________________
શ્રી સિદ્ધચક્ર
૩૩૨
પણ આવીને આર્યક્ષેત્ર મેળવ્યું છે, આર્યક્ષેત્રમાં આવીને ઉત્તમકુળ મેળવ્યું છે અને ઉત્તમકુળમાં આવીને ઉંચી જાતિ મેળવી છે પરંતુ શું તેટલા માત્રથી ઉપલી વિચારણા આપણા અંતરમાં જાગૃત થાય છે. ખરી ? અહીં એક બીજું ઉદાહરણ તમારે વિચારી જોવાની જરૂર છે. ધારો કે એક સ્થળે ઉત્તમ ભૂમિ છે. હવા ઉત્તમ છે. અનુકૂળ વરસાદ વરસી ગયો છે. હળવડે જમીન સુંદર રીતે ખેડી છે અને ક્યારા પણ ઘણા સુંદર બનાવ્યા છે પરંતુ આવા સંયોગો છતાં પણ જો તમે એ ખેતરમાં અનાજ બીજ ન વાવો અને સારૂં પુષ્ટ અને તંદુરસ્ત બી માત્ર હાથમાં ધરીને જોયાજ કરો તો તેથી કાંઈ તમારા ખેતરમાં પાક થવાનો નથી.
મિથ્યાત્વનો પ્રવેશ રોકો.
બીજ, જમીન, હવા, વરસાદ, સંયોગ આ પાંચે ચીજ સારી હોવા છતાં જો તમે બીજ નહિ
વાવશો તો તમારા ખેતરમાં કાંઈપણ પાક થશે નહિ
એટલુંજ નહિ પરંતુ તેથી બીજું ભયંકર પરિણામ તો એ આવશે કે ખાલી રહેલી જમીનમાં ગમે, તેવું ઘાસ ઉગી નીકળશે, તેજ પ્રમાણે પક્ષીઓની ચાંચમાંથી ગમે તેવા હલકા બીજ ત્યાં પડીને તે પણ ઉગી નીકળી તમારી આખી ભૂમિને બરબાદ કરી નાખશે ! એજ પ્રમાણે આર્યક્ષેત્ર, જૈનકુળ અને ઉત્તમજાતિ મળવા છતાં પણ જો માબાપો સુયોગ્ય બીજરૂપ પેલી ત્રિવિધ ગળથુથી જો બાળકોને નહિ પાશે તો અવશ્ય યાદ રાખજો ક બાળકો પણ સારા નહિજ નીવડે એટલવુંજ નહિ પરંતુ પડતર ખેતરમાં જેમ નકામું ઘાસ ઉગી નીકળે છે તેમ તેવા બાળકોના અંતરમાં પણ મિથ્યાત્વરૂપી ઘાસ અવશ્ય ઉગીજ નીકળવાનું છે એ ખાત્રીથી માની લેજો.
તા. ૨૧-૪-૧૯૩૬
જાનવરોને માત્ર ચાલુ ભવનોજ વિચાર છે. વળી ખૂબ જરૂરી વાત તો એ છે કે માબાપોના હૃદયમાં પણ એ વાત પચી ગએલી હોવી જોઈએ. જૈનધર્મ સર્વથા સર્વોત્તમ સંસ્કારવાળી ચીજ છે એ વાત સોળેસોળ આના સાચી છે. માબાપોએ પેલી ગળથુથી બચ્ચાને આપવી જોઈએ એ વાત પણ સાચી છે. પરંતુ તેજ સાથે ‘અનાદિનો જીવ છે, ભવ પણ અનાદિનો છે અને જીવકર્મનો સંયોગ પણ અનાદિનો છે” એ ત્રણ વસ્તુમાં માબાપ પોતે પણ રંગાએલા હોવાજ જોઈએ. તે ન હોય તો કદી ન ચાલે ! માબાપો જો વર્તમાન ભવનેજ આગળ કરીને વર્તનારા હોય તો તેની છાપ બાળકો ઉપર પડ્યા વિના કદી રહેવાની નથીજ. જાનવરો માત્ર ચાલુ ભવોનોજ વિચાર કરે છે તેને વિચાર શક્તિ નથી એમ કોઈ કહેતું નથી તેને દરેક લાગણી છે પરંતુ તેની આ બધી લાગણીઓ, ભૂખ, તરસ, રહેઠાણ ૫૨ પ્રીતિ-સંતતિ ઉપરનો પ્રેમ વગેરે સઘળું એકલા
ચાલુ ભવને અંગેજ હોય છે. જવાબદારી સમજો
જાનવરનું જીવન જે રીતે પુરૂં થાય છે તેજ રીતે માણસ પણ જીવન પુરૂં કરતો હોય તો પછી માણસમાં અને જાનવરમાં શું ફેર બાકી રહે છે વારૂં? કાંઈજ નહિ !! જીવાત્મા એ સમજવાની જરૂર છે કે પોતે તો અનાદિનો છે અને પોતાને જે ભવ મળ્યો છે તે તો માત્ર એક મેળામાં જેમ એક દહાડાને માટે દુકાન મંડાય છે તેવી રીતે મંડાએલી દુકાન છે ! મેળો ભરાય છે ત્યારે જે સ્થાન ઉપર મેળો ભરાતો હોય ત્યાંની ખુલ્લી જમીનની પણ કિંમત વધી જાય છે ! પણ એવો ક્યો દુકાનદાર હશે કે જે એ સ્થળે ભાડે લીધેલી દુકાનને શણગારવાની પાછળજ લાખ . લાખ રૂપીઆ પુરા કરીને પોતાનું ખીસું સાફ કરી