________________
પ્રવચનના સંપાદકને
૧ ૬રામવિજ્યજીએ અમદાવાદની માફક ઉતાવળથી આહ્વાન તો કર્યું પણ અમદાવાદની માફકજ આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરિજી તરફથી તરત સ્વીકાર થયો, એટલે અમદાવાદમાં જેમ રાતોરાત મકતાને શ્રી સિદ્ધચકમાં આવે તે સમાલોચના કબુલ કરી, અડધી રાતે આહનના સ્વીકારની ચિકી આચાર્યદેવશ્રીના હાથની લખેલી પાછી મોકલાવી, પાછા હઠયા હતા તેવી રીતે આ વખત પણ સ્વતંત્ર માત્ર તમારા પ્રકાશપણા તળે આહ્વાન કર્યું પણ આચાર્યદેવશ્રીએ તેના જલદી સ્વીકાર કર્યો એટલે ખસી જવા માટે ઉપાધ્યાશ્રીએ તમારી પાસે હવે આખો ચર્ચાવિષય બહાર પાડવા માંડયો છે, પણ તમારી અને તેઓની બાજી હવે છાની રહી નથી. અમદાવાદની પેઠે હવે ઉપાધ્યાયત્રી છટકી શકે તેમ નથી અને તમો છટકાવી શકો તેમ પણ નથી. જો સાચા હોય તો પૂર્વની માફક માત્ર પ્રકાશકપણા તરીકે કે ખુલ્લી તેમની સહીથી બહાર પડો અને પડાવો. યાદ રાખો કે સમાલોચનાની જવાબદારી આચાર્યદેવશ્રીનીજ હતી, ને છે, છતાં આહાનનો સ્વીકાર તેઓશ્રીએ પોતાની ખુલ્લી સહીથી ચોકખી રીતે બહાર પાડયો છે, જ્યારે તમે પ્રકાશક હતા તેના સંપાદક છે હતા તેના સંપાદક થઇને તેમને પડદામાં નાખ્યા છે.
૨ ચચાના મુદામાં શ્રી સિદ્ધચક્રમાં આવેલ નયસારના મિથ્યાષ્ટિપણાના કાયરૂપ પરોપકારના છે મૂળ પ્રસંગ હોવાનું યાદ કરશો તો તમને આચાર્યદેવશ્રીએ લખેલો પક્ષપ્રતિપક્ષજ વ્યાજબી લાગરો, | | માટે ઉપાધ્યાયશ્રીને સંમત થઈ તેઓની પાસે તે પક્ષપ્રતિપક્ષની કબુલાત બહાર પડાવશો.
૩ સ્થાન, મુદત અને મધ્યસ્યોની જાહેરાત આહાન કરનારે સારી હતી. છતાં જો ખુલ્લી સહીથી ૯. શ્રી રામવિજ્યજી જ આચાર્યદેવને તે સ્થાનાદિકની જાહેરાત કરવાનું જણાવ, તે આચાર્યદેવશ્રી સ્થાનાદિકની જાહેરાત કરે.
૪ મિથ્યાટિપણામાં પણ નયસારે કરેલા પરોપકારની સામે થઇ સર્વ તીર્થકરો અનાદિથી પરોપકારી હોય છે એમ તમારાં ઉપાધ્યાયે કાનિંગ નાં પાઠના નામે હાંકયું અને પછી જયારે તે નવનિં. ના ફકરાનાજ વમવદુમનન: એ વિશેષણવાળો ભાગ આચાર્યદેવશ્રીએ બાધક તરીકે જણાવ્યો ત્યારે તમારા ઉપાધ્યાય કાર્યની દશા છોડી નયસારનો કરેલ કાયદશાનો વિરોધ ભૂલી જઇ કારણદશામાં ઉતરી ગયા છે, માટે તમારા ઉપાધ્યાયે જણાવેલ પક્ષ પ્રતિપક્ષ ખોટા ! છે, પણ આચાર્યદેવશ્રીએ જણાવેલ પક્ષપ્રતિપક્ષજ સાચા છે, અને તેથી ઉપાધ્યાય ચચાના મોખરે ખસી જઇને તમને આગળ કરે છે. ઉપાધ્યાયની સહીથી બહાર ન પડયું તે બહાનું નથી પણ તે સાચી બીનાજ છે. હજી પણ તમારા પડદામાંથી નીકળીને ખુલ્લી રીતે બહાર આવ ને ! આચાર્યદેવશ્રીએ સ્થાન, મુદત અને મધ્યસ્થોને નીમવાની આપેલી છૂટનો પવિત્ર દાનતથી ઉપયોગ છે લે, એમ નહિ તો આચાર્યદેવશ્રી સ્થાન, મુદત અને મધ્યસ્થીનો નિર્ણય જાહેર કરી આહાન કરનારને ફરજીયાત રીતે ખંચી શકે તેમ હતા અને છે.
તંત્રી -