________________
૮૨
શ્રી સિદ્ધચક્ર
દરબારીઓ નાચે છે, કુદે છે, ગાયનો ગાય છે અને ઉન્માદવાળાઓના જેવા તોફાનો પણ કરે છે અને તે છતાં પોતાને ડાહ્યા માને છે અને રાજા તથા પ્રધાન એવો ઉન્માદ નથી દર્શાવતા તેમને ગાંડા માને છે! હવે આ ગાંડપણનો ઉન્માદ જેને વરેલા છે એવું મૂર્ખમંડળ પોતાનો ડાહ્યાઓનો સંઘ માની લે છે અને ઠાવકા થઈને વિચાર કરે છે, આપણે ડાહ્યા, આપણું રાજતંત્ર ડાહ્યું અને ત્યાં આવો ગાંડો રાજા અને ગાંડો વજીર તે શા કામના છે ? એટલા માટે આ ગાંડા રાજા વજીરને દૂર કરી આપણે ડાહ્યો રાજા અને વજીર આપણા જેવા જ ડાહ્યા હોય એવા રાજા અને
વજીરને તેમને સ્થાને સ્થાપવાની જરૂર છે.” મૂર્ખમંડળના આવા વિચારના રાજના પ્રધાનને ખબર પડી. પ્રધાન બીચારો ઉતાવળો ઉતાવળો રાજા પાસે ગયો, અને રાજને કહે છે કે : “મહારાજા ! આ તો ગજબ થયો છે, ચોર કોટવાલને દંડતો હોય તેમ લાગે છે. બધાઓ જે પોતાને ડાહ્યા સમજે છે અને તમને અને મને બેને મૂર્ખાઓ માની આપણને ગાદીએથી ઉઠાડી મૂકીવાની યોજના ઘડે છે. પ્રધાનના આ વચનો સાંભળીને રાજા ગભરાયો. રાજનીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, ગુન્હો ભલે ગમે તેવો ભયંકર હોય પરંતુ એક જ જાતનો ગુન્હો કરનારા સો મનુષ્યો એકી સાથે નીકળી આવે તો તેમને દંડ ન કરવો અને હજાર ગુન્હેગારો હોય તો તેમને દેહાંતની શિક્ષા ન કરેલી પરંતુ આટલી મોટી સંખ્યામાં માણસોએ જો ગુન્હાઓ કર્યા છે તો ગુન્હો શા માટે થયો છે તેનું કારણ શોધી કાઢીને તે કારણનું જ નિવારણ કરી નાખવું એ રાજનીતિ છે ! જ્યાં સો કે હજાર માણસોનો ગુન્હા સાથે સંબંધ હોય ત્યાં શિક્ષા ન કરવાનો આદેશ છે ત્યારે અહીં તો આખું ગામ ગાંડાતુર બની ગએલું છે અને રાજદ્રોહનો વિચાર કરે છે તો તેને શિક્ષા શી રીતે
તા. ૨૬-૧૧-૧૯૩૫
કરી શકાય, એવા વિચારે રાજા અત્યંત શોકમાં પડે છે. રાજાને એવો વિચાર થાય છે કે જો પોતે આખા શહેરને શિક્ષા કરવા જાય છે તો સંભવ છે કે કદાચ પોતાનો પણ વધ થઈ જાય અને જો તેમ નથી કરતો તો એ વાત પણ તેટલી જ સંભવિત છે કે જનતા પોતાને રાજગાદી ઉપરથી હાંકી કાઢવા પણ તત્પર થએલી છે ! હવે ઉપાય શો કરવો ? બહાનું ક્યાં ચાલી શકે ?
રાજા પ્રજાજનોને દંડ અથવા સજા આપવા જાય છે તો સંભવિત છે કે રાજાનો પોતાનો જ વધ
થવાનો પ્રસંગ આવે છે. રાજાની આત્મરક્ષાનો પ્રસંગ
હવે રહેવા પામ્યો નથી. જેમ ચાલે છે તેમ ચાલવા દો” એવું કહીને સ્થિર રહેવાનો પણ આ પ્રસંગ નથી. રાજાનું રાજત્વ આ પ્રસંગે નિર્ભય નથી. આત્મરક્ષાની ખરેખરી મુશ્કેલીનો આ પ્રસંગ છે, જે સ્થળે વૃંદ જ રાજા હોય એટલે ટોળામાંથી પસંદ કરાએલો રાજા હોય,, ત્યાં આગળ લોકોની પંસદગીનો જે રાજા હોય તેજ રાજા ગણાય છે. લોકો જેને રાજા નથી માનતા તેને તેઓ ધક્કો મારીને ઉઠાડી મૂકી શકે છે. જ્યાં આવી સ્થિતિ હોય, પ્રાણ જોખમમાં હોય, જીવતા રહી શકાવાનો સંભવ જ ન હોય ત્યાં કુવૃષ્ટિનું દૃષ્ટાંત દેવું એ ઉચિત છે. વ્યવહારની સ્થિતિમાં આવા સંયોગોમાં જોઈએ તો રાજા એ રાજા નથી, પરંતુ જનસમુદાયનું ટોળું એજ રાજા છે. જીવન પર આવી પડેલી આપત્તિના આ પ્રસંગનું બહાનું કરીને રાજા અને મંત્રી કૃત્રિમ ઉન્માદ ધારણ કરે છે. પરિસ્થિતિને બહના તરીકે ક્યાં આગળ ધરવામાં આવી છે તેનો શાંત ચિત્તે વિચાર કરજો. જ્યાં પોતાની નબળાઈ હોય ત્યાં પરિસ્થિતિનું બહાનું આગળ કરે દહાડો વળતો નથી એ પ્રસંગે પરિસ્થિતિનું બહાનું આગળ કરીએ તો