________________
यौवन अवस्थानुं अंधेर)
तरुणत्तणंमि पत्तस्स धावए दविणमेलणपिवासा । सा काऽवि जीइ न गणइ देवं धम्मं गुरुं तत्तं ॥ 1 ॥ मेलेइ कहवि अत्थे जइ तो मुझइ तयंपि पालेंतो। बीहेइ रायतक्कर अंसहराइण निच्चंपि ॥ 2 ॥ वड्ढते उण अत्थे वड्ढइ इच्छावि तइकहवि दूरं । जेह मम्मणवणिओ इव संतेऽवि धणे दुही होइ ॥ 3 ॥
म. हमचंद्र
આર્યક્ષેત્ર ઉત્તમકુલ ઉત્તમજાતિ અને પંચેન્દ્રિય સંપૂર્ણપણાથી યુક્ત એવા મનુષ્યભવમાં પણ યૌવન અવસ્થાને પામ્યા પછી ધનને મેળવવાની તૃષ્ણા એવી દોડાદોડી કરે છે કે જે તૃષ્ણાથી જીવ દેવ ધર્મ ગુરુ અને તત્ત્વનો હિસાબ ગણતો નથી. કોઈક લાભાંતરાયના ક્ષયોપશમથી ધનને મેળવે છે તો તેનું રક્ષણ કરવામાં મુંઝાય છે અને હમેશા રાજા ચોર અને ભાગીદાર આદિથી ભયને પામે છે. વળી તળાવના મોજાના વલયોની માફક ધનની પ્રાપ્તિ થયા છતાં ઇચ્છા પણ અચાનક રીતે ડગલે ને પગલે વધતી જાય છે અને તેથી પરિણામે છતે ધને મમ્મણશેઠની માફક મનુષ્ય અત્યન્ત દુઃખી થાય છે. (વર્તમાન ભવને અંગે આ વાત જણાવી છે બાકી ભવાંતરને અંગે તો મમ્મણશેઠ જેમ દેવપૂજા ગુરુસેવા અને દયાદાનાદિ ન કરવાથી નરકગતિનો અધિકારી થયો તેમ ધર્માનુષ્ઠાન રહિત યુવાન ધનવાનોને આગામી ભવ પણ ભયંકર છે માટે તૃષ્ણાને દમીને દયાદાનાદિ સત્યકાર્યોમાં પ્રવૃત્તિ કરવી એજ શ્રેયસ્કરી છે.)