંમમતાનાયેળ ૭૦૬
ગાથા.
અર્થાત્ આ પાક્ષિક આદિ પ્રતિક્રમણ આલોચન અને અભિગ્રહો પાક્ષિક આદિ દિવસોએ કરવા તેવો આચાર પરંપરાને અનુસરીને છે. અને ચાહે જેવા રાત્રિક અને દૈવસિક પ્રતિક્રમણથી શુદ્ધિ કરવાના તીવ્ર પ્રયત્ન કરનારને પણ અર્થાત્ ઘણો ભાગ અપ્રમત્ત દશામાં રહેવાવાળાને પણ પાક્ષિકને
લાયકના દોષો હોય જ છે, તેથી તેમ જ લાગેલા
દૂષણોનું રાઈ અને દેવસિ પ્રતિક્રમણ વખતે
આલોયણ લીધા છતાં પણ વિસ્મરણા હોવાનો સંભવ તથા કોઈપણ જાતની પ્રમત્તતા બનવાનો સંભવ હોવાથી આજ્ઞા ને જીતને આધારે પાક્ષિક
તા. ૬-૫-૧૯૩૬
આદિકની આવશ્યકતા છે. ભગવાન્ હરિભદ્રસૂરિજી દૃષ્ટાંત તરીકે જણાવે છે કે ગૃહસ્થો જેમ તાંબાપિત્તળઆદિકના ઘડાઓ જે પાણી ભરવાના કામમાં લે છે તે ઘડાઓ વિગેરેને સવાર, સાંજ ધુવે છે અને વિછળે છે, છતાં પણ પંદર દિવસે કે મહિને પાછા તે ઘડાઓ કે જે રોજ ધોવાતા અને વીછળાતા હતા તેને માંજીને સાફ કરે છે અને ઘણી મુદત જતાં તે જ ધોવાતા, વીંછળતા અને મંજાતા ઘડાઓને ઘસાવીને કે તપાવીને પણ સાફ કરે છે. એવી જ રીતે આ આત્માને પણ રાઈ અને દેવસિ પ્રતિક્રમણથી રોજ સવાર સાંજ શુદ્ધ કરાય તે ધોવા વીછળવા જેવું સમજવું અને પાક્ષિક, ચાતુર્માસિકથી જે વિશેષ શુદ્ધ કરાય તે માંજવા જેવું સમજવું અને સાંવત્સરિક પ્રતિક્રમણથી કરાતી શુદ્ધિ ઘડાના ઘર્ણ અને તાપન જેવું સમજવું. આ બધું કહેવાનું તત્ત્વ અને વીછળાય છે એમ ધારી તેનું માજવું અને ઘર્ષણ એટલું જ કે જો કોઈ મનુષ્ય ઘડા રોજ ધોવાય છે આદિ ન કરાવે તો તે ઘડા આદિક ભાજનો સાફ સ્વચ્છપણે ધારી શકે નહિ, તેમ આ સંસારને વિષે જો કોઈપણ સુવિહિત અમે પ્રતિદિન રાત્રિક અને દૈવસિક પ્રતિક્રમણ કરી શુદ્ધિ કરીએ છીએ તેથી અમારે પાક્ષિક, ચતુર્માસિક કે સાંવત્સરિક પ્રતિક્રમણની જરૂર નથી એમ ધારી પાક્ષિકઆદિ પ્રતિક્રમણો ન કરે તો તે શ્રાવક હો કે સાધુ હો પણ તે પોતાના આત્માના સમ્યક્ત્વ, અણુવ્રતો કે મહાવ્રતોને ઉચ્ચતમગતિને લાયકની સ્વચ્છતાવાળા રાખી શકે જ નહિ.
સ્પષ્ટપણે સમજી શકશે કે રાઈ, દેવિસ અને ઉપર જણાવેલી હકીકતને વિચારનાર મનુષ્ય પાક્ષિકના પ્રતિક્રમણોની માફક જ આષાઢઆદિ ચાતુર્માસિકના પ્રતિક્રમણોની અને સાંવત્સરિક
પ્રતિક્રમણની સર્વ ધર્મિષ્ઠો માટે આવશ્યકતા છે.
આષાઢ, ચાતુર્માસિકની મહત્તા
જો કે આષાઢ, કાર્તિક અને ફાલ્ગુન એ ત્રણે